લૉરા લૂમર: મુસ્લિમો પર વાંધાજનક નિવેદનો બદલ ગર્વ અનુભવતા ટ્રમ્પ સમર્થક

અમેરિકા, રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ટ્રમ્પ, કમલા હૅરિસ, લૉરા લૂમર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ સમર્થક લૉરા લૂમર જેઓ આજકલ વિવાદોમાં છે
    • લેેખક, બર્ન્ડ ડેબુસમૅન જુનિયર અને મર્લિન થૉમસ
    • પદ, બીબીસી ન્યૂઝ અને બીબીસી વેરિફાઈ

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રચાર અભિયાન વિવાદિત રહ્યું છે.

આજકાલ એક ખાસ કારણને લઈને આ વિવાદ થઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં 'કૉન્સ્પિરસી થિયોરિસ્ટ'(કોઈ ગુપ્ત યોજનાનું આકલન કરનારા) લૉરા લૂમરની ઉપસ્થિતિને લઈને સવાલો ઊઠી રહ્યા છે.

આ પ્રકારના સવાલો ઊઠાવનારા રિપબ્લિકન પાર્ટીના નેતાઓ પણ છે. અમેરિકાની સંસદ માટેની ચૂંટણી લડી ચૂકેલાં લૉરા લૂમર વિવાદોમાં રહ્યાં છે.

તેથી લોકો ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં તેમની ઉપસ્થિતિને લઈને ચિંતિત છે.

તેમને(સમર્થકો) લાગે છે કે ટ્રમ્પ પર તેમની અસર દેખાય છે.

તેમને ચિંતા સતાવે છે કે તેની અસર ટ્રમ્પની ચૂંટણી સંભાવનાઓ પર પણ તેની અસર પડી શકે છે.

શું છે લૉરા લૂમરની 'કૉન્સ્પિરસી થિયરી'?

અમેરિકા, રાષ્ટ્રપતિપદની ચૂંટણી, ટ્રમ્પ, કમલા હૅરિસ, લૉરા લૂમર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉરા લૂમર ટ્વિટરના કો-ફાઉન્ડર જૅક ડોર્સી સાથે

લૉરા લૂમર મુસ્લિમ વિરોધી નિવેદનબાજી માટે જાણીતાં છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમની એવી ઘણી 'કૉન્સ્પિરસી થિયરી'માં એ પણ સામેલ છે કે 9/11નો હુમલો ઇનસાઇડ જૉબ એટલે કે આંતરિક ષડયંત્રનો ભાગ હતો.

આ હુમલાની વરસી પર યોજાયેલા કાર્યક્રમો પૈકી ટ્રમ્પના એક આયોજનમાં તેઓ પણ સામેલ થયાં.

તેને કારણે ઘણા લોકો ચોંકી ઊઠ્યા. અમેરિકાના મીડિયા આઉટલેટ્સમાં પણ તેને લઈને ગુસ્સો દેખાયો.

મંગળવારે 31 વર્ષનાં લૉરા ટ્રમ્પ સાથે વિમાનમાં બેસીને ફિલાડેલ્ફિયા પહોંચ્યાં હતાં. ત્યાં જ પ્રેસિડેન્સિયલ ડિબેટ થઈ હતી.

ડિબેટની સૌથી ચર્ચાસ્પદ ક્ષણ તે સમયે આવી જ્યારે ટ્રમ્પે એક બેબુનિયાદ દાવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હૈતિથી આવનારા અપ્રવાસી ઓહાયો સિટીમાં પાળતૂં પ્રાણીઓને મારીને ખાય છે. તેમણે કહ્યું કે આ લોકો ત્યાં રહેતા લોકોનાં પાળતૂં પ્રાણીઓને મારીને ખાય છે.

જોકે, શહેરના અધિકારીઓએ બાદમાં બીબીસી વેરિફાઈને જણાવ્યું હતું કે ઓહાયોમાં આ પ્રકારના બનાવો બન્યા હોવાના પુરાવા સહિતના રિપોર્ટ્સ નથી.

ટ્રમ્પે કહ્યું કે તેઓ તે જ દાવો કરે છે જે તેમણે ટીવી પર સાંભળ્યા હતા. પરંતુ આ થિયરી પ્રેસિડેન્સિયલ ડિબેટ પહેલાં લૉરા લૂમરે જ ફેલાવી હતી.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લૉરાએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર 12 લાખ ફૉલોઅર્સને આ વાત જણાવી હતી.

ટ્રમ્પે સુધી લૂમરની પહોંચ કેટલી હદ સુધીની છે તે ખબર નથી પરંતુ લૂમરની પોસ્ટ અને ફિલાડેલ્ફિયામાં તેની ઉપસ્થિતિ બાદ કેટલાક રિપબ્લિકન નેતાઓમાં પણ નારાજગી દેખાઈ.

મંચ પર પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા જે બેબુનિયાદ દાવાઓ કરવામાં આવ્યા તેને માટે લૂમરને જવાબદાર ગણાવાયાં.

જોકે ટ્રમ્પના રનિંગ મેટ એટલે કે ઉપ રાષ્ટ્રપતિપદ માટે રિપબ્લિકન ઉમેદવાર જે. ડી. વેન્સે પણ આ પ્રકારની બેબુનિયાદ થિયરી વહેતી કરી છે.

લૂમરની ટિપ્પણીઓ પર રિપબ્લિકન્સનો ગુસ્સો અને ટ્રમ્પનો બચાવ

ટ્રમ્પ સમર્થક ટી-શર્ટ પહેરીને ફરતાં લૉરા લૂમર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ સમર્થક ટી-શર્ટ પહેરીને ફરતાં લૉરા લૂમર

નામ ન આપવાની શરતે ટ્રમ્પના ચૂંટણી અભિયાન સાથે જોડાયેલી એક વ્યક્તિએ અમેરિકી ન્યૂઝ આઉટલેટ સેમાફોરને જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સાથે લૂમરની નિકટતાને લઈને તેઓ(રિપબ્લિકન નેતાઓ અને સમર્થકો) સો ટકા ચિંતિત છે.

આ વ્યક્તિએ કહ્યું કે લાગતું નથી કે લૂમરને ટ્રમ્પના ચૂંટણી અભિયાનની પાબંદીઓની ચિંતા છે.

તેમના મત પ્રમાણે, જો આ પાબંદીઓ લગાવવામાં આવી હોય તો પણ તે અસરકારક હોય તેવું લાગતું નથી.

રિપબ્લિકન પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં લૂમરની ટીકા કરી છે અને તેમને ટ્રમ્પના 'ઇનર સર્કલ'માં તેમને લાવવા સામે ચેતવણી આપી છે.

નોર્થ કૅરોલિનાના સેનેટર થોમ ટિલિસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લૂમરને ક્રેઝી કૉન્સ્પિરસી થિયરિસ્ટ કહ્યાં છે જે રિપબ્લિકન પાર્ટીમાં વિભાજન માટે અયોગ્ય વાતો કરે છે.

તેમણે લખ્યું, “ટ્રમ્પને ચૂંટણીમાં જીતથી દૂર રાખવા માટે ડેમૉક્રેટિક નેશનલ કમિટી કરતાં સારું કામ લૉરા લૂમર કરે છે.”

13 સપ્ટેમ્બરના રોજ કૅલિફોર્નિયામાં એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે માત્ર એટલું જ કહ્યું કે લૂમર તેમના સમર્થક છે અને તેમને કમલા હૅરિસ અને 9/11 પર આપેલી તેમની ટિપ્પણીઓ વિશે ખબર નથી.

તેમણે કહ્યું, “હું લૂમર પર નિયંત્રણ નથી લગાવતો. લૂમર જે બોલવું હોય તે બોલે છે. તે સ્વતંત્ર છે.”

બીબીસીએ આ મામલે તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કોઈ જવાબ નહીં આપ્યો.

પરંતુ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમણે લખ્યું કે તેઓ ટ્રમ્પની મદદ માટે સ્વતંત્ર રીતે કામ કરે છે. ટ્રમ્પ જ અમેરિકા માટે છેલ્લી આશા છે.”

તેમણે લખ્યું, “ઘણા પત્રકારો મારી સાથે ફોન પર આ જ વાત કહેવાની વાત કરે છે. પરંતુ મેં કહ્યું- બિલકુલ નહીં. હું મારી સ્ટોરી અને શોધપત્રોને તૈયાર કરવામાં વ્યસ્ત છું. મારી પાસે તમારી કૉન્સ્પિરસી થિયરીને સાંભળવા માટેની ફુરસદ નથી.”

કોણ છે લૉરા લૂમર?

કોણ છે લૉરા લૂમર?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લૉરા લૂમર

લૉરા લૂમરનો જન્મ 1993માં અમેરિકાના એરિઝોના પ્રાંતમાં થયો હતો. તેઓ સ્વયંભૂ પત્રકાર છે જેમણે પ્રોજેક્ટ વેરિટાસ અને એલેક્સ જૉન્સ ઇન્ફોવૉર્સ જેવાં સંગઠનોમાં એક કાર્યકર્તા અને કૉમેન્ટેટર તરીકે કામ કર્યું છે.

લૂમર 2020માં ટ્રમ્પના સમર્થનમાં ફ્લૉરિડાથી હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવના રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતાં. પરંતુ તેઓ ડેમૉક્રેટ લોઇસ ફ્રેન્કલ સામે હારી ગયાં હતાં.

બે વર્ષ બાદ તેમણે ફરી પ્રયત્ન કર્યો. આ વખતે તેમણે ફ્લૉરિડા જિલ્લાની એક અલગ સીટ પર ચૂંટણી લડી પરંતુ તેઓ રિપબ્લિકન ઉમેદવાર ડૅનિયલ વેબસ્ટરને પ્રાઇમરીમાં હરાવવામાં સફળ ન રહ્યાં.

હવે તેઓ પોતાને ટ્રમ્પના સમર્થક તરીકે ઓળખાવે છે. તેઓ 'કૉન્સ્પિરસી થિયરી'ના લાંબા સિલસિલાને વધારવા માટે પણ જાણીતાં છે. જેમાં કમલા હૅરિસ કાળી અમેરિકન નથી તથા અબજપતિ જ્યૉર્જ સોરોસનો પુત્ર ટ્રમ્પની હત્યા માટે ગુપ્ત સંદેશ મોકલે છે, જેવા દાવાઓ સામેલ છે.

સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટને કારણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને તેમના પોતાના દાવા મુજબ ઉબર અને લિફ્ટ જેવા પ્લૅટફૉર્મ પર તેમને બૅન કરી દેવામાં આવ્યાં.

તેમણે ઉબર અને લિફ્ટમાં મુસ્લિમ ડ્રાઇવરો મામલે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તેમણે એક વખત ખુદને 'પ્રાઉડ ઇસ્લામોફોબ' ગણાવ્યાં હતાં.

લૂમર અવારનવાર ટ્રમ્પના સમર્થનમાં થનારા કાર્યક્રમોમાં સામેલ થાય છે. પહેલા પણ તેઓ ટ્રમ્પના ફ્લૉરિડા સ્થિત ઘર માર-એ-લોગોમાં જોવા મળ્યાં છે.

આ વર્ષની શરૂઆતમાં તેઓ ટ્મ્પ સાથે તેમના વિમાનમાં અયોવા ગયાં હતાં. ત્યાં એક કાર્યક્રમમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર શૅર કર્યો હતો.

ગત વર્ષે ન્યૂયૉર્ક ટાઇમ્સે પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે ટ્રમ્પે પોતાના પ્રચારમાં તેમને સામેલ કરવાની ઇચ્છા બતાવી છે. પરંતુ તેમના વરિષ્ઠ સહયોગીઓએ તેમને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ટ્રમ્પની ચૂંટણી સંભાવનાઓને તેઓ નુકસાન પહોંચાડી શકે છે.

એબીસી ન્યૂઝે જાન્યુઆરીમાં પોતાના અહેવાલમાં ટ્રમ્પના એક સહયોગીના હવાલે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ સાથે કામ કરનારા તમામ લોકો માને છે કે તેઓ એક બોજ છે.

ટ્રમ્પના સમર્થકો પણ કરે છે લૂમરનો વિરોધ

લૉરા લૂમર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લૉરા લૂમર

ટ્રમ્પના એક સમર્થક માર્જરી ટેલર ગ્રીને આ સપ્તાહે લૂમર તરફથી કમલા હૅરિસની નસલ પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

લૂમરે કહ્યું હતું કે હૅરિસ અમેરિકન રાષ્ટ્રપતિ બને છે તો તેઓ વ્હાઇટ હાઉસ કરીની ગંધથી ભરાઈ જશે.

ગ્રીને લૂમરની ટિપ્પણીઓને ભદ્દી અને નસ્લવાદી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ ટિપ્પણી રિપબ્લિકન પાર્ટી તથા 'મેક અમેરિકા ગ્રેટ અગેન' એટલે કે એસએજીએનું પ્રતિનિધિત્વ નથી કરતી.

ટ્રમ્પના અંદરના વર્તુળમાં આ વિવાદ ન્યૂયૉર્ક અને પૅન્સિલવેનિયામાં 9/11ની વરસી પર આયોજીત કાર્યક્રમોમાં ટ્રમ્પ અને લૂમરની સાથે ઉપસ્થિતિના એક દિવસ બાદ સામે આવ્યો છે.

જ્યારે ઍસોસિયેટેડ પ્રેસે લૂમરને આ મામલે પૂછ્યું કે તેઓ અહીં કેવી રીતે આવ્યાં તો તેમણે કહ્યું કે તેઓ ટ્રમ્પના પ્રચાર માટે કામ નથી કરતાં. તેમણે કહ્યું કે તેમને અહીં એક મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.