સોનમ કપૂરનાં વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા બોલીવૂડ કલાકારો

બોલીવૂડમાં લાંબા સમયથી જે લગ્નની રાહ જોવાઈ રહી હતી તે સંપન્ન થઈ ગયા છે. સોનમ કપૂર અને આનંદ આહુજાએ મંગળવારે શીખ રીતિ-રિવાજ મુંબઈમાં લગ્ન કર્યાં.

લગ્ન પ્રસંગના અન્ય કાર્યક્રમોની જેમ લગ્નમાં પણ મોટી સંખ્યામાં બોલિવૂડ કલાકારો ઉમટી પડ્યા હતા.

સવારે લગ્નવિધિ યોજાઈ તથા રાત્રે રિસેપ્શન યોજાયું હતું.

વરરાજા આનંદે પીચ કલરની શેરવાની પહેરી હતી, જ્યારે દુલ્હન સોનમ કપૂરે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

લગ્નપ્રસંગ દરમિયાન સોનમનાં ખાસ દોસ્ત સ્વરા ભાસ્કર પણ તેમની સાથે જ રહ્યાં.

અનેક ટોક-શો દરમિયાન સોનમ કહી ચૂક્યાં છે કે તેઓ સ્વરા સાથે ખાસ મિત્રતા ધરાવે છે.

બંનેએ 'રાંઝણા' તથા સૂરજ બરજાત્યાની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં સાથે કામ કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

લગ્ન બાદ સાંજે મુંબઈની 'ધ લીલા હોટલ'માં રિસેપ્શન યોજાયું, જેમાં પણ બોલીવૂડ કલાકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

સોનમ તથા આનંદે કેક કાપીને લગ્નજીવનની શરૂઆત કરી હતી.

રિસેપ્શનમાં સોનમે વ્હાઇટ અને બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો, જ્યારે આનંદે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો.

આનંદ મૂળ દિલ્હીના છે. તેઓ શાહી એક્સ્પોર્ટ્સ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે.

દીકરીના લગ્ન પ્રસંગે અનિલ કપૂરે સફેદ રંગની શેરવાની પહેરી હતી, જ્યારે રિસેપ્શનમાં ફોર્મલ શૂટ પહેર્યો હતો.

લગ્નના દરેક પ્રસંગની જેમ રિસેપ્શન દરમિયાન પણ કાકા સંજય કપૂરનો ઉત્સાહ ઉડીને આંખે વળગતો હતો.

તો સંજય કપૂરની દીકરી પિતરાઈ બહેનના રિસેપ્શનમાં કંઈક આવા અંદાજમાં નજરે પડ્યાં.

કરીના કપૂરે ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. સોનમ સાથેની તેમની આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

'વીરે દી વેડિંગ'માં કરીના કપૂર ઉપરાંત સોનમની ખાસ બહેનપણી સ્વરા ભાસ્કર પણ છે. રિસેપ્શન દરમિયાન સ્વરાનો આવો લૂક રહ્યો હતો.

રાજૂ હિરાણી તથા વિધુ વિનોદ ચોપડા સાથે કંગના પણ સોનમ અને આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો