પ્રોજેક્ટ ફાયરવૉલ : અમેરિકાના H-1B વિઝાધારકોની ચિંતા વધારી દેતી ડોનાલ્ડ ટ્રમ્પની નવી યોજના શું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના H-1B વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વધુ એક પગલાની જાહેરાત કરી છે જેનાથી H-1B વિઝાધારકોની ચિંતા વધી જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે H-1B વિઝા પ્રોગ્રામનો કથિત દુરુપયોગ રોકવા માટે એક એવી યોજના જાહેર કરી છે. જેમાં H-1B મેળવતી કંપનીઓની તપાસ કરવામાં આવશે અને તેઓ વિઝાની શરતોનો ભંગ કરે છે કે નહીં તે જાણવામાં આવશે.

કંપનીઓ વાંકમાં હશે તો તેમને આકરો દંડ થઈ શકે છે.

ટ્રમ્પ સરકારે આને 'પ્રોજેક્ટ ફાયરવૉલ' નામ આપ્યું છે. અહીં આ પ્રોજેક્ટ ફાયરવૉલ શું છે અને ભારતીયો પર તેની કેવી અસર પડી શકે તેની વાત કરી છે.

ઇમિગ્રેશન ઍડ્વોકેસી ગ્રૂપ fwd.usને ટાંકીને ટાઇમ મૅગેઝિન લખે છે કે હાલમાં લગભગ 7.30 લાખ લોકો અમેરિકામાં H-1B વિઝા પર છે અને તેની સાથે તેમના લગભગ સાડા પાંચ લાખ આશ્રિતો પણ યુએસમાં છે.

'પ્રોજેક્ટ ફાયરવૉલ' વિશે અમેરિકન સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, U.S. Department of Labor/X

ઇમેજ કૅપ્શન, લેબર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે એચ-1બી વિઝાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.

અમેરિકાના ટૅક્નૉલૉજી સેક્ટરમાં તથા બીજા ઉચ્ચ કુશળતાના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભારતીયો H-1B વિઝા પર કામ કરે છે.

કંપનીઓ કોઈ વિદેશીને કામ પર રાખવા માંગે ત્યારે તેના H-1B વિઝા માટે અરજીઓ કરતી હોય છે. H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 85,000 છે જ્યારે તેની ડિમાન્ડ ઘણી વધારે હોય છે. તેથી વિઝાની ફાળવણી લૉટરીના આધારે થાય છે.

H-1B વિઝા માટે કેટલીક કંપનીઓ ગેરરીતિ અજમાવતી હોવાની ફરિયાદ મળી હોવાથી ટ્રમ્પ સરકારે 'પ્રોજેક્ટ ફાયરવૉલ' શરૂ કર્યો છે.

અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે 20 સપ્ટેમ્બરે ઍક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, "અમેરિકામાં H-1B વિઝાનો દુરુપયોગ કરવાના દિવસો ખતમ થયા છે. પ્રોજેક્ટ ફાયરવૉલ રજૂ કરીએ છીએ જે સુનિશ્ચિત કરશે કે હાઈ-સ્કીલ નોકરીઓ સૌથી પહેલા અમેરિકનોને મળે."

લેબર ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ પણ મૂકવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે "ઉચ્ચ સ્કીલ ધરાવતા અમેરિકનોનાં અધિકારો, વેતન અને નોકરીની તકના રક્ષણ માટે પ્રોજેક્ટ ફાયરવૉલ લૉન્ચ કરવામાં આવ્યો છે. તેમાં કર્મચારીઓની ભરતી વખતે ક્વટલિફાઇડ અમેરિકનોને પ્રાથમિકતા આપવામાં આવશે અને એચ-1બી વિઝા પ્રક્રિયાનો દુરુપયોગ થયો હશે તો એમ્પ્લૉયર્સ (કંપનીઓ)ને જવાબદાર ગણવામાં આવશે."

અમેરિકાનાં શ્રમ મંત્રી લોરી ચાવેઝ-ડીરિમરે કહ્યું કે "છેતરપિંડી અને દુરુપયોગ હટાવીને અમે હાઈ સ્કિલ જૉબ સૌપ્રથમ અમેરિકનોને મળે તે સુનિશ્ચિત કરીશું."

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફી એક લાખ ડૉલર કરી પછી તરત 'પ્રોજેક્ટ ફાયરવૉલ'ની જાહેરાત કરી છે.

તેના અગાઉ 19 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસે એક ઘોષણા કરી જેમાં જણાવાયું હતું કે "H-1B વિઝા પ્રોગ્રામનો આયોજનબદ્ધ રીતે દુરુપયોગ કરીને અમેરિકન વર્કરોની જગ્યાએ વિદેશીઓને કામ પર રાખવામાં આવે છે, જેનાથી આપણી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય છે."

તેમાં એમ પણ જણાવાયું છે કે "2000માં અમેરિકામાં સ્ટેમ (સાયન્સ, ટૅક્નૉલૉજી, એન્જિનિયરિંગ, ગણિત)ના ક્ષેત્રમાં 12 લાખ વર્કર કામ કરતા હતા, જેની સંખ્યા 2019 સુધીમાં વધીને 25 લાખ થઈ હતી. જ્યારે સ્ટેમમાં એકંદરે રોજગારીમાં માત્ર 44.5 ટકા વધારો થયો હતો."

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, H-1B વિઝા માટે કેટલીક કંપનીઓ ગેરરીતિ અજમાવતી હોવાની ફરિયાદ મળી હોવાથી ટ્રમ્પ સરકારે 'પ્રોજેક્ટ ફાયરવૉલ' શરૂ કર્યો છે.

અમેરિકાનું શ્રમ મંત્રાલય કેવાં પગલાં લેશે?

'પ્રોજેક્ટ ફાયરવૉલ' હેઠળ અમેરિકામાં H-1B વિઝાની શરતોનું પાલન થાય છે કે નહીં તે જોવામાં આવશે અને કસૂરવાર કંપનીઓએ તેનાં પરિણામો ભોગવવાં પડશે તેવી શક્યતા છે.

લેબર ડિપાર્ટમેન્ટે પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે "પ્રોજેક્ટ ફાયરવૉલ હેઠળ H-1B વિઝા પ્રોગ્રામના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે એમ્પ્લૉયર્સની તપાસ કરવામાં આવશે. લેબર ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે લેબર મંત્રી પોતાની જાતે આવી તપાસને સર્ટિફાઈ કરશે. કોઈ એમ્પ્લૉયરે નિયમોનું પાલન કર્યું નહીં હોય તો ઍક્શન લેવા માટે ઑથોરિટીને સત્તા આપવામાં આવશે."

આ ઉપરાંત તેમાં જણાવાયું છે કે "જો કોઈ એમ્પ્લૉયરે H-1B વિઝા પ્રોગ્રામના નિયમોનો ભંગ કરીને વિઝા મેળવ્યા હશે તો અસરગ્રસ્ત કામદારો માટે વેતન વસુલવામાં આવશે, સિવિલ નાણાકીય પૅનલ્ટી પણ લાદી શકાશે, તથા ભવિષ્યમાં આવા એમ્પ્લૉયરને નિશ્ચિત સમયગાળા માટે H-1B વિઝા પ્રોગ્રામનો લાભ લેતા અટકાવી શકાશે."

એક લાખ ડૉલરની H-1B વિઝા ફી એ ભારતીયો માટે મોટો ઝાટકો

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એચ-1બી વિઝા પર આવતા કામદારોના કારણે અમેરિકન વર્કર્સનાં હિત 'જોખમાય' છે એવી ફરિયાદો થઈ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પ સરકારે હજુ એક અઠવાડિયા પહેલાં જ નવા H-1B વિઝાની ફી એક લાખ ડૉલર કરીને બધાને ચોંકાવી દીધા હતા. ખાસ કરીને ભારતીયો માટે આ ફટકો હતો કારણ કે H-1B વિઝા મેળવનારા મોટા ભાગના કર્મચારીઓ ભારતીય હોય છે. ત્યાર પછી ચીનનો વારો આવે છે.

ગયા વર્ષે 71 ટકા H-1B વિઝા ભારતીયોને મળ્યા હતા જ્યારે ચીનના લોકોના ફાળે 11.7 ટકા વિઝા ગયા હતા.

એક લાખ ડૉલરની H-1B વિઝા ફી અંગે શરૂઆતમાં ગૂંચવણ હતી, પરંતુ પછી વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી કે હાલના વિઝાધારકો માટે અથવા વિઝા રિન્યુઅલ માટે આ ફી લાગુ નહીં થાય, પરંતુ નવી અરજીઓ માટે એક લાખ ડૉલરની ફી રહેશે.

અમેરિકા દર વર્ષે 65 હજાર લોકોને H-1B વિઝા આપે છે તેમાંથી 65 હજાર વિઝા જનરલ વર્કર્સ માટે હોય છે, જ્યારે 20 હજાર વિઝા અમેરિકન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા લોકો માટે હોય છે.

એન્જિનિયરિંગ અને મેડિસીન જેવા ફિલ્ડના લોકો મુખ્યત્વે H-1B વિઝા પ્રોગ્રામનો ફાયદો મેળવે છે. આ ઉપરાંત આર્કિટેક્ટ અને ફાઇનાન્સિયલ ઍનાલિસ્ટ્સ પણ તેના હેઠળ આવે છે. આ વિઝા લૉટરી સિસ્ટમથી ફાળવાય છે જેમાં અલગ-અલગ દેશોને લગતી કોઈ લિમિટ હોતી નથી.

પ્રોજેક્ટ ફાયરવૉલની કેવી અસર થશે?

બીબીસી ગુજરાતી અમેરિકા H-1B વિઝા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોજેક્ટ ફાયરવૉલ આઈટી કંપનીઓ ભારત લેબર ડિપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના H-1B વિઝા મેળવવામાં ઇન્ફોસિસ અગ્રણી કંપનીઓમાં સામેલ છે.

અમેરિકાની કંપનીઓમાં H-1B વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓને ઓછો પગાર મળે છે અને તેઓ અમેરિકન કામદારોની તક છીનવી લે છે તેવા આરોપો હંમેશાથી થતા આવ્યા છે.

'પ્રોજેક્ટ ફાયરવૉલ'માં એ બાબતની ચકાસણી કરવામાં આવશે કે વિદેશી કર્મચારીઓને કાયદેસર વેતન મળે છે કે નહીં, તથા કામકાજની શરતોનું પાલન થાય છે કે નહીં.

ભારતની ઇન્ફોસિસ, ટીસીએસ અને કોગ્નિઝન્ટ જેવી કંપનીઓ H-1B મેળવવામાં આગળ છે અને તેમને અસર થઈ શકે છે. અમેરિકામાં ભારત અને ચીન ઉપરાંત ફિલિપીન્ઝ અને કૅનેડાના કામદારો પણ H-1B વિઝા ઉપર કામ કરે છે. આ વિઝા ત્રણ વર્ષે રિન્યૂ કરાવવાના હોય છે.

જેફરીઝને ટાંકીને ઇકૉનૉમિક ટાઇમ્સ લખે છે કે 2024માં ઇન્ફોસિસના 3.3 ટકા કર્મચારીઓ એચ-1બી વિઝા હેઠળ અમેરિકામાં કામ કરતા હતા. હેક્ઝાવેરના ત્રણ ટકા, LTI માઇન્ડ ટ્રીના 2.5 ટકા અને ટીસીએસના 2.2 ટકા કર્મચારી અમેરિકામાં એચ-1બી વિઝા હેઠળ છે. 'પ્રોજેક્ટ ફાયરવૉલ'ના કારણે આ કંપનીઓને અસર થઈ શકે છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન