તમિલનાડુમાં જંગલની આગ, નવનાં મૃત્યુ

તમિલનાડુના થેની જિલ્લામાં કુરનગનીના જંગલમાં લાગેલી આગમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે.

થેની જિલ્લાના કલેક્ટરના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ચાર પુરુષ, ચાર મહિલાઓ અને એક બાળકોનો સમાવેશ થાય છે.

આ આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તેમાં ચાર હેલિકૉપ્ટર અને 14 કમાન્ડોને સામેલ કરવામાં આવ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ આગમાં 36 વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાના અહેવાલ છે.

આ વિદ્યાર્થીઓ કુરનગની હિલ સ્ટેશન પર ટ્રેકિંગ માટે ગયા હતા અને જંગલની આગના કારણે ત્યાં ફસાઈ ગયા છે.

આ ઘટનાને લઈને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ઘણા ટ્વીટ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બચાવવાનું અભિયાન ચાલુ છે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને વધારે માહિતી આપી છે કે કોઇમ્બતુરથી બચાવ અભિયાન માટે દસ કમાન્ડોને મોકલ્યા છે.

બચાવ અભિયાન વિશે રક્ષા મંત્રીએ કહ્યું હતું કે આગ પર કાબૂ મેળવવા માટે બે વિમાન પણ મોકલાયાં છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રીના અનુરોધ બાદ તેમણે દક્ષિણ ક્ષેત્રના અધિકારીઓને બધાં જ ફસાયેલા વિદ્યાર્થીઓની મદદનો આદેશ આપ્યો છે.

ત્યારબાદ નિર્મલા સીતારમણે તમિલ ભાષામાં પણ ઘણાં ટ્વીટ કર્યાં. જો કે, સેના દ્વારા મધ્યપ્રદેશમાં બોરવેલથી બચાવી ગયેલા બાળકનો ઉલ્લેખ પણ કર્યો.

તેમણે ટ્વીટ કરી, ''તમિલનાડુના થેની જિલ્લામાં જ્યારે અમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યા હતા તેવામાં ભારતીય સેનાએ મધ્યપ્રદેશના દેવાસમાં 40 ફૂટ બોરવેલમાં પડેલા એક બાળકને બચાવી લીધો છે. આ અભિયાન કાલથી ચાલુ હતું.''

થેનીમાં સ્થાનીય મીડિયાનું કહેવું છે કે બચાવ અભિયાનમાં સામાન્ય જનતા પણ કર્મચારીઓની મદદ કરી રહી છે.

થેની જિલ્લાના દમકલ ફાયર વિભાગના અધિકારી થેન્નારાસૂએ બીબીસીને કહ્યું, ''વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે અહીં આવ્યા હતા. તેઓ ચેન્નાઈની એક પ્રાઇવેટ ટ્રેનિંગ ક્લબ દ્વારા અહીં આવ્યાં હતાં.''

તેમણે જણાવ્યું કે, “અંધારુ હોવાના કારણે બચાવ અભિયાનમાં બાધા આવી રહી છે, પરંતુ મેડિકલ ટીમ ત્યાં હાજર છે. આગ પ્રાકૃતિક નથી.”

બીબીસી સાથે વાત કરતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિજયભાસ્કરે જણાવ્યું કે 12 લોકોને બચાવવામાં આવ્યાં છે.

આ ઘટનાથી બચીને આવેલી વિજયલક્ષ્મી કહે છે, “અમે ચૈન્નાઈના એક ટ્રેનિંગ ક્લબ મારફતે ત્યાં ગયાં હતાં. જેમાંથી અમૂક લોકો ત્યાં ફસાઈ ગયા છે. હું પણ દાઝી છું. અમે પહાડ પરથી કૂદીને ભાગ્યાં હતાં. જે ભાગી ના શક્યાં તેઓ ત્યાં ફસાયેલા છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો