You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનોમાં સામેલ બે યુવકોને ફાંસી કેમ અપાઈ
- લેેખક, એંતોઇનેત રૅડફોર્ડ અને સારા ફૉલર
- પદ, બીબીસી ન્યૂઝ
- ઈરાનની સરકારે સરકારવિરોધી પ્રદર્શનોમાં સામેલ બે યુવકોને સુરક્ષાદળોના એક અધિકારીની હત્યા કરવાનો આરોપસર મોતની સજા આપી છે
- ઈરાનમાં વિરોધપ્રદર્શન શરૂ થયા બાદ ચાર લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂકી છેઅમેરિકાએ આ ન્યાયિક મામલાઓની દેખાડાવાળો ગણાવતાં આકરી નિંદા કરી છે
- ફાંસી અપાયેલા 22 વર્ષના એક યુવાનના પરિવાજનોનું કહેવું છે કે ફાંસી પહેલાં તેમને તેમના પુત્રને મળવાની મંજૂરી પણ નહોતી અપાઈ.
- ઈરાનમાં હાલમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 516 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 70 બાળકો પણ સામેલ છે
ઈરાનની સરકારે તાજેતરના સરકારવિરોધી પ્રદર્શનોમાં સામેલ બે યુવકોને મોતની સજા ફટકારી છે. તેમના પર ઈરાની સુરક્ષાદળોના એક અધિકારીની હત્યા કરવાનો આરોપ હતો.
મહમદ મહદી કરીમી અને સૈયદ મહમદ હોસૈની નામના આ બે યુવકોએ સજા વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. આ અરજીમાં તેમણે કહ્યું હતું કે તેમને યંત્રણા આપ્યા બાદ ગુનાનું કબૂલાતનામુ લઈ લેવામાં આવ્યું હતું.
બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ ઈરાન સરકારના આ પગલાને 'ઘૃણાસ્પદ' ગણાવ્યું છે. નોંધનીય છે કે ઈરાનમાં વિરોધપ્રદર્શન શરૂ થયા બાદ અત્યાર સુધી ચાર લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂકી છે.
થોડા મહિના પહેલાં ઈરાનમાં મોરાલિટી પોલીસે મહસા અમીની નામનાં મહિલાની હિજાબ ન પહેરવાનાં આરોપમાં અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં તેમનું મોત થયું હતું.જેના પગલે ઈરાનમાં વ્યાપક વિરોધ થયો જે હજુ સુધી સંપૂર્ણપણે શમ્યો નથી.
શું છે સમગ્ર મામલો?
આ પગલાને લઈને ઈરાન સરકારને પશ્ચિમી દેશોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાથી લઈને બ્રિટન અને તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ ઘટનાની નિંદા કરી છે.
બ્રિટિશ વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ ઈરાન સરકારને આગ્રહ કર્યો છે કે તેઓ તેમના લોકો સામે હિંસા બંધ કરે. આ સાથે યુરોપિયન યુનિયને કહ્યું છે કે તે પ્રદર્શનકારીઓને ફાંસીની સજા સંભળાવવા પર આશ્ચર્યચકિત છે. તો અમેરિકાએ આ ન્યાયિક મામલાઓને ‘દેખાડા’ ગણાવતાં આકરી નિંદા કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે ટ્વિટર પર લખ્યું, "ઈરાન સરકાર ફાંસીઓ આપીને વિરોધને કચડી નાખવા માંગે છે. અમે ઈરાન સરકારને તેમના બર્બર દમન માટે, તેમની જવાબદારી નક્કી કરવા માટે અમારા ભાગીદારો સાથે કામ કરતા રહીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાથી બ્રિટન સુધી નિંદા
આ પગલાને લઈને ઈરાન સરકારને પશ્ચિમી દેશોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાથી લઈને બ્રિટન અને તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ ઘટનાની નિંદા કરી છે.
બ્રિટિશ વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ ઈરાન સરકારને આગ્રહ કર્યો છે કે તેઓ તેમનાં લોકો સામે હિંસા બંધ કરે. આ સાથે યુરોપિયન યુનિયને કહ્યું છે કે તે પ્રદર્શનકારીઓને ફાંસીની સજા સંભળાવવા પર આશ્ચર્યચકિત છે.
તો અમેરિકાએ આ ન્યાયિક મામલાઓની દેખાડાવાળો ગણાવતા આકરી નિંદા કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે ટ્વિટર પર લખ્યું, "ઈરાન સરકાર ફાંસીઓ આપીને વિરોધને કચડી નાખવા માંગે છે. અમે ઈરાન સરકારને તેમના બર્બર દમન માટે તેમની જવાબદારી નક્કી કરવા માટે અમારા ભાગીદારો સાથે કામ કરતા રહીશું."
ઈરાનમાં વિરોધપ્રદર્શન
માનવાધિકાર સંગઠન ‘ઍમ્નેસ્ટી ઈન્ટરનેશનલે’ પણ આ કેસની નિંદા કરી છે અને ‘બનાવટી ટ્રાયલ’ ગણાવ્યો છે.ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એમ પણ કહ્યું કે ઈરાની સત્તાવાળાઓ ઓછામાં ઓછા 26 અન્ય લોકોને મૃત્યુદંડની માંગ કરી રહ્યા હતા.
22 વર્ષીય મહદી કરીમીના પરિવારજનોનું કહેવું છે કે ગયા શનિવારે ફાંસી આપવામાં આવી તે પહેલા તેમને તેમના પુત્રને મળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.
કરીમીના પરિવારે કોર્ટમાં તેમના પુત્રની મૃત્યુદંડની સજા માફ કરવા અપીલ કરી હતી. હ્યુમન રાઈટ્સ ઍક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 516 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 70 બાળકો પણ સામેલ છે. આ સાથે 19262 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ એજન્સીએ એ પણ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 68 સુરક્ષાકર્મીઓનાં મૃત્યુ થયાં છે.
વિરોધપ્રદર્શન પછી અટકાયતમાં લેવામાં આવેલા ઘણા લોકોને બળજબરીથી ગાયબ કરવાની સાથે, અજ્ઞાત સ્થળોએ રાખવાના અને ત્રાસ આપવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
ઈરાન આ વિરોધપ્રદર્શનોને રમખાણો ગણાવે છે અને વિદેશી શક્તિઓ પર તેની ઉશ્કેરણીનો આરોપ મૂકે છે.આ કેસમાં અન્ય ત્રણ લોકોને પણ ફાંસીની સજા આપવામાં આવી છે. સાથે જ 11 લોકોને જેલની સજા સંભળાવવામાં આવી છે.