જનરલ રાવત: આઝાદી નહીં મળે, તમે અમારી સામે લડી નહીં શકો

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ મુજબ આર્મી ચીફ બિપીન રાવતે એક નિવેદનમાં કહ્યું કે કાશ્મીરના યુવાઓએ આર્મી સામે નહીં લડી શકે અને તેમને આઝાદી નથી મળવાની.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટર્વ્યૂમાં રાવતે કહ્યું, "કાશ્મીરમાં થઈ રહેલી હત્યાથી હું દુઃખી છું. અમારા માટે આ આનંદની વાત નથી.
"પણ જો કાશ્મીરી યુવાઓ અમારી સામે લડશે, તો અમે અમારી પૂરી શક્તિથી લડાઈ લડીશું.
"ખરેખર કાશ્મીરના લોકોએ એ વાત સમજવાની જરૂર છે કે હજુ સુધી ભારતની આર્મી એટલી ક્રૂર નથી બની.
"સીરિયા અને પાકિસ્તાનમાં આર્મીનું વલણ આ મામલે મોટું ઉદાહરણ છે."
જનરલ રાવતે વધુમાં કહ્યું કે જે યુવાઓ પથ્થરો અને બંદૂક ઉઠાવીને આઝાદીની વાત કરે છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
"હું તેમને કહેવા માગુ છું કે આઝાદી ક્યારેય નહીં મળશે. તેમણે આ બિનજરૂરી કવાયત બંધ કરી દેવી જોઈએ."
જોકે, રાવતે એમ પણ કહ્યું કે તેઓ માને છે કે કાશ્મીરમાં યુવાઓમાં રોષ છે પણ તેનો અર્થ એ નહીં કે યુવાનો આર્મી સામે પથ્થરમારો કરી લડાઈ કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિશ્વના ટોચના દસ શક્તિશાળી લોકોની યાદીમાં નરેન્દ્ર મોદી સામેલ

ઇમેજ સ્રોત, Getty Images
'ફોર્બ્સ'ના અહેવાલ અનુસાર ફોર્બ્સની વિશ્વના ટોચના સૌથી દસ શક્તિશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં નવમા ક્રમે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને પાછળ છોડીને શી જિનપિંગ પ્રથમ ક્રમે રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ફોર્બ્સે 2018ની તેની 75 લોકોની આ યાદી બહાર પાડી છે.
છેલ્લા ચાર વર્ષથી પુતિન પ્રથમ ક્રમે આવતા હતા, પણ આ વખતે તેમની જગ્યા શી જિનપિંગે લીધી છે.
યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા અને જર્મીનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ચોથા ક્રમે છે. પાંચમા ક્રમે એમેઝોનના માલિક જૈફ બેઝોસ છે.

'તાજમહલના ખરાબ થતાં રંગ માટે પર્યટકોના મોજા જવાબદાર'

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, તાજમહલના ખરાબ થઈ રહેલા રંગ માટે આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ)એ પર્યટકોના મોજા અને લીલને જવાબદાર ગણાવ્યા છે.
એએસઆઈનું કહેવું છે કે લોકો મોજા પહેરીને આવતા હોવાથી તાજની દિવાલો અને ફર્શ ખરાબ થાય છે.
અહેવાલ મુજબ, તાજની જાળવણી મામલે ઉઠેલી ફરિયાદોને અને ચમક ઓછી થવાની બાબત પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
સુપ્રીમે વિભાગને કહ્યું કે જો પહેલાંથી જ તેની જાળવણી માટે પગલાં લેવામાં આવ્યા હોત, તો આવી સ્થિતિ ઊભી ન થઈ હોત.
તાજમહલને ઉડતા કીટકો અને જીવજંતુઓથી ખરાબ અસર થઈ રહી હોવાની દલીલ ફગાવતા સુપ્રીમે સવાલ કર્યો હતો કે કોઈ જંતુ કઈ રીતે ઉડીને તાજ પર બેસીને તેને ગંદો કરી શકે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












