અટલ બિહારીની તબિયત નાજુક, લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર રખાયા

વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ખબરઅંતર પૂછવા માટે ઍઇમ્સ પહોંચ્યા હતા. અહીં છેલ્લા ત્રણ દિવસથી તેઓ વૅન્ટિલેટર પર છે.

ઍઇમ્સ દ્વારા પૂર્વ વડા પ્રધાન વાજપેયીની સ્થિતિ અંગે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન તેમની સ્થિતિ કથળી છે.

મીડિયા રિપોર્ટ્સની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોની વચ્ચે ઍઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સાથે મુલાકાત કરીને વાજપેયીની આરોગ્યની સ્થિતિ અંગે જાત માહિતી મેળવી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉપરાંત કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ વાજપેયીના ખબરઅંતર પૂછવા માટે ઍઇમ્સ પહોંચ્યાં હતાં.

આ સિવાય કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ તથા જે.પી. નડ્ડાએ પણ ઍઇમ્સ ખાતે મુલાકાત લીધી હતી.

વાજપેયીની માત્ર એક જ કિડની કામ કરે છે અને તેમને ડાયાબિટીસ પણ છે.

ઉલ્લેખનીય છે કે 11મી જૂને વાજપેયીની સ્થિતિ કથળી હતી, એટલે તેમને ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને યુરિન ઇન્ફૅક્શન તથા છાતીમાં દબાણની ફરિયાદ હતી.

2009માં વાજપેયીને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો