રાહુલ ગાંધીની નમાઝ પઢતી તસવીરનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, facebook
- લેેખક, દિપક ચુડાસમા
- પદ, બીબીસી ગુજરાતી
હાલ રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેમાં રાહુલ ગાંધી એક શિવ મંદિરમાં બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ પણ છે.
આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી શિવ મંદિરમાં પણ નમાઝ પઢતા હોય તે રીતે હાથ રાખીને બેઠા છે.
MISSION MODI 2019 ☑ मोदी को लाना है देश बचाना है । નામના પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે રાહુલને એ પણ ખબર નથી કે આ મંદિર છે કે મસ્જિદ છે.
ઉપરાંત વૉટ્સઍપમાં પણ આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લખેલું છે 'મંદિરમાં નમાઝ.'
આ સિવાય राजनीति નામના ફેસબુક પેજ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે 'આને એ પણ ખબર નથી કે આ મંદિર છે કે મસ્જિદ છે.'
આ પેજ પરથી 8,000 જેટલી આ પોસ્ટ શેર થઈ છે. આવા અનેક પેજ પર આ ફોટો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
પરંતુ આ તસવીરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

શું છે ઘટના?

ઇમેજ સ્રોત, Whatsapp
આગામી નવેમ્બર મહિનાના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેને લઈને મધ્ય પ્રદેશમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ કમર કસી છે.
આ ચૂંટણી પ્રચારના ભાગ રૂપે રાહુલ ગાંધી 15 ઑક્ટોબરના રોજ મધ્ય પ્રદેશના પ્રવાસે ગયા હતા.
અહીં તેમણે દાંતિયામાં આવેલા પીતાંબરા પીઠ મંદિરની મુલાકાત લઈને પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો.
આ તસવીર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આવેલા અચલેશ્વર શિવ મંદિરમાં લેવામાં આવી હતી.
જ્યાં રાહુલ ગાંધીએ પૂજા અર્ચના કરી હતી અને તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હતા.

શું છે તસવીરની સત્યતા?

ઇમેજ સ્રોત, facebook
જોકે, તસવીરને ઝીણવટથી જોતાં માલુમ પડે છે કે તેઓ પૂજારી દ્વારા અપાતાં જળ અને ફૂલ પોતાના હાથમાં લઈ રહ્યા છે.
હવે તમે આ બંને તસવીરને એકસાથે જોશો તો વાસ્તવિકતા સામે આવશે.
જેમાં રાહુલ ગાંધી જળ હાથમાં લઈને તેનું પાન કરે છે. આ બીજી તસવીર Jyotiradity Scindhiya , My Leader My Proud નામના પેજ પર શેર કરવામાં આવી છે.
ઉપરાંત Indian National Congress નામના યૂ-ટ્યૂબ પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
જેમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી કઈ રીતે પૂજા કરી રહ્યા છે.
જેથી નમાઝ પઢવાની આ ખોટી તસવીર હાલ વાઇરલ કરવામાં આવી રહી છે.

આ પહેલાં પણ થયા હતા વિવાદ
કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીની તસવીરો પર વિવાદ થયો હતો.
ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બિન હિંદુ રજિસ્ટરમાં સાઇન કરી હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ વિશે આ રીતે ફેક ન્યૂઝ દ્વારા ખોટા દાવાઓ પ્રસારિત કરવામાં આવે છે.
આ પહેલાં રાહુલ ગાંધીની એક યુવતી સાથેની તસવીર પણ વાઇરલ થઈ હતી, જેમાં સગાઈ કરી હોવાનો ખોટો દાવો થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












