You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગણતંત્ર દિવસે રાજપથ પર શક્તિ અને સંસ્કૃતિનું પ્રદર્શન
ભારત પોતાના 69મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગાને સલામી આપી અને વીરતા પુરસ્કાર એનાયત કર્યા હતા.
તેમણે વાયુસેનાના ગરુડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા.
આ સન્માન શાંતિના સમયે અપાતું દેશનું સૌથી મોટું સૈન્ય સન્માન છે.
ત્યારબાદ પરેડની શરૂઆત થઈ કે જેમાં રાષ્ટ્રપતિ ગોવિંદે ત્રણેય સેનાની સલામી લીધી હતી.
પરેડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ કર્યું હતું, જ્યારે તેના ઉપ કમાન્ડર રાજપાલ પુનિયા હતા.
તેમની પાછળ પરમવીર ચક્ર અને અશોક ચક્રથી સન્માનિત સૈનિક અને તેમની પાછળ આસિયાન દેશોની ટીમ આવી.
આ દરમિયાન ભારતે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું. તેમાં 90 ભીષ્મ ટેંક, BMP બે બ્રહ્મોસ મિસાઇલ પ્રણાલી, સ્વદેશી રડાર સ્વાથિ, BLT ટેંક 72, બૉલવે મશીન પિકાટે, આકાશ હથિયાર પ્રણાલી વગેરેને પ્રદર્શિત કરાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
61મી કૈવલરી, પંજાબ રેજિમેન્ટ, મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી, ડોગરા રેજિમેન્ટ, લદ્દાખ સ્કાઉટ્સ, રેજિમેન્ટ ઑફ આર્ટિલરી અને 123 ઇન્ફેન્ટ્રી બટાલિયન, અર્ધસૈનિક બળની સાથે સાથે ઊંટ, ભારતીય તટ રક્ષક, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટીયન સીમા પોલીસ, દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય કેડેટ કોર અને રાષ્ટ્રીય સેવા યોજનાના દળ પણ પરેડમાં સામેલ થયા હતા.
પરેડમાં દેશની બહુરંગી સંસ્કૃતિની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્યો અને મંત્રાલયો સહિત 23 ઝાંખીઓએ રાજપથનની શાનમાં વધારો કર્યો હતો.
BSFનાં મહિલા જવાનોએ બાઇક પર પોતાનાં કરતબ બતાવ્યાં હતાં.
10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ મુખ્ય અતિથિ
પહેલી વખત ગણતંત્ર દિવસના સમારોહમાં એક કરતા વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આસિયાન દેશો થાઇલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન્ઝ, સિંગાપોર, મ્યાન્માર, કમ્બોડિયા, લાઓસ અને બ્રુનાઈના રાષ્ટ્રાધ્યક્ષ ગણતંત્ર દિવસના સમારોહ દરમિયાન વિદેશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા.
સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો