You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી VS ભાજપ: સોશિઅલ શું કહે છે?
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ ઉપરાંત હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકર અને જિગ્નેશ મેવાણી તરફથી પણ ટક્કર અપાઈ રહી છે.
અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. હાર્દિક અને જિગ્નેશનો કોંગ્રેસ તરફી ઝુકાવ પણ ચર્ચામાં છે.
ત્યારે આ ત્રણેય યુવા નેતાઓના કોંગ્રેસ તરફી વલણથી ભાજપને કેવી મુશ્કેલી પડશે?
બીબીસી ગુજરાતીએ 'કહાસુની' અંતર્ગત આ અંગે લોકોનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.
શું કહી રહ્યાં છે લોકો?
અરવિંદ વેકરીયા નામના યુઝરનું કહેવું છે કે ''ભાજપને 100% મુશ્કેલી પડશે. 1 લાખ ટકા મુશ્કેલી પડશે. 1 કરોડ ટકા મુશ્કેલી પડશે.''
પટેલ ધનસુખનું કહેવું છે, ''કોંગ્રેસ પાસે કોઈ સારો નેતા નથી અને એટલે જ તેને આ ત્રણેયની જરૂર પડી છે.''
મુક્તેશ કે. જાનીનું કહેવું છે, ''આ ત્રણેય (હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ) ગુજરાતની બહુમતી જનતાનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમનો કોંગ્રેસ તરફી ઝુકાવ ભાજપ માટે મુશ્કેલી સર્જશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિયુષ કુંડલિયાનું માનવું છે, ''જો આ ત્રણેયએ કોંગ્રેસ તરફી ઝુકાવ ના બતાવ્યો હોત તો ચોક્કસથી ભાજપને મુશ્કેલી પડત.''
તેમના મતે યુવા નેતાઓના આ વલણનો ફાયદો અમિત શાહ ઉઠાવશે.
હેતલ રાજપૂતનું માનવું છે, ''લોકો હવે જાણી ગયા છે કે ત્રણેયના પ્રદર્શનો પાછળ કોણ હતું.''
સદાનંદ ગિરિનું કહેવું છે, ''લોકો હવે કોંગ્રેસને સમજી ચૂક્યા છે.''
રાજ રામાણીના મતે ''આ ત્રણેય નેતાને કારણે ભાજપને ફાયદો થશે કારણ કે બધી જ જ્ઞાતિઓ ભાજપ તરફી થઈ ગઈ છે.''
વિક્રમ ગઢવીનું માનવું છે કે, ''આમ કરીને કોંગ્રેસ જાતિવાદને પ્રોત્સાહન આપી રહી છે.''
'ગુજરાત બાયો' નામના યુઝર મતોનું ગણિત સમજાવતા કહે છે કે,
તો આ દરમિયાન ચિરાગ ગામિત ભાજપ પર મતોના ધ્રૂવીકરણનો આરોપ લગાવતા કહે છે કે,
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો