You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#NosePinTwitter સાથે યુવકોના નથણી પહેરેલા ફોટોગ્રાફ ટ્રેન્ડિંગ
ટ્વિટર પર હાલ #NosePinTwitter હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુવતીઓ અને મહિલાઓ 'નોઝપીન' એટલે કે નથણી પહેરી તેમની સેલ્ફી પોસ્ટ કરી રહી છે.
આ ટ્રેન્ડમાં કેટલાંક સેલિબ્રિટી પણ જોડાયા છે. તો બીજી તરફ માત્ર યુવતીઓ જ નહીં યુવકો પણ નથણી પહેરી સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે.
@FieryBull નામનું ટ્વિટર હેન્ડલ ધરાવતા યુઝરે નથણીમાં સેલ્ફી ક્લિક કરી જણાવી રહી છે કે તેને હવે આ પ્રકારના સેલ્ફીની આદત પડી ચૂકી છે.
જાણીતા અભિનેત્રી ચિત્રાંગદા સિંઘ પણ આ ટ્રેન્ડમાં જોડાયા છે. પોતે આ ટ્રેન્ડને ખૂબ પસંદ કરી રહ્યા છે તેમ કહી તેઓ નથણીમાં સજ્જ હોય તેવા ફોટોગ્રાફ તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
તો બીજી તરફ @BabuGlocal નામના ટ્વિટર હેન્ડલ પર યૂઝરે નથણી પહેરી સેલ્ફી ક્લિક કરી છે.
@shipra_suman ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી યૂઝર જણાવે છે કે તેમને નથણી ખૂબ જ પ્રિય છે.
દિલ્હીની મહિલાએ શરૂ કર્યું આ હેશટેગ
આ ટ્રેન્ડ દિલ્હીની તન્ઝીલા અનીસ નામની ચોત્રીસ વર્ષીય મહિલાએ શરૂ કર્યો છે.
@aliznat નામના ટ્વિટર હેન્ડલથી આ ટ્રેન્ડ શરૂ કરનારી તન્ઝીલા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "મને નથણી ખૂબ પ્રિય છે અને હું હંમેશા તેને પહેરીને રાખું છું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બહાર નીકળું ત્યારે પણ યુવતીઓ ઘણીવાર મને પૂછતી હોય છે કે મેં નથણી ક્યાંથી ખરીદી છે."
"બાદમાં @NameFieldmtએ મને નથણીની એક ટ્વિટમાં ટેગ કરી #NosePinTwitter હેશટેગ શરૂ કરવાની સલાહ આપી,"
તન્ઝીલાએ 13 ઑક્ટોબરના રોજ ટ્વિટ કરી અન્ય લોકોને સંદેશો આપ્યો હતો કે તેઓ નથણી અને નાકમાં પહેરવાના અન્ય આભૂષણો સાથેના ફોટોગ્રાફ પોસ્ટ કરી #NosePinTwitter હેશટેગનો ઉપયોગ કરે.
"બાદમાં જ્યારે પણ હું નથણી બદલી સેલ્ફી ક્લિક કરતી ત્યારે આ હેશટેગનો ઉપયોગ કરતી. મને વારંવાર નથણી બદલવાની ટેવ છે."
"મારી પોસ્ટ બાદ મેં ટ્વિટર પર અન્ય લોકોને પણ સંદેશો આપ્યો કે તેઓ પણ નાકમાં પહેરવાના વિવિધ આભૂષણો સાથેના તેમના ફોટોગ્રાફ અપલૉડ કરે."
"મને અપેક્ષા નહોતી કે મારી વાતને આટલો પ્રતિભાવ મળશે. આજે સવારથી આ હેશટેગને જેટલો ટ્રેન્ડ મળી રહ્યો છે તે લગભગ અનઅપેક્ષિત હતો. બહોળા પ્રમાણમાં લોકો આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે."
"તેમાં પણ અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે જ્યારે નથણીમાં તેમનો ફોટોગ્રાફ પોસ્ટ કરી આ હેશટેગનો ઉપયોગ કર્યો તે સોનામાં સુગંધ ભળવા સમાન હતું. આ પોસ્ટથી અન્ય યુવતીઓને પણ આત્મવિશ્વાસ મળ્યો છે."
"ટ્વિટર પર આ પ્રકારની પોસ્ટ પરથી જોઈ શકાય છે કે ભારતીય સ્ત્રીઓ ખૂબ સુંદર દેખાઈ શકે તેવા આભૂષણો અને રંગો આપણી પાસે પહેલેથી જ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો