દુર્ગાની મૂર્તિઓ માટે તવાયફોના આંગણાની માટી શા માટે લેવામાં આવે છે?

- લેેખક, આર વી સ્મિથ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
દુર્ગા પૂજા નજીક આવતાં જ 1947 પહેલાંના દિલ્હીના ચાવડી બજારમાં રહેતાં શન્નોબાઈની યાદો તાજી થઈ જાય છે.
1970માં આ એ સમયની કથા છે જયારે શન્નોબાઈ 68 વર્ષનાં હતાં. જવાનીની ચમક ઓસરી રહી હતી અને તેમણે વૃદ્ધાવસ્થામાં પગ મૂક્યો હતો.
એક સમય હતો જ્યારે અમીરો અને બાહુબલીઓ તેમના મુજરા સાંભળવા આવતા હતા. રાતની મહેફિલમાં પસંદગીના મહેમાનોને જ સ્થાન મળતું હતું.
મૂર્તિ બનાવનાર એક કુંભાર જયારે તેમના કોઠા ઉપર આવ્યો અને પૂછ્યું કે તેમના આંગણાની થોડી માટી એ લઈ શકે?
તો શન્નોબાઈને આ સાંભળીને આશ્ચર્ય થયું હતું. તેમણે અત્યંત દૂબળા અને વયોવૃદ્ધ કુંભારને જવાબ આપ્યો, "શા માટે જોઈએ?"
કુંભારે કહ્યું, "મા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે."
શન્નોબાઈએ કહ્યું, "હું એ સ્ત્રી છું જેને સમાજ અપવિત્ર માને છે તો પછી તમારે અહીંની માટી શા માટે જોઈએ છે? અને તમે જોઈ જ શકો છો કે મારું આંગણું કાચું નથી. તમે માટી કેવી રીતે લઈ જશો?"
પ્રતિમા ઘડનારો એ વ્યક્તિ થોડી મૂંઝવણમાં પડી ગયો પણ પછી તેનો ચહેરો અચાનક ખીલી ઉઠ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે ફૂલદાનીઓ તરફ ઇશારો કર્યો અને કહ્યું, "હું આમાંથી માટી લઈ જઈ શકું છું. આ પણ તમારા આંગણાનો જ ભાગ છે."
શન્નોબાઈએ સસ્મિત હકારમાં માથું ધુણાવ્યું. એ વ્યક્તિના ગયા પછી શન્નોબાઈએ એક વયોવૃદ્ધ બાઈને પૂછ્યું કે દુર્ગાની મૂર્તિ બનાવવા માટે તવાયફના આંગણાની માટીની જરૂર શા માટે પડે છે?
દેવકીબાઈએ કહ્યું કે તેઓએ એક કથા સાંભળી છે કે આ માટી સમાજની લાલસાઓ છે જે કોઠા ઉપર એકત્ર થઈ જાય છે. એને મા દુર્ગાને અર્પણ કરવામાં આવે છે જેથી જેમણે ભૂલો કરી છે, તેમને પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

'તવાયફોના કોઠેથી કાદવ લાવો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સફળ થશે'

દેવીએ આગળ કહ્યું, "એક વાર એક ઋષિએ દેવીની પ્રતિમા બનાવડાવી અને તેના આશ્રમ સામે ગર્વથી મૂર્તિની સ્થાપના કરી."
"જેથી લોકો આવે અને નવદુર્ગા અથવા નવરાત્રીમાં ત્યાં આવીને પૂજા કરી શકે."
"એ જ રાત્રે દેવી એ ઋષિના સપનામાં આવી અને કહ્યું કે મારી નજરમાં ઘમંડની કોઈ ઇજ્જત નથી."
દેવીએ જણાવ્યું કે તેમને ઇન્સાનિયત અને બલિદાન જોઈએ અને એના વિનાની આસ્થા ખોખલી છે.
પછી ઋષીએ પૂછ્યું, "હે દેવી, હવે હું શું કરું? ત્યારે દેવીએ કહ્યું કે શહેરમાં રહેતી તવાયફોના કોઠેથી કાદવ લાવો અને કુંભારને કહો કે આને એ માટીમાં મેળવીને મારી નવી પ્રતિમા બનાવે."
"ત્યારે જ હું આ પ્રતિમાને લાયક માનીશ. જયારે પૂજારી આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે, ત્યારે હું એમાં પ્રવેશ કરી શકું."
"જે લોકોની સમાજમાં ઉપેક્ષા કરવામાં આવે છે, જેને ખરાબ અથવા પાપી સમજવામાં આવે છે, તેઓ પોતાની મરજીથી એવા નથી હોતા."
"બલકે જે લોકો તેમનું શોષણ કરે છે, તેઓ તેમને એવા બનાવે છે. તેઓ પણ મારા આશીર્વાદના હકદાર છે," કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયાં.
ઋષિએ સવારમાં ઉઠીને એમ જ કર્યું જેમ દેવીએ કહ્યું હતું. ત્યારથી મૂર્તિ બનાવનારા આ જૂની પરંપરાનું પાલન કરે છે.

જયારે શન્નોબાઈને ભીખ માંગવી પડી

શન્નોબાઈ જ્યારે ઘરડાં થયાં ત્યારે તેના ગ્રાહકોએ આવવાનું બંધ કરી દીધું.
જીવનના અંતિમ સમયમાં ભાગલા બાદ તેઓએ જી. બી. રોડ ઉપર બનેલા નવા કોઠાઓની સીડીઓ ઉપર ભીખ માંગવી પડી હતી.
તેમના હાથમાં હાર હોય અને બીજા હાથની હથેળી ભીખ માટે ખુલ્લી રહેતી.
જો કોઈ માણસ તેઓને દસ રૂપિયા આપતો તો તે હાર આપતાં.
જેથી એ હાર તે માણસ જે છોકરીનો મુજરો જોવા આવ્યો હોય તેને ભેટમાં આપી શકે.
1960માં 10 રૂપિયાની કિંમત આજના 100 બરાબર હતી.
એકવાર એક વિદેશી પત્રકાર લંડનના એક સમાચારપત્ર માટે દિલ્હીની નાચનારી છોકરીઓ વિશે સ્ટોરી લખી રહ્યા હતા.
તેમની મુલાકાત સીડીઓ ઉપર બેઠેલી શન્નોબાઈ સાથે થઈ.
તેની કથા સાંભળીને એ પત્રકારે તેમને 100 રૂપિયા આપ્યા અને એ પછી એક સપ્તાહથી વધુ વખત સુધી તેઓ ત્યાં દેખાયાં ન હતાં.
આજે પણ લોકો પૂજાના દિવસોમાં કોઈ પંડાલમાં જાય છે, શન્નોબાઈ અને તેમણે કહેલી કથા તેઓને યાદ આવી જાય છે.

થોડી અન્ય કથાઓ

ઇમેજ સ્રોત, ABHIMANYU KUMAR SAHA/BBC
એક ઉદ્યોગપતિના કાર ડ્રાઇવર બેનર્જી એક કથા સંભળાવે છે.
તેઓ જણાવે છે કે દુર્ગા અષ્ટમીને દિવસે એક ગરીબ નાચનારી છોકરી ગુસ્સામાં બેઠી હતી.
તે પોતાની દુર્દશા ઉપર આંસુ સારતી હતી કારણકે તેની પાસે કોઈ ગ્રાહક નહતો.
ગ્રાહક નહોતા એટલે પૈસા પણ નહોતા. તે સહુ પૂજા કરવા ગયાં હતાં.
અચાનક તેની સામે વીજળી ચમકી અને સામે એક દેવી પ્રકટ થયાં.
દેવીએ છોકરીના માથે હાથ મૂક્યો અને ખુશ થવા કહ્યું.
એ પછીથી મૂર્તિ બનાવનારા તેના અને તેના જેવી અન્ય છોકરીઓના કોઠા ઉપર જતા અને તેમના આંગણાની માટી લઈ જતા.
જેથી મૂર્તિ બનાવી શકે. એ પછી ક્યારેય એ નાચનારી છોકરીને પૈસાનો અભાવ નહતો નડ્યો. ઉપરાંત કેટલીક અન્ય કથાઓ પણ છે.
કેટલીક કથામાં અકબરની રાજપૂત પત્નીઓ અને રાજા માનસિંહનો પોતાની ફોઈ અને અકબરની પટરાણી પરીયમ જમાની સાથે મળીને ભવાનીની પૂજા કરવાનો પણ ઉલ્લેખ છે.
પરંતુ સેક્સ વર્કરો દુર્ગા માની પાક્કી ઉપાસક હોય છે. એવી જ એક ભૂમિકા શર્મિલા ટાગોરે નિભાવી છે.
જેમાં તેમના કોઠા ઉપર રાજેશ ખન્ના નશામાં ચૂર લથડીયાં ખાતા આવતા અને એ લોકોને મારતા જે તેમની ઉપર આવી મહિલા પાસે જવાનો આરોપ મૂકતા.
દુ:ખની વાત એ છે કે, પંડાલોમાં આજકાલ નવી પેઢીના ઓછા લોકો મળશે જે આવી કથાઓમાં રસ ધરાવતા હોય.
(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત થયો હતો)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












