MRI મશીને ગુજરાતી યુવકનો ભોગ લીધો, જાણો શું છે આ મશીન?

ઇમેજ સ્રોત, AFP
મુંબઈની એક હૉસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની છે. સામાન્ય રીતે શરીરની તપાસ કરનારા MRI મશીને અહીં એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે.
હૉસ્પિટલના MRI રૂમમાં 32 વર્ષની એક વ્યક્તિના શરીરમાં જરૂર કરતાં વધુ લિક્વિડ ઑક્સિજન દાખલ થતાં મૃત્યુ નિપજ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મધ્ય મુંબઈની એક સરકારી હૉસ્પિટલમાં ગુજરાતી મૂળના રાજેશ મારુ સાથે આ ઘટના ઘટી.
ઘટનાને પગલે ડૉક્ટર, વૉર્ડ બૉય અને મહિલા ક્લિનર વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ એક અધિકારીનં ટાંકીને જણાવ્યું કે, મૃતક પોતાના એક સંબંધીને MRI સ્કૅન કરાવવા માટે હૉસ્પિટલ લાવ્યા હતા.
ડૉક્ટર્સના નિર્દેશો અનુસાર, સ્કૅન માટે દર્દીને MRI રૂમમાં લઈ જવાયા હતા. ત્યારે ઑક્સિજન સિલિન્ડર લીક થતાં આ ઘટના ઘટી હતી.


ઇમેજ સ્રોત, AFP
અહીં ઑક્સિજન લિક્વિડ ફૉર્મમાં હતો, એટલે તે ઘાતક નિવડ્યો થયો. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકના શરીરમાં વધુ પડતો ઑક્સિજન જતો રહ્યો હતો. જેને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.
ઘટનામાં દર્દીને કોઈ ઇજા નથી પહોંચી. જોકે, હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર બિનામાં રાજેશનું મૃત્યુ કઈ રીતે થયું એ બાબત પણ ચોંકાવનારી છે.
દર્દી માટે તેઓ ઑક્સિજન સિલિન્ડર લઈને રૂમમાં પ્રવેશ્યા હતા અને એ જ તેમના મૃત્યુનું કારણ બન્યું.
સિલિન્ડર ધાતુનું બનેલું હોય છે. MRI મશીનની સ્ટૉરિંગ મૅગ્નેટિક ફિલ્ડમાં તેને લઈને પ્રતિક્રિયા સર્જાઈ અને મશીને બળપૂર્વક રાજેશને પોતાની તરફ ખેંચ્યા.
ત્યાં હાજર સ્ટાફે રાજેશને બચાવવા માટે પ્રયાસ કર્યા પણ રાજેશના હાથ સિલિન્ડરની અંદર જ ફસાઈ રહ્યા. જેને કારણે સિલિન્ડર લીક થઈ ગયું.
તમને આ પણ વાંચવું ગમશે

MRI શું છે?

ઇમેજ સ્રોત, AFP
MRIનો અર્થ થાય છે 'મૅગ્નેટિક રેસોનેસ ઇમર્જિંગ સ્કૅન મશીન'. શરીરના ભાગોને સ્કૅન કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
મશિન મૅગ્નેટિક ફિલ્ડ પર કામ કરે છે અને એવી રીતે એક્સ-રૅ અને સી.ટી સ્કૅનથી અલગ હોય છે.
રેડિયોલૉજિસ્ટ ડૉ. સંદીપે બીબીસી સંવાદદાત્તા સરોજ સિંહને જણાવ્યું, ''શરીરના જે જે ભાગમાં હાઇડ્રૉજન હોય છે એ એ ભાગોમાં 'સ્પિન' થવાને કારણે એક ઇમેજ ઊભી થતી હોય છે.'
આ 'હાઇડ્રૉજન સ્પિન' થકી શરીરની મુશ્કેલીઓ જાણી શકાતી હોય છે.

MRI સ્કૅનમાં શું કરવામાં આવે?

ઇમેજ સ્રોત, AFP
MRI સ્કૅનર એક સિલિન્ડર જેવું મશીન હોય છે. જે બન્ને તરફથી ખુલ્લું હોય છે.
તપાસ કરનારી વ્યક્તિને મોટરાઇઝ્ડ બૅડ પર સુવડાવવામાં આવે છે. જેને મશીનની અંદર લઈ જવામાં આવે છે.
જોકે, શરીરની તપાસ કરવા માટે બનેલું આ મશીન ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
રૂમમાં પ્રવેશતી વખતે પણ એ બાબત સુનિશ્ચિત કરાતી હોય છે કે દર્દી પાસે ધાતુની કોઈ વસ્તુ ના હોય.
જો શરીર પાસે કોઈ સ્ક્રૂ કે શાર્પનેલ જેવી વસ્તુ હોય તો એ જોખમી સાબિત થઈ શકે છે.
ધાતુ મૅગ્નેટને બહુ તેજ ગતિથી ખેંચે છે અને શરીરના અંગોને ગંભીર ઈજા થઈ શકે છે.

MRI સ્કૅન પહેલાં શું કરવું?

હૉસ્પિટલમાં જેનું સ્કૅન કરાવાનું હોય એનાં સ્વાસ્થ્ય અને મેડિકલ અંગેની જાણકારી માગવામાં આવતી હોય છે.
આ જાણકારીની આધારે દર્દીનું સ્કૅન કરવું કે કેમ એ નિર્ણય લેવાતો હોય છે.
MRI સ્કૅનર મૅગ્નેટીક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. એટલે દર્દીના શરીરમાં મેટલની કોઈ પણ પ્રકારની વસ્તુ ના હોવી જોઈએ.
આમા આ પ્રકારની વસ્તુઓ ઘડિયાળ, ઘરેણાં, નથણી, ધાતુના નકલી દાંતનો સમાવેશ થાય છે.
ઉપરાંત વિગનો પણ સમાવેશ થાય છે કેમ કે, એમા પણ ધાતુના અંશ હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












