You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માત્ર એક બૉલ ફેંકાયો અને 16 રન ફટકાર્યા, આ રીતે બન્યો અનોખો રેકૉર્ડ
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રેલી બિલ બૅશ ટુર્નામેન્ટમાં એક અનોખો રેકૉર્ડ થયો છે. સિડની સિક્સર્સ તરફથી રમતા સ્ટીવન સ્મિથે એક બૉલમાં 16 રન ફટકાર્યા છે.
માનવું મુશ્કેલ લાગે કે પણ ખરેખર આવું થયું છે. આ દુર્લભ રેકૉર્ડ હોબૉર્ટમાં રમાયેલી મૅચમાં નોંધાયો છે.
સ્મિથે હોબૉર્ટ હરિકેન્સના બૉલર જોએલ પૅરિસના બૉલ પર આ પરાક્રમ કર્યું હતું. પૅરિસ મૅચની બીજી ઓવર નાખવા આવ્યા હતા. તેમની સામે સ્ટીવન સ્મિથ હતા. પ્રથમ બે બૉલ પર કોઈ રન ન બન્યો.
જોએલ પૅરિસના ત્રીજા બૉલ પર સ્મિથે સિક્સર ફટકારી. સ્મિથે પૅરિસના બૉલને સ્ક્વેર લેગ પર ફ્લિક કર્યો. બૉલ સીધો બાઉન્ડરીની બહાર ગયો, પણ અમ્પાયરે જોયું કે પૅરિસનો પગ ક્રીઝની બહાર હતો, આથી બૉલ નો-બૉલ પડ્યો.
એટલે કે જે બૉલ ફેંકાવાનો હતો તેના પર સ્મિથે સાત રન લઈ લીધા. પૅરિસ પછીનો બૉલ ફેંકવાનો હતો, જે ફ્રી હિટ હતો. પૅરિસે આ વખતે વાઈડ બૉલ ફેંક્યો અને વિકેટકીપર પણ ન પકડી શક્યો અને બૉલ ફાઈન લેગ બાઉન્ડરીને પાર કરી ગયો. આ રીતે વધુ પાંચ રન મળ્યા.
હવે સ્મિથને 12 રન મળી ગયા હતા, પછીના બૉલ પર ફ્રી હિટ ફરી ચાલુ રહી અને પૅરિસના બૉલ પર સ્મિથે ચોગ્ગો ફટકાર્યો.
અને આ રીતે એક બૉલમાં સ્મિથે 16 રન ફટકાર્યા.
આ મૅચમાં સ્મિથે 33 બૉલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન કર્યા હતા અને તેમની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 180 રન બનાવી શકી હતી. આ સ્કોરનો પીછો કરતા હોબૉર્ટ હરિકેન્સની ટીમ 156 રન કરી શકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે સ્ટીવન સ્મિથને ટ્વેન્ટી-20 ક્રિકેટના બૅટર માનવામાં આવતા નથી, પરંતુ તેઓ આજકાલ જબરજસ્ત ફૉર્મમાં ચાલી રહ્યા છે.
છેલ્લી મૅચમાં તેમણે સિડની થંડર્સ સામે શાનદાર સદી ફટકારી હતી. અગાઉની મૅચમાં તેમણે એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે પણ સદી ફટકારી હતી. એટલે કે સતત બે સદી બાદ તેમણે અહીં 66 રનની ઇનિંગ ખેલી હતી.
બીજી તરફ એક બૉલમાં 16 રન આપનાર જોએલ પૅરિસે 3 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
30 વર્ષીય જોએલ ઑસ્ટ્રેલિયા માટે બે વનડે રમી ચૂક્યા છે. પૅરિસે આ બંને વનડે ભારત સામે રમી છે અને શિખર ધવન તેમનો પહેલો શિકાર હતો.
આઈપીએલની 2016 સિઝનમાં પૅરિસને દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઈજાના કારણે તેઓ કોઈ મૅચ રમી શક્યા નહોતા.