કાશ્મીર : કઈ રીતે કઠુઆ ઘટના બની અને કોણે તેને અંજામ આપ્યો જાણો તેની પાંચ વાતો

ઇમેજ સ્રોત, COURTESY FAMILY OF ASIFA BANO
હાલ દેશભરમાં બે બળાત્કારના કેસની ચર્ચા ચાલી રહી છે, કઠુઆ અને ઉન્નાવ.
ઉન્નાવ ઉત્તર પ્રદેશમાં આવેલું એક ગામ છે તો કઠુઆ જમ્મુ-કશ્મીરમાં આવેલું ગામ છે.
ઉન્નાવમાં એક સગીરા પર ભાજપના શક્તિશાળી ગણાતા ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા બળાત્કારનો આરોપ છે.
ગયા વર્ષે બનેલી આ ઘટનામાં ફરિયાદ ત્યારે લેવાઈ જ્યારે પીડિતાએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
બીજી તરફ કઠુઆમાં માનવતાને પણ શરમાવે તેવી જઘન્ય ઘટના બની હતી.
અહીં આઠ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે.

આરિફા ખોવાયા બાદ શું બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે કોર્ટમાં જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની બાળકી પર 6 લોકોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટના 10 જાન્યુઆરીની છે જ્યારે રઝળતી જાતી તરીકે ઓળખાતી બકરવાલ સમાજની આઠ વર્ષની આરિફા(નામ બદલ્યું છે) બપોર બાદ ઘોડા ચરાવવા ગઈ. પરંતુ તે સાંજે ઘરે પરત નહોતી આવી.
જ્યારે આરિફા ઘરે ના આવી તો તેમના માતા નસીમા બીએ તેની જાણ તેમના પતિ યુસુફને કરી.
તાત્કાલિક જ યુસુફ તેના ભાઈ અને પાડોશીઓ સાથે આરિફાને શોધવા માટે નીકળી ગયા.

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC
આખી રાત તેઓ આરિફાને શોધતા રહ્યા પરંતુ તેનો કોઈ પત્તો ના લાગ્યો.
12 જાન્યુઆરી એટલે કે આરિફા ગુમ થયાના બે દિવસ બાદ પરિવારજનોએ તેની ફરિયાદ હીરાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
તમે આ વાંચ્યું કે નહીં?
હીરાનગર પોલીસ સ્ટેશન કઠુઆ જિલ્લામાં આવે છે, જ્યારે રસાના ગામ પણ આ જિલ્લામાં આવે છે.
આરિફાના કાકા અલી જાન આરોપ છે કે આ કેસમાં જે આરોપી છે તે પોલીસ અધિકારીએ તિલક રાજે એવો ઉડાઉ જવાબ આપ્યો કે તે તેના મિત્રો સાથે જતી રહી હશે.
તિલક રાજે બૂમો પાડીને ફરિયાદ કરવા ગયેલા લોકોને ભગાડી દીધા હતા.

આરોપી પોલીસવાળાઓએ જ કેવી રીતે ખોટી તપાસ કરી?

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA/AFP/GETTY IMAGES
જે બાદ જોરદાર વિરોધ પ્રદર્શન થતા પોલીસે તપાસ શરૂ કરી.
આ પોલીસ તપાસમાં એક 28 વર્ષનો દીપક ખજૂરિયા નામનો પોલીસ અધિકારી પણ હતો. જે આ મામલામાં હાલ પણ આરોપી છે.
બાળકીના પિતાનો આરોપ છે કે આ બે પોલીસવાળાઓએ બે જગ્યાઓ છોડીને બધે જ તપાસ કરી.
આ બે જગ્યાઓ હતી સાંજીરામનું ઘર અને રસાના ગામનું મંદિર.

કઈ રીતે બની બળાત્કારની ઘટના?

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC
આ મામલે પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં સાંજીરામ નામના એક શખ્સને બળાત્કાર અને હત્યાનો મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવાયા છે.
ચાર્જશીટમાં વર્ણવ્યા પ્રમાણે ઘોડા ચરાવવા ગયેલી આરિફાને ખોવાયેલા ઘોડા શોધી આપવાની લાલચ આપીને સાંજીરામે તેનું અપહરણ કરી લીધું હતું.
સાંજીરામ એક નિવૃત સરકારી ઓફિસર છે અને તે રસાના ગામમાં આવેલા મંદિરના પૂજારી પણ છે.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે કથિત રીતે સાંજીરામ સાથે સ્પેશિયલ પોલીસ ઓફિસર દીપક ખજૂરિયા, સુરેન્દર વર્મા, તેમના મિત્ર પરવેશકુમાર, સાંજીરામનો સગીર ભત્રીજો અને સાંજી રામના પુત્ર વિશાલ જનગોત્રા આ સામૂહિક બળાત્કારની ઘટનામાં સામેલ હતા.
ચાર્જશીટ પ્રમાણે સાંજીરામના ભત્રીજાએ વિશાલ જંગોત્રાને મેરઠથી ફોન કરીને એવું કહીને બોલાવ્યો હતો કે જો તેની કામવાસના સંતોષવા માગતો હોય તો તે જલદી જ પરત આવી જાય.

નશીલી દવાઓ આપી બળાત્કાર

ઇમેજ સ્રોત, Reuters
તપાસકર્તાના જણાવ્યા મુજબ આરિફાને રસાના ગામના મંદિરમાં સાત દિવસ સુધી રાખવામાં આવી હતી.
આસિફાને નશીલી દવાઓ ખવડાવીને કેટલાય દિવસ સુધી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. નાની બાળકીને અસહ્ય ત્રાસ પણ આપવામાં આવ્યો હતો.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે જંગલમાં આરિફાને મારી નાખવામાં આવે તે પહેલાં પોલીસ ઓફિસર દીપક ખજૂરિયાએ કહ્યું કે મારો તે પહેલાં તેમને ફરીથી એકવાર બળાત્કાર કરવા દેવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
જે બાદ બાળકી પર ફરીથી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો જે બાદ તેને મારી નાખવામાં આવી.
પહેલા આરિફાને ગળું દબાવીને મારી નાખવામાં આવી તે બાદ તે મરી છે કે નહીં તેની ખાતરી કરવા સાંજીરામના ભત્રીજાએ તેના માથા પર બે વખત પથ્થરો માર્યા હતા.
જે બાદ આરિફાને જંગલમાં ફેંકી દેવામાં આવી હતી.
માનવામાં આવે છે કે બકરવાલ સમાજને ત્યાંથી ભગાડવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.

બળાત્કાર પર રાજકારણ

ઇમેજ સ્રોત, TWITTER/SHAKEEL AHMAD
જમ્મુ કશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાંચે આઠ લોકોની કાવતરું, અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.
જોકે, ત્યારબાદ ભાજપના કેટલાક નેતાઓ અને મહેબુબા મુફ્તીની સરકારના કેટલાક મંત્રીઓએ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી દીધો.
ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટનો વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
જમ્મુ બાર એસોસિયેશન 11 એપ્રિલે આપવામાં આવેલા બંધમાં કૂદી પડ્યું અને સીબીઆઈની તપાસની માગ કરી.
જોકે, મહેબૂબા મુફ્તીએ સીબીઆઈને તપાસ આપવાની માગને નકારી દીધી છે.
હાલ આ ઘટનામાં હિંદુ-મુસ્લિમ આમને-સામને આવી ગયા જેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ બધાની વચ્ચે કોઈ પણ ગુના વિના મૃત્યુ પામેલી નિર્દોષ આસિફાને ન્યાય મળશે કે નહીં તે સવાલ ઊભો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














