સ્મૃતિએ ટી-20ની સૌથી ઝડપી અર્ધસદી નોંધાવી રેકોર્ડ કર્યો

મેચની તસવીર

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ડાબોડી ખેલાડી સ્મૃતિ મંધાનાએ વધુ એકવાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

તેમણે મહિલા ટી-20 ક્રિકેટના સૌથી ઝડપી અર્ધ સદી નોંધાવવાના રેકોર્ડની બરાબરી કરી છે.

કિઆ સુપર લીગમાં સ્મૃતિએ વેસ્ટર્ન સ્ટ્રૉર્મ તરફથી રમતા માત્ર 18 બૉલમાં 50 રન ફટકાર્યા હતાં.

ન્યુઝીલૅન્ડનાં ખેલાડીની બરાબરી કરી

ટીમ ઇન્ડિયાના યુનિફૉર્મમાંં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાના

આ ઇનિંગમાં જ તેમણે ન્યુઝીલૅન્ડનાં ખેલાડી સોફી ડેવાઇનના રેકોર્ડની બરાબરી કરી છે.

જેમણે આટલા જ બોલમાં રન કરીને 2015માં અર્ધ સદી નોંધાવી હતી.

ઇંગલેન્ડ પ્રિમિયર લીગમાં રમતાં તેમણે 19 બૉલમાં 52 રન નોંધાવ્યાં હતાં.

સ્મૃતિ મંધાના અગાઉ મહિલા ટી-20 ક્રિકેટમાં ઇતિહાસ નોંધાવી ચૂક્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી ઝડપી અર્ધ સદી નોંધાવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં હતાં.

ભારતમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં ઇંગલેન્ડ વિરુદ્ધ રમતા તેમણે 25 બૉલમાં અર્ધ સદી નોંધાવી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સ્મૃતિએ 40 બૉલમાં 76 રન બનાવ્યા હતાં જેમાં 12 ચોક્કા અને 2 છક્કા સામેલ હતા.

થોડા દિવસો પહેલા જ સ્મૃતિએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 30 બૉલમાં અર્ધ સદી નોંધાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો