સલમાન જોધપુરની જેલમાં બે દિવસ વીતાવી પહોંચ્યા ઘરે

ઇમેજ સ્રોત, Supriya Sogle
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, જોધપુર
શનિવારે જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને જામીન આપ્યા. સલમાનખાન રૂ. 50 હજારના મુચરકા પર જેલમાંથી છૂટી ગયા.
સલમાન ખાન વિશેષ વિમાનમાં જોધપુરથી મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં ચાહકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આતશબાજી, બેનર્સ અને ડાન્સ કરીને ચાહકોએ સલમાનને આવકાર્યા હતા.
શનિવારે સવારે અને એ પહેલા શુક્રવારે સવારે જોધપુર સેશન્સ કોર્ટે સલમાનની જામીન અરજી પર સરકારી અને સલમાનના વકીલોની દલીલો સાંભળી હતી.
ગુરૂવારે દુર્લભ પ્રજાતિના બે કાળિયારના શિકાર બદલ સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ કેસમાં સહ-આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી તથા સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

ચાહકોમાં ખુશીની લહેર

ઇમેજ સ્રોત, Getty Images
સલમાનને જામીન અંગેના સમાચાર બહાર આવતાં જ તેના પ્રશંસકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ફટાકડા ફોડીને અને ડાન્સ કરીને પ્રશંસકોએ તેમની ખુશી વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમર્થકોના હાથમાં સલમાનના પોસ્ટર્સ અને બેનર્સ હતા.
સલમાન ખાન શનિવારે સાંજે જ સલમાન ખાન જેલની બહાર આવી ગયા અને ચાર્ટર્ડ પ્લેન મારફત જોધપુરથી મુંબઈ જવા રવાના થયા હતા.
આ પહેલા શુક્રવારે રાત્રે રાજસ્થાન હાઈકોર્ટે 87 જજોની બદલી કરી હતી.
જેમાં સલમાનની જામીન અરજીની સુનાવણી કરી રહેલા જોધપુર સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીની પણ બદલી કરવામાં આવી હતી.
જોકે, જજ જોશીએ સલમાનની જામીન અરજી સાંભળી હતી.

શુક્રવારે શું થયું?

ઇમેજ સ્રોત, AFP
શુક્રવારે સલમાન ખાનના વકીલ દ્વારા 51 પન્નાની દલીલો તૈયાર કરવામાં આવી હતી. જેનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો.
જજ રવિન્દ્ર કુમાર જોશીએ સાંભળી હતી અને નીચલી કોર્ટમાંથી જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
જેને પગલે સલમાન ખાને શુક્રવારે રાત્રે પણ સલમાન ખાને જોધપુર સેન્ટ્રલ જેલમાં જ રાત વીતાવવી પડશે.

કેસની વિગતો

ઇમેજ સ્રોત, AFP
સલમાન ખાન સામે લગભગ વીસ વર્ષથી કાળિયાર શિકારનો કેસ ચાલી રહ્યો છે.
1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ માટે સલમાન ખાન, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન, તબ્બુ અને નીલમ કોઠારી પર દુર્લભ કાળિયારના શિકારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સરકારી પક્ષ દ્વારા 28 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા.
સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના અસીલને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
ગુરૂવારે કોર્ટે સલમાન ખાનને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, ઉપરાંત તેને રૂ. દસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
અન્ય એક કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યા હતા.
સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલની બે નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યા તેને 'કેદી નંબર 106'ની ઓળખ આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












