વડાપ્રધાનના વતન વડનગર દલિતની આત્મહત્યા 3 શિક્ષકો સામે ફરિયાદ

ઇમેજ સ્રોત, Gujarat Tourism
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર નજીકના શેખપુર ગામમાં એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક તરીકે કામ કરનારા મહેશભાઈ ચાવડાએ કથિત આત્મહત્યા કરી છે.
આરોપ છે કે, શાળાના ત્રણ શિક્ષકોના શોષણથી કંટાળીને મહેશભાઈ ચાવડાએ આત્મહત્યા કરી. પોલીસે છઠ્ઠી ફેબ્રુઆરીની સાંજે શેખપુર ગામના એક કુવામાંથી મહેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસે જણાવ્યું છે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના આરોપ હેઠળ શાળાના ત્રણેય શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યા અનુસાર આ જ શાળામાં મૃતકની પત્ની ઇલાબેન મધ્યાહ્ન ભોજન બનાવવાનું કામ કરે છે.

ઇમેજ સ્રોત, AFP
મહેસાણા જિલ્લાના પોલીસ સુપિરન્ટેન્ડેન્ટે બીબીસીને જણાવ્યું, "સુપરિન્ટેન્ડેન્ટ કક્ષાના અધિકારી આ મામલાની તપાસ કરશે. એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી થાય."
મહેશના નાના ભાઈ પીયૂષ વ્યાસે કહ્યું કે તેમણે વહિવટી તંત્ર પાસે ત્રણ માંગણી કરી છે. તે તમામ જિલ્લા વહિવટી તંત્રએ માની લીધી છે.
તમને આ વાંચવું પણ ગમશે:
આ માંગણીઓમાં 35 વર્ષનાં ઇલાબેનને સરકારી નોકરી આપવાનો અને પરિવારને તાત્કાલિક આર્થિક મદદ આપવાની બાબત સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર મહેશભાઈની દીકરીની સ્કૂલ બેગમાંથી આત્મહત્યાનો પત્ર મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આ પત્રમાં લખ્યા અનુસાર છેલ્લા એક-દોઢ વર્ષમાં શાળાના ત્રણ શિક્ષકો મહેશભાઈને સતત હેરાન કરી રહ્યા હતા. પોલીસે આ શિક્ષકો મોમિન હુસેન અબ્બાસ, અમાજી અનારજી ઠાકોર અને વિનોદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપવાનો અને દલિત ઉત્પીડનના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે.
આક્ષેપ છે કે, આ શિક્ષકો મહેશભાઈ સાથે ભેદભાવ કરતા હતા. તેમને નાસ્તો લેવા મોકલતા હતા અને તે માટે પૈસા નહોતા આપતા. જો એ નાસ્તો ન લાવે તો તેમને હેરાન કરવામાં આવતા હતા.
મહેશભાઈનો પગાર મહિને 1600 રૂપિયાનો હતો, જ્યારે તેમની પત્નીને દર મહિને 1400 રૂપિયાનું વેતન મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














