Assembly Election: મધ્ય પ્રદેશનું પરિણામ આવવામાં મોડું કેમ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોનાં પરિણામ આવી ગયાં પરંતુ મધ્ય પ્રદેશનાં પરિણામ માટે બીજા દિવસ સુધી તમારે રાહ જોવી પડી હતી.
મધ્ય પ્રદેશમાં 11 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરીમાં કેટલીક બેઠકોની મતગણના 12 ડિસેમ્બરની સવાર સુધી થતી રહી.
આખરે 12 ડિસેમ્બરની સવારે આઠ વાગ્યા બાદ જ તમામ 230 બેઠકોની મતગણના પૂર્ણ થઈ.
મધ્ય પ્રદેશનાં પરિણામ આવવામાં થયેલી ઢીલને પગલે બૅલેટ પેપરવાળા દિવસો યાદ આવી ગયા હોવાનું લોકો કહી રહ્યા છે.
ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હોવા છતાં આટલી વાર શા માટે લાગી?
ચૂંટણી પંચના હવાલાથી ઘણા અહેવાલો પ્રકાશિત થયા છે કે વોટર વૅરિફાઇએબલ પેપર ઑડિટ ટ્રેલ એટલે કે વીવીપીએટી સાથે બીજી વખત ખાતરી કરવાને કારણે આટલું મોડું થયું.
મધ્ય પ્રદેશની તમામ 230 વિધાનસભા વિસ્તારની મતગણનાં કેન્દ્રોમાંથી નક્કી કરાયેલાં કોઈ એક ઈવીએમ સાથે મતોની ગણતરીની ખાતરી વીવીપીએટી સાથે કરવામાં આવી હતી.
આ બાબતને મતગણતરીમાં થયેલી ઢીલનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?


શંકાની સ્થિતિમાં વીવીપીએટી સાથે ખાતરી

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશનાં તમામ 306 મતગણતરી કેન્દ્રો પર પ્રથમ 30 મિનિટ સુધી પોસ્ટલ બૅલેટની ગણતરી કરવામાં આવી.
જે બાદ ઈવીએમ સાથે મતોની ગણતરી શરૂ થઈ હતી.
મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વી. એલ. કાન્તારાવે મીડિયાને મંગળવારે કહ્યું કે ચૂંટણી અધિકારીઓને મતગણતરી કેન્દ્રો પર દરેક રાઉન્ડની ગણતરી બાદ વીવીપીએટીના મતો સાથે તેની સરખામણી કરવી પડી હતી.
તેમણે કહ્યું કે જો ઉમેદવારને લાગે છે કે મતોની ગણતરીમાં કોઈ ખામી રહી છે તો વીવીપીએટી સાથે તેની સરખામણી કરવાની હોય છે.
છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં મતોની ગણતરીની સરખામણીમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વધારે વાર લાગી હતી.
મધ્ય પ્રદેશના ચૂંટણી અધિકારી આનંદકુમારે પરિણામોમાં થયેલી ઢીલ પર કહ્યું કે વીવીપીએટી સાથે ઈવીએમના મતોની સરખામણીના કારણે મોડું થયું.
મંગળવારે સાંજે કુમારે કહ્યું હતું કે કેટલું મોડું થશે તે કહી શકાય એમ નથી.
તો વી. એલ. કાન્તારાવનું પણ કહેવું છે કે તમામ ઉમેદવારને સર્ટિફિકેટ તમામ રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ જ આપવામાં આવ્યાં હતાં.
મધ્ય પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ કમલનાથ અને રાજ્યમાં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના મુખ્ય ચૂંટણી આયુક્તને મળીને તમામ રાઉન્ડના મતોની ગણતરી થઈ ગયા બાદ એક સર્ટિફિકેટની માગ કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયાને કારણે મધ્ય પ્રદેશમાં વાર લાગી હતી.
જ્યાં વધારે ઉમેદવાર હતા, ત્યાં મતોની ગણતરીમાં વધારે સમય લાગ્યો અને તે બાદ તમામ ઉમેદવારોને એક સર્ટિફિકેટ પણ આપવાનું હતું.
એક કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે અનેક બેઠકો પર જીતનું અંતર એટલું ઓછું હતું કે વિરોધી ઉમેદવારોએ ફરી ગણતરીની માગ કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












