થ્રેડ્સ ઍપ ઍલન મસ્કના ટ્વિટર કરતાં પણ વધુ કમાણી કરશે?

થ્રેડ્સ ઍપ

ઇમેજ સ્રોત, EPA

ટૅક બિલિયોનર માર્ક ઝકરબર્ગ અને ઍલન મસ્કે એકબીજા સાથે પાંજરામાં કુસ્તી કરવાની રમજૂ કરી હતી. પણ બિઝનેસ પાસાની વાત કરીએ તો બંને વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે.

માર્ક ઝકરબર્ગે તેમની ઍપ થ્રેડ લૉન્ચ કરી દીધી છે. માત્ર 24 કલાકની અંદર તેના 3 કરોડ યૂઝર થઈ ગયા હોવાનો થ્રેડનો દાવો છે. થ્રેડ ટ્વિટર જેવી જ વૈકલ્પિક ઍપ્લિકેશન છે.

સોશિયલ મીડિયાના વિશ્વમાં તે એક ગંભીર અને વિશ્વસનીય પ્રતિસ્પર્ધી તરીકે ઊપસી આવી છે. જોકે ટ્વિટરના યૂઝરની સરખામણીએ તેના યૂઝરની સંખ્યા ઘણી ઓછી છે.

પણ નિષ્ણાતોના લાગે છે કે આ એક સારી શરૂઆત છે. ઝકરબર્ગ માટે આ સારી શરૂઆત છે, જ્યાં તેઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપના 300 કરોડથી વધુ યૂઝરને આકર્ષી શકે છે અને તેથી જાહેરખબર આપાનારાઓને પણ તેઓ આકર્ષી શકશે.

ગત વર્ષે ઝકરબર્ગની કંપની મેટાએ 117 બિલિયન ડૉલરની કમાણી કરી હતી. જાહેરખબરની કમાણીની વાત આવે તો તેમાં તેમનો ટ્રૅક રૅકર્ડ ઘણો સારો છે.

જોકે, મસ્ક તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની જાહેરખબર નથી કરતા અને તેઓ ટ્વિટર સહિતની કંપની માટેના ભંડોળ ઊભા કરવા અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.

ઝકરબર્ગે કહ્યું કે થ્રેડ ઍપ્લિકેશન શરૂઆતમાં જાહેરાત વગરની રહેશે અને કંપની તેમાં સુધાર કરતી રહેશે. યૂઝર આ ઍપ પર જાહેરખબરરહિત પોસ્ટ જોઈ શકે છે. યૂઝર સંખ્યાબંધ પોસ્ટ જોઈ શકે છે, તેમાં પણ કોઈ મર્યાદા નથી.

ઝકરબર્ગે લખ્યું, “અમારો અભિગમ થ્રેડ માટે પણ એવો જ રહેશે જેવો અન્ય કોઈ પ્રોડક્ટ માટે છે. પહેલા સારી પ્રોડક્ટ બનાવો, જુઓ કે તેને 100 કરોડ લોકો સુધી પહોંચાડી શકાય છે કે નહીં? પછી એને મોનેટાઇઝ (એમાંથી કમાણી કરો) કરો.”

પણ એક સમય પછી થ્રેડ પરની જાહેરાતો મેટાની કુલ આવકમાં 1થી 5 ટકાનો ઉમેરો કરી શકે છે. એટલે કે વધુ 6 બિલિયન ડૉલર આવકમાં ઉમેરાઈ શકે છે. એક નોંધમાં ઇક્વિટીના સંશોધક જસ્ટિન પેટર્સને આ વાત કહી છે. તેઓ બૅન્ક કૅપિટલ માર્કેટમાં સંશોધક છે.

આ રકમ અતિશય મોટી નથી. પણ એ નાની પણ નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે ઍપલે તેની કડક પ્રાઇવસી પૉલિસી જાહેરાતોના વેચાણ પર લાગુ કરતા થયેલી અસરની સ્થિતિમાં મેટા ખુદ સતત રીતે એને નાથવા કોશિશ કરી રહી છે.

અને એ ટ્વિટરની લગોલગ પહોંચવાની કોશિશ છે. ઍલન મસ્કે 2021માં ટ્વિટર ખરીદ્યું હતું એ પહેલા ટ્વિટરે જાહેરાતો થકી 4.5 બિલિટન ડૉલરની આવક કરી હતી.

ગ્રે લાઇન

ટ્વિટર અને થ્રેડ વચ્ચે યૂઝર્સ મેળવવાની સ્પર્ધા

મસ્ક અને ઝકરબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, ફેસબુકને થનારી જે વધારાની આવકની વાત થઈ રહી છે, તે આવક થ્રેડ આગામી સમયમાં કેવું પર્ફૉર્મ કરશે તેના પર રહેશે.

ગુરુવારે મસ્કે કહ્યું હતું કે, તેઓ મેટા કંપની સામે વેપાર સંબંધિત સિક્રેટ ચોરવાનો કેસ કરી શકે છે. પણ ટ્વિટરથી ઘણા નારાજ છે અને યૂઝર બીજો વિકલ્પ જોઈ રહ્યા છે.

આંતરિક બાબતોના નિષ્ણાત જેસ્મીન એનબર્ગ કહે છે કે, મેટાએ વાયદો કર્યો છે કે ટ્વિટરની ઝડપી સાઇન-અપ પ્રક્રિયા કરતા થ્રેડની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને ઉમદા છે.

‘સ્કેસ ઍન્ડ ધ સિટી’ના સ્ટાર સારાહ જેસ્સિકા પાર્કરે કહ્યું કે, ‘એક આશા સાથે પોસ્ટ કરી રહું છું.’ તેમની સાથે સાથે શકીરા, ઓપરા વિન્ફ્રે અને ક્લોઇ કાર્દાશિયન પણ થ્રેડ પર જોડાયાં છે.

નિષ્ણાતો એવું પણ માને છે કે એવી કોઈ ગૅરંટી નથી કે થ્રેડની સફળતા ટ્વિટર પાસે કેટલા યૂઝર છે અથવા કેટલા લોકો ટ્વિટર નથી વાપરતા એના પર આધારિત હશે.

ફૅશન અને લાઇફ સ્ટાઇલ સૅક્ટર ઇન્સ્ટાગ્રામની મુખ્ય આવક છે. આજે પણ તેણે જાહેરાતકારોને જાળવી રાખ્યા છે. એટલે હવે એવું સ્પષ્ટ નથી કે વિશ્વને આવા વધુ એક માધ્યમની જરૂર છે કે નહીં.

ટ્વિટરનું એક મહત્ત્વનું પરિબળ છે – સમાચાર. પણ ઝકરબર્ગને સમાચારોમાં ઓછો રસ હોય એવું લાગે છે. તેઓ કહે છે કે સરવે અનુસાર યૂઝરને સમાચારો ઓછા જોઈતા હોય છે. જેથી કંપની કૅનેડમાં ન્યૂઝ પલ્બિશરોને ચુકવણીની જગ્યાએ તેમનો કૉન્ટેન્ટ બ્લૉક કરવા તૈયારી કરી રહી છે.

એનબર્ગ કહે છે, “સમાચારોમાં રસ ધરાવતા યૂઝર અને ટ્વિટરના સમર્થકો ટ્વિટરને દોષ નહીં આપે, પણ મેટા કંપનીએ થ્રેડને રસપ્રદ બનાવવી જ પડશે.”

જોકે એનબર્ગનું કહેવું છે કે ઝકરબર્ગ પર ભૂતકાળમાં પણ પ્રોડક્ટની નકલ કરવા બદલ ટીકા થઈ છે. જેના લીધે તેમણે રચનાત્મકતા પર ખાસ ભાર મૂકવો પડ્યો છે.

ગ્રે લાઇન

નિયામકોનું જોખમ

મસ્ક

ઇમેજ સ્રોત, Getty Images

જાહેરાતો આપનાર અથવા કરનાર કંપનીઓએ એ પણ જોવું પડશે કે, તેઓ ખોટી માહિતીઓ અને પ્રાઇવસીના મુદ્દા સંબંધિત મીડિયા પર તો નાણાં નથી ખર્ચી રહ્યા ને?

મસ્કની માલિકી હેઠળ ટ્વિટર નફા માટે સંઘર્ષ કરે છે. તેમણે હવે કૉન્ટેન્ટને મૉડરેટ કરવા એકાએક બદલાવ કર્યો છે અને જાહેરાતકારને અલગ કર્યા છે.

યૂઝર કેટલી પોસ્ટ જોઈ શકે છે એમાં પણ તેમણે મર્યાદા લાગુ કરી દીધી છે.

નિષ્ણાતો માને છે કે ટ્વિટરના નુકસાનથી મેટાને ફાયદો થશે, પણ ઝકરબર્ગનો પણ આ મામલે સ્પષ્ટ ટ્રૅક રૅકર્ડ નથી.

પારદર્શિતા અને ડેટાની ચોક્કસાઈ મામલે મેટા પણ માર્કેટર્સ સાથે તકરારમાં હતી. ખોટી માહિતીઓ મામલે કંપનીની ટીકા થઈ હતી.

માર્કેટિંગના નિષ્ણાત લ્યૂ પૅસ્કલિસે કહ્યું, “જાહેરાતકારોને એક સ્વચ્છ છબી, સારી પરિસ્થિતિ અને સારું મંચ જોઈએ છે જ્યાં કૉન્ટેન્ટ નિયમિતરૂપે પૂર્વ નિર્ધારિત શરતો-નિયમો મુજબ જ મૉડરેટ કરવામાં આવતો હોય. સરવાળે હવે સોશિયલ મીડિયા સ્મશાનની એક ભઠ્ઠી બની ગઈ છે.”

ફેસબુકની ડેટિંગ ઍપ નિષ્ફળ રહી હતી. તેના લૉન્ચ પહેલા ફેસબુકના શૅરમાં 4 ટકાનો વધારો થયો હતો જેણે ઝકરબર્ગમાં રોકાણકારોના વિશ્વાસના સંકેતો દર્શાવ્યા.

જે રીતે ટ્વિટર પર ન્યૂઝ આવે છે, એ રીતે થ્રેડ પર થવું મુશ્કેલ છે પણ આનાથી બંનેને એક સહઅસ્તિત્વ ટકાવી રાખવાની તક મળે છે. અથવા તો મસ્ક માટે આ એક આંખો ખોલી દેનારી વાત હોઈ શકે છે.

પૅસ્કલિસ કહે છે, “થ્રેડ કેટલા સમય સુધી જાહેરાતોથી દૂર રહેશે એ જોવું રહ્યું. એ જેટલો પણ સમય હશે, પણ ટ્વિટર માટે એ સમય તક સમાન હશે.”

રેડ લાઇન
રેડ લાઇન