IPL: નિવૃત્ત ક્રિકેટ ખેલાડીઓને આપી રહ્યું છે સંજીવની

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, બીબીસી ટીવી એડિટર (ભારતીય ભાષાઓ)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ છે જેમની કારકિર્દી આઈપીએલના કારણે વધારે લાંબી થઈ ગઈ છે. એ પછી ગેલ, વૉટસન, મલિંગા હોય કે ગાંગુલી. ઘણા તો નિવૃત્તિના વર્ષો પછી ઘણા આઇપીએલમાં રમી રહ્યાં છે.
41 વર્ષીય પ્રવીણ તાંબેએ 2013 સુધી કોઈ મોટી મેચ રમી નહોતી. 2013માં રાહુલ દ્રવિડે તેમની રમત જોઈ અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે તાંબેને પસંદ કર્યા હતાં.
ત્યાં સુધી, તાંબે આઈપીએલમાં એક અધિકારી તરીકે કામ કરતા હતા. આઈપીએલ પછી તાંબે ચેમ્પિયન્સ લીગમાં પણ રમ્યા અને સૌથી વધારે વિકેટ લેનારા બૉલર બન્યા.
આઈપીએલની સફળતા પછી જ 41 વર્ષની ઉંમરે તેમની પહેલીવાર રણજી ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આઈપીએલ 2014માં, તાંબેએ કોલકતા સામે હેટ્રિક પણ લીધી અને આઈપીએલ 2016 સુધી રમ્યા.
તાંબે ક્રિકેટમાં નવું નામ હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા સુપ્રસિદ્ધ ખેલાડીઓ છે, જેમને નિવૃત્તી પછી પણ આઇપીએલ દ્વારા નામ અને ખ્યાતિ મળી.
આઈપીએલ દ્વારા તેમની કારકિર્દીને નવો વળાંક મળ્યો.

શેન વૉટ્સન

ઇમેજ સ્રોત, Getty Images
22 એપ્રિલ, 2013ના રોજ, આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી રહેલા શેન વૉટસને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સદી ફટકારી હતી. તે સમયે તેઓ ઓસ્ટ્રેલિયા માટે પણ રમી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
20 એપ્રિલ, 2018માં 36 વર્ષના થઈ ચૂકેલા શેન વૉટ્સને આઈપીએલમાં રમતાં રમતાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે તેમની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી.
શેન વૉટ્સને 2015 પછી ઑસ્ટ્રેલિયા માટે ના તો વનડે મેચ રમી છે અને ના તો ટેસ્ટ મેચ.
2016માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેઓ હજી પણ આઈપીએલમાં રમી રહ્યા છે.
2008માં વૉટ્સન આઈપીએલના 'પ્લેયર ઑફ ટૂર્નામેન્ટ' બન્યા હતા.
2008માં આઈપીએલની શરૂઆતથી લીગમાં ભાગ લેનાર વૉટ્સને 161ની સ્ટ્રાઇક રેટ સાથે 107 મેચમાં 2806 રન બનાવ્યા છે. (સરેરાશ -32).
બૉલિંગ વિશે વાત કરીએ તો વૉટ્સને 28ની એવરેજથી 107 મેચમાં આઠના ઇકોનોમી રેટથી 92 વિકેટ લીધી છે.
તેઓ રાજસ્થાન રોયલ્સ માટે બે સદી ફટકારી ચૂક્યા છે. 59 ટેસ્ટમાં તેમની સ્ટ્રાઇક રેટ 52.59 છે અને 190 વનડે મેચોમાં તેમનો 90.44 ની સ્ટ્રાઇક રેટ રહ્યો છે.

બ્રૈંડન મૈકુલમ

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ 18, 2008, આઈપીએલ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ.
કોઈ નહોતું જાણતું કે આ લીગનું ભાવિ શું હશે જ્યાં દરેક દેશના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે ત્યાં કેવી રમત હશે તેની કોઈને ખબર નહોતી.
એવામાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી બ્રૈંડન મૈકુલમ મેદાન પર આવ્યા અને તેમણે અણનમ 158 રનની ઇનિંગ રમી હતી.
આખા સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો અને આ હતી આઈપીએલની પ્રથમ સદી.
2016માં ન્યુઝિ લૅન્ડના કપ્તાન રહેતા રહેતા જ બ્રૈંડન નિવૃત્ત થઈ ગયા.
2018: 36 વર્ષના બ્રૈંડન મૈકુલમ હજી પણ આઈપીએલમાં રમી રહ્યા છે.
106 મેચોમાં તેમણે 131.31ની સ્ટ્રાઇક રેટથી 28ની એવરેજથી 2801 રન બનાવ્યા છે.
બ્રૈંડન 260 વન-ડે રમી ચૂક્યા છે. 96.37ના રનરેટથી તેમણે 6083 રન બનાવ્યા છે.
આમ તો તેઓ ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ત્રણ સદીઓ ફટકારી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાન સામે બેવડી સદી ફટકારી છે.
ટી-20 ફોર્મેટમાં 9000 રનથી વધુ સ્કોર કરનાર તેઓ બીજા નંબરના ખેલાડી છે.

લસિથ મલિંગા

ઇમેજ સ્રોત, Getty Images
27 વર્ષની ઉંમરે, મલિંગાએ 2011માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ત્યારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તેમનાથી નારાજ હતું કારણ કે તેઓ આઈપીએલમાં રમતા હતા, પરંતુ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ શ્રીલંકાની ટીમ માટે ઉપલબ્ધ ન હતા.
બોર્ડે તેમને તરત જ આઈપીએલમાંથી પાછા ફરવા કહ્યું હતું, પરંતુ મલિંગા 33 વર્ષની ઉંમર સુધી આઈપીએલમાં રમ્યાં.
મલિંગાએ 110 આઈપીએલની મેચોમાં 154 વિકેટ લીધી છે.
2011 માં તેમણે 28 વિકેટ સાથે 'પર્પલ કેપ' મેળવી હતી. જો કે આ વર્ષે કોઈ પણ ટીમે તેમને ખરીદ્યા નથી. તેઓ મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટર છે.

મિશેલ જૉનસન

ઇમેજ સ્રોત, Getty Images
36 વર્ષીય ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરે 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ આજે પણ આઈપીએલ રમે છે.
153 વનડેમાં તેણે 25ની એવરેજથી 239 વિકેટ લીધી છે.
2013માં, અત્યાર સુધીમાં, 50 આઈપીએલ મેચોએ 25ની એવરેજથી 61 વિકેટ લીધી છે. તેમનો ઇકોનોમી રેટ 8 છે.
અન્ય લીગ-જૉનસન ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ રમે છે.

ક્રિસ ગેલ

ઇમેજ સ્રોત, Getty Images
38 વર્ષીય ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત તો નથી થયા, પરંતુ ટીમ મેનેજમેન્ટ સાથેના ડખાઓના કારણે તેઓ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાંથી અંદર-બહાર થતા રહ્યા છે.
2014થી, તેઓ ટેસ્ટ મેચ રમ્યા નથી અને બે વર્ષ બાદ 2016માં વન ડે મેચ રમ્યા છે. આઈપીએલમાં ગેલ છવાયેલા રહે છે.
તેણે આઈપીએલમાં કુલ છ સદીઓ ફટકારી છે. 104 મેચોમાં, 43ની એવરેજથી 152ના સ્ટ્રાઇક રેટથી 3855 રન કરી ચૂક્યા છે.
જેમાં 2013માં 66 બોલમાં અણનમ 175 રન સામેલ છે.
જોકે, સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં તેમનાથી આગળ છે.
38 વર્ષના ગેલની આઈપીએલની નિલામીમાં કોઈએ બોલી પણ નહોતી લગાડી. પછીથી દિલ્હીએ તેમને બે કરોડ રૂપિયામાં ખરીદ્યા.

સૌરભ ગાંગુલી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આમ તો 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ 2012 સુધી દાદા આઈપીએલમાં રમ્યા હતા.
59 આઇપીએલની મેચોમાં, દાદાએ 107ની સ્ટ્રાઇક રેટથી 25ની એવરેજથી 1348 રન બનાવ્યા હતા.
2010 સુધીમાં ગાંગુલી રમ્યા. એ વર્ષે તેમણે 493 રન ઉમેર્યા હતા, પરંતુ એ પછી તેમને આઈપીએલમાં કોઈએ ખરીદ્યા નહીં.
છેલ્લે પૂણે માટે 2012માં તેઓ રમ્યા હતા.

મેથ્યુ હેડન

ઇમેજ સ્રોત, Getty Images
37 વર્ષના હેડન 2009માં નિવૃત્ત થયા હતા, પરંતુ તે 2010 સુધી આઈપીએલમાં રમી રહ્યા હતા.
32 આઈપીએલ મેચોમાં, હેડને 138ની એવરેજથી 1107 રન બનાવ્યા હતા.

મુરલીધરન
ધૂરંધર બૉલર શ્રીલંકાના મુરલીધરને 2011માં ટેસ્ટ અને વનડેથી નિવૃત્તિ લઈ હતી.
પરંતુ તેની આઈપીએલ કારકિર્દી 2014 સુધી ચાલુ રહી. 66 આઇપીએલની મેચમાં તેણે 27 ની એવરેજથી 63 વિકેટ લીધી હતી. 133 ટેસ્ટ મેચમાં તેણે 800 વિકેટ લીધી છે.

શેન વૉર્ન

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના સૌથી સફળ બૉલરોમાંના એક શેન વૉર્ને જાન્યુઆરી 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી.
2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં, શેન વૉર્ન માત્ર રાજસ્થાન રોયલ્સના કપ્તાન બન્યા હતા. તે ટીમના કોચ પણ હતા. તેમણે એ સિઝન જીતી પણ હતી.
વૉર્ન નિવૃત્ત થયાના લગભગ પાંચ વર્ષ પછી આઈપીએલમાં રમતા રહ્યા. 55 આઈપીએલની મેચોમાં વૉર્ને 57 વિકેટ લીધી. આ વર્ષે, તેઓ રાજસ્થાન રૉયલ્સના મેન્ટર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













