દોઢ વર્ષથી ગુમનામ રહેનાર હની સિંહ તેમના પરિવારથી પણ ડરતો હતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
'દારૂ ચલી હૈ તો દૂર તક જાએગી, દિલ ચોરી સાડા હો ગયા કિ કરીએ.'
લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાથી દૂર રહેલા હ્રદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ પોતાના જૂના અંદાજમાં પરત ફર્યા છે.
'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' ફિલ્મમાં હંસ રાજ હંસના ગીત 'દિલ ચોરી હો ગયા સાડા'થી હની સિંહ પરત ફર્યા છે.
હની સિંહનો જલવો એ વાતથી સમજી લો કે આ ગીત યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
આગામી દિવસોમાં હની સિંહના હજુ પણ કેટલાંક નવાં ગીત લોકોની સામે આવશે.
હાલ તો આ ગીતને હની સિંહનું 'કમબેક' કહેવામાં આવી રહ્યું છે.

સંગીતથી કેમ દૂર રહ્યા હની સિંહ?

ઇમેજ સ્રોત, TSERIES
વીસ હજાર લોકોની સામે ગીત ગાવા વાળા હની સિંહ ચાર-પાંચ લોકોની સામે આવવા માટે પણ ડરવા લાગ્યા હતા. તેનું કારણ હતું બાયપોલર ડિસઑર્ડર.
બાયપોલર ડિસઑર્ડર તણાવનું એક સ્વરૂપ છે. પોતાના પર શંકા, ઉદાસી, ઊંઘમાં તકલીફ, બેકાબૂ થઈ જવું અને લોકોની ભીડથી ડર લાગવો. આ બીમારીનાં કેટલાંક લક્ષણો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિવેચકોએ જણાવ્યું છે કે હની સિંહની બીમારીનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ છે અથવા તો હનીને સફળતા પચી નથી.
છેલ્લાં લગભગ બે વર્ષોથી હની સિંહ પર આવા જ આરોપ લાગ્યા છે અને હની સિંહ ચૂપ રહ્યા છે.
ગત વર્ષે હની સિંહે બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલ્લા મને વાત કરી હતી.

પોતાની બિમારી વિશે શું બોલ્યા હતા હની સિંહ?

ઇમેજ સ્રોત, TWITTER/HONEY SINGH
- છેલ્લા કેટલાક મહિના મારા જીવનના સૌથી ખરાબ મહિના રહ્યા છે. હું કોઈની સાથે વાત કરવા માગતો ન હતો. મારી આ હાલતને કેટલાક લોકોએ ડ્રગ્સના ઓવરડોઝ સાથે જોડી.
- અફવાઓ એવી પણ ફેલાઈ કે હું રિહેબ સેન્ટર (પુનર્વાસ કેન્દ્ર)માં રહ્યો પરંતુ સાચી વાત એ છે કે હું મારા નોઇડા સ્થિત ઘરમાં હતો.
- સત્યતા એ છે કે મને બાયપોલર ડિસઓર્ડર થયો હતો. આ બીમારી દરમિયાન મેં ચાર ડૉક્ટર બદલ્યા પણ હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.
- ખરી વાત એ છે કે હું બાયપોલર છું અને વધારે દારૂ પણ પીવું છું, તેનાંથી મારું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું હતું.
- મારા પર દવાઓની અસર થતી ન હતી. એક સમયે મને એવું લાગ્યું કે હું અંધારામાંથી ક્યારેય બહાર જ નીકળી નહીં શકું.
- ઊંઘની ગોળીઓ ખાધા બાદ પણ મને ઊંઘ આવતી નહીં. મારા મા મને જોઈને રડતાં હતાં.
- આ દરમિયાન મેં 50થી 60 કવિતાઓ લખી. એ ખુલ્લી શાયરી જેવી છે. હું તેમને ગીતમાં પરિવર્તિત કરી શકતો નથી.
- સ્ટારડમ ખોઈ દેવાનો મને કોઈ ડર નથી. મને બસ મારી જાતને ખોઈ દેવાનો ડર રહેતો હતો.
- સૂર્યાસ્ત થતાં જ હું મારા પરિવારથી પણ ડરવા લાગતો હતો. હજુ પણ એક ડૉક્ટર મારો ઇલાજ કરે છે.
- શાહરૂખ સાથે મારા ઝઘડાના સમાચાર પણ ખોટા છે. સાચી વાત તો એ છે કે હું બિમાર હતો, ત્યારે શાહરૂખ ભાઈએ મને ફોન પણ કર્યો હતો.
- તેઓ ન માત્ર સારા અભિનેતા છે પણ સારા માણસ પણ છે.

'કવિ' હની સિંહ

ઇમેજ સ્રોત, Getty Images
હ્રદેશ સિંહનો જન્મ પંજાબના હોશિયારપુરમાં 15 માર્ચ 1983ના રોજ થયો હતો. તેમણે બ્રિટનની ટ્રિનિટી સ્કૂલમાંથી સંગીતની શિક્ષા મેળવી હતી.
હની સિંહનો પહેલો સત્તાવાર આલ્બમ વર્ષ 2005માં આવ્યો હતો.
પરંતુ હની સિંહનું નામ લોકોના મોઢા પર તો એ પહેલા જ ચઢી ગયું હતું.
તે પણ એ ગીતોના માધ્યમથી જેમને હની સિંહે ક્યારેય પોતાના નથી માન્યા.
હની સિંહના હિંદી-અંગ્રેજી અને પંજાબી મિશ્રણ વાળા કવિને ઓળખ મળી 'બ્રાઉન રંગ' ગીતથી.
2016માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "મેં જ્યારે 'બ્રાઉન રંગ' લખ્યું તો જસ્સી સિદ્ધુ અને દલજીત દોસાંજને એ ગીત ગાવા કહ્યું.
"બન્નેએ ગીતને ગાવાની ના કહી દીધી. દલજીતે કહ્યું મારી પાસેથી કંઈક ભાંગડા ટાઇપ કરાવી લો. આ ન કરાવો. ત્યારે મેં કહ્યું કે આ ગીતને હું જ ગાઈશ."
હની સિંહ જોરાવર, એક્સપોઝ સહિત ઘણી ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા છે. પણ એ ફિલ્મોને સફળતા મળી નથી.

હની સિંહના નામમાં યો-યો કેમ છે?

ઇમેજ સ્રોત, TWITTER/HONEY SINGH
હની સિંહના નામની આગળ યો-યો લખાય છે. યો-યો એક ચીની રમકડું પણ છે.
પણ હની સિંહના નામની આગળ યો-યો જોડાવાની કહાણી રસપ્રદ છે.
આ નામ તેમને એક અમેરિકી મિત્ર પાસેથી મળ્યું છે.
એક સામાન્ય ભારતીય નાગરિક જ્યારે અંગ્રેજી નથી બોલી શકતો, ત્યારે પણ તે 'યા-યા' બોલી શકે છે.
આ જ ઍક્સન્ટના કારણે હની સિંહના મિત્ર તેમને 'યો-યો' કહેવા લાગ્યા.
હની સિંહ આ નામની વધુ એક કહાણી બતાવે છે. "યો-યોનો મતલબ છે તમારો પોતાનો. એટલે કે તમારા પોતાના હની સિંહ."
વર્ષ 2014માં હની સિંહ એક રિયાલિટી શો 'ઇન્ડિયા રૉ સ્ટાર'માં જજ તરીકે જોવા મળ્યા હતા.
પરંતુ આ શોમાં તેઓ વધુ દિવસ કામ કરી શક્યા ન હતા અને કાર્યક્રમ પણ અચાનક બંધ થઈ ગયો હતો. કહેવામાં આવે છે કે આમ તેમના ડિસૉર્ડરના કારણે થયું હતું.
હની સિંહના પ્રશંસકો વચ્ચે આ કાર્યક્રમની એક અલગ યાદ છે. કેમ કે આ કાર્યક્રમમાં જ પહેલી વખત હની સિંહના પત્ની શાલિનીને લોકોએ જોયાં હતાં.
હની સિંહે શાલિનીને લોકોને મળાવતા કહ્યું હતું, "આજે એ છોકરી આવી છે, જેણે મને સૌથી વધુ પ્રેમ કર્યો છે અને મારો સાથ આપ્યો છે."

ઇમેજ સ્રોત, TWITTER/HONEY SINGH
હની સિંહે ઘણા ગીત આઈ-ફોનમાં પણ રેકોર્ડ કર્યા છે. 'ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના' ગીતનું રીમિક્સ થોડા સમય પહેલા જ આવ્યું હતું. આ ગીતને હની સિંહની સાથે તેમના માએ પણ લખ્યું હતું.
ગીત સિવાય હની સિંહને કસરત કરવું પણ ખૂબ ગમે છે. તેઓ દિવસના કેટલાક કલાક જિમમાં વિતાવે છે.
ગીત માટે તેઓ પ્રખ્યાત ગ્રેમી એવોર્ડ જીતવા માગે છે.
હવે જ્યારે હની સિંહ પરત ફરી રહ્યા છે, તો જો ભૂતકાળનાં પન્નાને યાદ રાખવામાં આવે તો શક્ય છે કે હની સિંહ પોતાનાં ગીતના શબ્દોના કારણે ફરી ચર્ચાનું કેન્દ્ર બનશે.
સત્યતા એ જ છે કે હની સિંહનો તમે બહિષ્કાર કરી શકો છો, પણ તેમની અવગણના નથી કરી શકતા.
કેમ કે અમિતાભ ભટ્ટાચાર્યએ પણ લખ્યું છે, "ગુલઝારના ગીતોમાં યો યો ઘૂસી ગયા તો રાયતું ફેલાઈ ગયું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












