ગુજરાત : જૈન સમાજના લોકોએ કેવી રીતે પ્રીમિયમ કારો પર 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું?

જૈન સમાજના લોકોએ કેવી રીતે બલ્ક ડીલ થકી પ્રીમિયમ કારો પર 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું? J-Point જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO) બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ ગુજરાતીમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO)એ પોતાના સભ્યોને દેશભરમાં લગભગ 190 જેટલી પ્રીમિયમ કારોની ખરીદી પર 21 કરોડથી વધુની બચત કરાવી છે.

આ કારોના ખરીદદારોમાં મોટાભાગના ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું છે. જે ગુજરાતમાં 'લક્ઝરી વાહનોની માંગ અને સામૂહિક ખરીદી પ્રત્યેની રુચિ'ને પ્રતિબિંબિત કરે છે.

JITO એ જૈન સમાજના લોકો દ્વારા વર્ષ 2007માં સ્થપાયેલી એક સંસ્થા છે. જેમાં જૈન સમાજના અગ્રણીઓ અને વેપારીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થા ગુજરાતમાં અમદાવાદ સહિત કુલ આઠ જેટલાં શહેરોમાં કાર્યરત છે.

આ વર્ષની શરુઆતમાં JITOની JITO POINT (JPoint) વિંગના સભ્યોને રજૂઆત કરી હતી કે જો તેઓ કોઇ પ્રીમિયમ કાર ખરીદવાનું પ્લાન કરી રહ્યા હોય તો સંસ્થાને જણાવે. આ રજૂઆત સાથે શરૂ થઈ દેશની કાર ખરીદી પરની આજ સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ડીલની સ્કીમ.

આ પ્રીમિયમ કારો પૈકી મુખ્યત્વે ઓડી, મર્સિડિસ અને બીએમડબલ્યુ – એમ ત્રણ કંપનીની કારોની ખરીદી માટેનો સોદો થયો હતો.

આ લખાય છે ત્યાં સુધીમાં લગભગ 190 જેટલા જૈનોએ 190 જેટલી પ્રીમિયમ કારો ખરીદી લીધી છે. આ તમામ લોકોએ અન્ય ડિસ્કાઉન્ટ ઉપરાંત ઓછામાં ઓછું ત્રણ લાખનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવ્યું છે.

કેવી રીતે થઈ બલ્ક ડીલ?

જૈન સમાજના લોકોએ કેવી રીતે બલ્ક ડીલ થકી પ્રીમિયમ કારો પર 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું? J-Point જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO) બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ ગુજરાતીમાં સમાચાર

JITOનો મુખ્ય અભિગમ કૉમ્યુનિટી બાઇંગ કરવાનો હતો. તેને માટે તેમણે બલ્ક ડીલ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

સંસ્થાના પદાધિકારીઓના મતે, તેમનો ઉદ્દેશ મોટી બ્રાન્ડ્સ પાસેથી વિશેષ લાભ મેળવીને JITOના સભ્યોને પહોંચાડવાનો હતો. તે માટે તેમણે ઓડી, મર્સિડિસ અને બીએમડબલ્યુ જેવી બ્રાન્ડ્સ સાથે જોડાણ કરીને તેમના સભ્યોને નોંધપાત્ર બલ્ક ડીલનો લાભ અપાવ્યો છે.

J-Pointના અમદાવાદના સંયોજક અમિતભાઇ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે "અમને ખબર હતી કે અમારા સભ્યોની પૈસા ખર્ચ કરવાની ક્ષમતા વધારે છે. તેઓ સામાન્ય રીતે આ પ્રકારની લક્ઝરી ગાડીઓ વાપરતા હોય છે. તેથી અમે નક્કી કર્યું કે સભ્યને ફાયદો થાય તેવી રીતે એ બલ્ક ડીલ કરવી જોઇએ. આ ઉદ્દેશ સાથે અમે આ કંપનીઓનો સંપર્ક કર્યો."

J-Pointના ચૅરમૅન, નીતીનભાઇ જૈને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "સામાન્ય રીતે લોકો જ્યારે કાર ખરીદવા જાય તો તેમને એક કે બીજી રીતે કોઇ ન કોઇ ડિસ્કાઉન્ટ કે સ્કીમનો ફાયદો મળતો હોય છે, જેમ કે કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ વગેરે. પરંતુ અમે આ તમામ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય વિશેષ ફાયદો લોકોને પહોંચી શકે તે દિશામાં આગળ વધ્યા હતા."

આ સંસ્થાના લોકોએ પ્રીમિયમ કારની કંપનીઓ સાથે વાત કરીને તેમને વિશ્વાસ અપાવી દીધો હતો કે જો આ કંપનીઓ તેમને વિશેષ ડિસ્કાઉન્ટ આપશે તો લોકો બલ્કમાં કાર ખરીદશે.

પ્રીમિયમ કાર પર ત્રણ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

જૈન સમાજના લોકોએ કેવી રીતે બલ્ક ડીલ થકી પ્રીમિયમ કારો પર 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું? J-Point જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO) બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ ગુજરાતીમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રીમયમ કારની એક ફાઇલ તસ્વીર

અમદાવાદની એક કેમિકલ ફૅક્ટરીના માલિક છોટુલાલ બાફના આ વર્ષની શરૂઆતમાં જ પ્રીમિયમ કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હતા.

તે માટે તેમણે ઘણા ડીલર પાસે પહોંચીને કાર ખરીદવા માટે ડિસ્કાઉન્ટ માટેની ડીલ શરૂ કરી હતી.

તેઓ આ પ્રકારે કાર ખરીદવાનું આયોજન કરતા હતા તે જ વખતે JITOના J-Point તરફથી તેમને મૅસેજ મળ્યો કે જો તેઓ તેમની સાથે કાર ખરીદશે તો બમ્પર ડિસ્કાઉન્ટ મળશે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા છોટુલાલ બાફના કહે છે, "હું અને મારા ભાઈ, બંને બીએમડબલ્યુ કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હતા. અમે 50થી 60 લાખ સુધીની કાર જોઈ. અમે લગભગ કાર પસંદ પણ કરી ચૂક્યા હતા. અમને તે ડીલર બે ગાડીઓ 54-54 લાખ રૂપિયામાં આપવા તૈયાર હતા. પરંતુ -Pointની મદદથી અમને વધારાનું ત્રણ લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું. 60 લાખની આ ગાડી અમને આ ડીલમાં માત્ર 51 લાખ રૂપિયામાં પડી."

છોટુલાલની માફક દેશમાં લગભગ 190 લોકો છે જેમને આ પ્રકારની બલ્ક ડીલનો લાભ મળ્યો છે. જે પૈકી મહદંશે જૈન સમુદાયના લોકો છે અને તેમાં પણ ગુજરાતના સૌથી વધારે છે.

પ્રીમિયમ કાર કંપનીનું શું કહેવું છે?

જૈન સમાજના લોકોએ કેવી રીતે બલ્ક ડીલ થકી પ્રીમિયમ કારો પર 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું? J-Point જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO) બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ ગુજરાતીમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રીમિયમ કારના શોરૂમની પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રીમિયમ કારની કંપનીઓ પણ માને છે કે ભલે ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું પરંતુ આ પ્રકારની બલ્ક ડીલને કારણે તેમને પણ ફાયદો જ થયો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મર્સિડિસના અધિકારીઓ કહે છે કે સામાન્ય રીતે આ પ્રકારની પ્રીમિયમ કારમાં કોઈ વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી પરંતુ બલ્ક ડીલને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

મર્સિડિસના કૉર્પોરેટ સેલ્સના જનરલ મૅનેજર ગૌતમ ઝાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ઘણી ડીલ થઈ છે અને બીજી પણ ડીલ પૂર્ણ થવાને આરે છે. આ બધી ડીલ્સને કારણે તેમનું વેચાણ વધ્યું છે."

"JPointનું જે પોર્ટલ છે, તેના પર તેઓ બલ્ક ડીલનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા, અને અમને એ પણ ખબર હતી, કે તેમના સભ્યો હાઇ-પ્રોફાઇલ છે. એમણે અમને જ્યારે વિશ્વાસ અપાવ્યો કે તેઓ ગાડીઓ ખરીદશે જ ત્યારે અમે તેમાં આગળ વધ્યા."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતા હોય છે, તે ઉપરાંત વધારાના ત્રણ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ લગભગ દરેક કાર પર J-Pointનાં સભ્યોને મળ્યું છે, અને હજી આગળ પણ આ ડિસ્કાઉન્ટ ચાલું રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન