You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ: તમારા પતિ માટે તમે કેટલી હદ પાર કરશો? #TwinkleKhanna
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વાત સીતા અને તેમના એ નિર્ણય વિશે નથી, જેમાં તેમણે પતિના 14 વર્ષના વનવાસમાં તેમની સાથે જંગલમાં રહેવાનું પસંદ કર્યું હતું.
આ વાત આજના જમાનાની મહિલા વિશે પણ નથી, જે લગ્ન બાદ પતિની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને શહેર બદલવા તૈયાર થઈ જાય છે અથવા તો નોકરી છોડી દે છે.
આ વાત આ પાર કે તે પારની નથી. બ્લેક ઍન્ડ વાઇટની નથી. આ મામલો જ ગંદો છે.
જો એક મહિલાનો પતિ સાર્વજનિક સ્થળ પર કોઈ મહિલા સાથે દુર્વ્યવ્હાર કરે તો પત્ની તરીકે તેણે શું કરવું જોઇએ?
તમને આ પણ વાંચવું ગમશે
બાદમાં જો મહિલા તેને 'હળવી મજાક' ન માને અને કહ્યું કે, આ પ્રકારની હરકતોથી 'અમે અસહજતા અનુભવીએ છીએ અને અમે તેનાથી નફરત કરીએ છીએ."
તે મહિલાના પિતા નારાજ થઈને એ પતિને 'ક્રેટિન' એટલે કે મૂર્ખ કહ્યો.
શું એ પત્ની શરમ અનુભવશે અને પોતાના પતિને માફી માગવા સમજાવશે? કે પછી તે પત્નીએ એ મહિલાની જ મજાક ઉડાવવી જોઈએ ?
જો છેલ્લાં કેટલાંક દિવસોમાં સોશિઅલ મીડિયા પર છેડાયેલી ચર્ચાથી તમે અજાણ છો તો જણાવી દઉં કે જે પતિની વાત થઈ રહી છે તે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર છે અને તે મહિલા છે કૉમેડિયન મલ્લિકા દુઆ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ટીવી શોમાં જ્યારે મલ્લિકા દુઆ એક કલાકારના 'એક્ટ'ના વખાણ કરતા ઘંટી વગાડવા માટે આગળ વધ્યા, તો અક્ષય કુમારે કહ્યું, "મલ્લિકા જી, આપ યે ઘંટી બજાઓ, મેં આપકો બજાતા હૂં".
મહિલાનું અપમાન કરતી આ ટિપ્પણી પર મલ્લિકા અને તેમનાં પિતા સહિત ઘણાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી પણ અક્ષય કુમારે મૌન રહેવાનો નિર્ણય લીધો.
અક્ષયના બદલે તેમના પત્ની ટ્વિંકલ બોલ્યાં અને પતિની વાતને મજાક કહી દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ થતો રહે છે, તેમ કહીને વાતને ટાળી દીધી હતી.
આ વાંચતા-વાંચતા તમે હસી રહ્યાં છો ને? કેમ કે તમે જાણો છો કે અક્ષય કુમારનો શું મતલબ હતો.
આપણે બધા જાણીએ છીએ કે બોલચાલની ભાષા કેવી હોય છે અને શબ્દોનો જે સમયે અને જે હેતુ સાથે ઉપયોગ કરવામાં આવે છે તેનાથી તેનો મતલબ કેવી રીતે બદલાય જાય છે.
તો પછી ટ્વિંકલ ખન્ના એ કેમ જોઈ નથી શકતાં? તેમણે કેમ આ વાતની અવગણના કરવાનો નિર્ણય લીધો?
તેઓ એ કેમ નથી સમજતા કે આપણે જેટલી વખત મહિલાઓના સન્માનને ઘટાડતા ગંદા મજાકની અવગણના કરવાનું કહેવામાં આવે છે, તેટલી જ વખત આપણે પ્રોત્સાહન આપીએ છીએ કે સમાજ આ પ્રકારની મજાકને સામાન્ય સમજે.
આ બાબત જરા પણ મજાક નથી. ખાસ કરીને જ્યારે એ કામની જગ્યા પર કરવામાં આવી હોય.
જ્યારે એક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરીને મહિલા સહકર્મીનો અનાદર કરે અને બાકી લોકોને પણ આ 'મજાક'નો ભાગ બનવા પ્રેરિત કરે તેને સમજવું મુશ્કેલ છે.
ટ્વિંકલ ખન્ના હંમેશા ખુલ્લા મને પોતાની વાત રજૂ કરે છે, પણ પોતાના પતિની લડાઈ કેમ લડી રહી છે અને એ પણ 'ખોટા પક્ષ'થી?
પતિની કૉમેન્ટને 'મજાક' ઠેરવતું તેમનું પ્રથમ ટ્વીટ જ પરેશાન કરવાનારું હતું. ટ્વિંકલ ત્યાં જ ન અટક્યાં અને તેમાં પોતાના જૉક્સ પણ ઉમેરી દીધા.
તેમના બીજા ટ્વીટમાં બે જોક્સ હતા, "અક્ષયની પ્રિય કાર કઈ છે? 'બેલ ગાડી' અને અક્ષય કુમાર મસ્જિદ કેમ ગયા? તેઓ થોડી 'દુઆ' સાંભળવાં માગતાં હતાં."
ટ્વીટમાં લખ્યું હતું, "હું આ બન્ને (પોસ્ટ) કરવાથી હું ખુદને રોકી ન શકી, આથી વિશેષ મારે બીજું કંઈ નથી કહેવું #LameJokes."
હું એવા સમાજની હિમાયત નથી કરતી જ્યાં હંમેશા લોકો ગંભીર રહે છે. લોકોની જેમ જૉક્સની મજા માણવાનું મને પણ ગમે છે.
પણ મને એટલી ખુશી છે કે ટ્વિંકલે બીજું કંઈ નથી કહેવું. કેમ કે, તેમણે જે કાંઈ કહ્યું તે ખૂબ જ ગંદી મજાક હતી.
પહેલા તો મહિલાઓના અનાદરને યોગ્ય ગણાવવું, તેના પર ઢાંકપિછેડો કરવો અને પછી એ જ મહિલાની મજાક ઉડાવવી જે 'મજાક'નો ભોગ બની ચૂકી છે.
તમને આ પણ વાંચવું ગમશે
ટ્વિંકલના ટ્વીટ પર આવેલી કૉમેન્ટ્સમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, "જેને અપમાનિત કરવામાં આવી હોય, તેની જ મજાક ઉડાવવી ખૂબ ખરાબ બાબત છે."
"કરવા ચૌથ અને મહિલાઓ સાથે જોડાયેલી રૂઢીવાદી પરંપરાઓ વિશે બોલ્યા બાદ તમે એ નથી જોઈ શકતાં કે આ કેટલું ખોટું છે?"
"બીજી વખત જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર સેક્સિસ્ટ મજાક કરે તો ફરિયાદ ન કરતાં, તમારા માટે મનમાં જેટલું સન્માન હતું તે ચાલ્યું ગયું છે."
"શું આ તમારા લગ્ન બચાવવા માટે છે? લોકોની નજરમાં ઇજ્જત બચાવવા મામલે? કે પછી માનસિક શાંતિ માટે પાર્ટનરના વર્તનની સ્પષ્ટતા શોધવા માટે છે?"
ટ્વિંકલ ખન્નાના મનમાં આ બધા કારણોમાંથી જે પણ હોય, મલ્લિકા દુઆએ તેને મજાક સમજી હળવાશમાં લઈ ટાળી દેવું યોગ્ય સમજ્યું.
તેઓ કહે છે, "જો આ પ્રકારના વર્તનનું નિશાન બનતી દરેક મહિલા તેના વિરોધમાં પોતાનું કામ છોડી દે તો કોઈ મહિલા કામ નહીં કરી શકે."
પણ એ જ તો વાત છે. જો જાતીય શોષણ કરનારા પુરુષ અને તેમને બચાવવા સ્પષ્ટતા રજૂ કરવા આગળ આવતી મહિલાઓનો વિરોધ નહીં કરવામાં આવે તો કંઈ નહીં બદલાય.
મેલો રંગ વધારે ઘટ્ટ બની જશે. ગંદકીમાંથી દુર્ગંધ આવવા લાગશે અને ચૂપ રહીને કામ કરતાં રહેવું અસંભવ બની જશે.
હું લખી નહીં શકું અને તમે વાંચી નહીં શકો. પરિસ્થિતિ એવી ન બની જાય, તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણાં દરેકની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો