મદ્રાસ હાઈકોર્ટ : 10 ટકા સવર્ણ અનામત મામલે મોદી સરકારને નોટિસ, 18 ફ્રેબુઆરી સુધી જવાબ રજૂ કરવાં કહ્યું

ડીએમકે સાંસદ કનિમોઝી

ઇમેજ સ્રોત, Twitter Kanimozhi

લોકસભા 2019ની ચૂંટણી અગાઉ ગત સત્રમાં પસાર કરવામાં આવેલા ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના બંધારણીય સુધારા બાબતે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

(ડીએમકે દ્રવિડ મુનેત્ર કષગ્મ) પક્ષના સેક્રેટરી આરએસ ભારતીએ આ અનામત સામે મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે.

આજે આ પિટિશનની સુનાવણીમાં અદાલતે 18 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.

ગત અઠવાડિયે ડીએમકે એ 10 ટકા અનામતને બંધારણની વિરુદ્ધ ગણાવી પિટિશન કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડીએમકે તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ડીએમકેનો વિરોધનો મુદ્દો શું છે?

ડીમએકે એ પિટિશનમાં 10 ટકા સવર્ણોને ગરીબીને આધારિત અનામતને એસસી-એસટી વિરોધી ગણાવી છે.

22 પેજની પિટિશનમાં 19 મુદ્દાઓની રજુઆત કરવામાં આવી છે જેમાં આ અનામત બંધારણની વિરુદ્ધ ગણાવી છે.

એ ઉલ્લેખ જરુરી છે કે ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન સંસદમાં મતદાન અગાઉ જ આ અનામતનો વિરોધ કર્યો હતો.

ડીએમકેનાં સાંસદ એમકે કનિમોઝીએ સંસદની ચર્ચામાં 10 ટકા અનામતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને મતદાન વખતે વૉકઆઉટ કર્યુ હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો