You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીર : મોદી સરકારમાં થયેલા પાંચ મોટા હુમલાઓ
ગુરુવારના રોજ પુલવામા જિલ્લાના લેથપોરામાં એક ઉગ્રવાદી હુમલામાં 46 CRPF જવાનોનાં મૃત્યુ થઈ ગયા છે જ્યારે ઘણા જવાન ઘાયલ થયા છે.
પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ નેતા અરુણ જેટલી, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "મોદી સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા પર સમજૂતી રોકટોક વગર ચાલુ છે."
કૉંગ્રેસનો દાવો છે કે મોદી સરકારમાં 18 મોટા ઉગ્રવાદી હુમલા થયા છે.
વર્ષ 2014થી અત્યાર સુધી થયેલા પાંચ ઉગ્રવાદી હુમલા વિશે જાણો.
ઉરી હુમલો : 18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં 19 જવાનો મૃત્યુ પામ્યા હતા. આ હુમલાને બે દાયકાનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પઠાણકોટ હુમલો : 2 જાન્યુઆરી 2016ના રોજ ઉગ્રવાદીઓએ પંજાબના પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો.
તેમાં 7 સુરક્ષાકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 20 ઘાયલ થયાં હતાં.
જવાબી કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓનાં પણ મૃત્યુ થયાં હતાં.
ગુરદાસપુર હુમલો : 27 જુલાઈ 2015ના રોજ પંજાબના ગુરદાસપુરના દીનાપુરમાં હુમલાખોરોએ વહેલી સવારે એક બસ પર ફાયરિંગ કર્યું હતું.
ત્યારબાદ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. હુમલામાં એસપી (ડિટેક્ટિવ) સહિત ચાર પોલીસકર્મી અને ત્રણ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.
અમરનાથ યાત્રીઓ પર હુમલો : 10 જુલાઈ 2017ના રોજ અમરનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર અનંતનાગ જિલ્લામાં એક ઉગ્રવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પુલવામાં હુમલો : ગુરુવારના રોજ પુલવામાં જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર ઉગ્રવાદીઓએ IED ધમાકો કરી CRPFના કાફલા પર હુમલો કર્યો છે.
આ હુમલામાં 46 જવાનો માર્યા ગયા છે અને ઘણા જવાન ઘાયલ થયા છે કે જેઓ સારવાર હેઠળ છે.
આ હુમલાને ઉરીથી પણ મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો