લંડનથી સિંગાપુર જતી ફ્લાઇટ પવનના તોફાનમાં ફસાવાને કારણે હચમચી, 30 લોકો ઘાયલ, એકનું મોત

લંડન-સિંગાપુર તોફાન, ફ્લાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS

લંડનથી સિંગાપુર જતી ફ્લાઇટ તોફાનમાં ફસાઈ ગઈ હતી અને ફ્લાઇટ પર એક વ્યક્તિનું મોત થયું હતું અને 30 ઘાયલ થયા છે. જેમાંથી સાતની તબિયત નાજુક છે.

બૅંગકૉક ઍરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, "આ ઘટનામાં 73 વર્ષીય બ્રિટિશ વ્યક્તિનું મોત થયું છે." અધિકારીઓનું કહેવું છે કે, "સંભવતઃ તેમનું મૃત્યુ હાર્ટઍટેકને કારણે થયું હતું."

બૅંગકૉકના ઍરપૉર્ટના અધિકારી અનુસાર વિમાનમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું તેમની સાથે તેમનાં પત્ની પણ વિમાનમાં હતાં. તેમનાં પત્નીને અત્યારે બૅંગકૉકમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સિંગાપુર જતી આ ફ્લાઇટ બૅંગકૉકમાં લૅન્ડ કરાવવામાં આવી હતી.

લંડન-સિંગાપુર તોફાન, ફ્લાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS

ઍરલાઇનના નિવેદન અનુસાર, "આ બોઇંગ 777-300 ઈઆર ઍરક્રાફ્ટમાં કુલ 211 મુસાફરો અને ક્રૂના18 સભ્યો સવાર હતા."

ઍરલાઇન અનુસાર યુકેના 47,સિંગાપુરના 41, ન્યૂઝીલૅન્ડના 23, મલેશિયાના 16 નાગરિકો હતા.અન્ય દેશોના નાગરિકો પણ વિમાનમાં હતા.

અત્યાર સુધી શું શું થયું?

સિંગાપુર ઍરલાઇન્સની લંડનથી સિંગાપુર જઈ રહી હતી જ્યારે મ્યાનમારની ઉપરથી પસાર થઈ રહી હતી તો અચાનક જબરદસ્ત ટર્બ્યુલેન્સ શરૂ થઈ ગયું હતું.

એક યાત્રિકે જણાવ્યું કે જે લોકોએ સીટ બેલ્ટ નહોતો પહેર્યો તેઓ સીધા વિમાનની છત સાથે અથડાયા.

વિમાનમાં પોતાના પરિવાર સાથે યાત્રા કરી રહેલા એક બ્રિટિશ નાગરિકે જણાવ્યું કે તેઓ લગભગ દસ કલાકથી વિમાનમાં હતા.

તેમણે કહ્યું કે લોકો આરામથી વિમાનમાં ફરી રહ્યા હતા અને સીટ બેલ્ટ પહેરવાના કોઈ સંકેત ક્યાંય દેખાતા નહોતા.

વ્યક્તિએ કહ્યું કે અચાનક ટર્બ્યુલેન્સ એટલું જોરદાર હતું કે તેઓ છતથી અથડાયા અને તેમનો પુત્ર દૂર પડી ગયો.

વિમાનમાં સવાર લોકોમાં મોટા ભાગના ઑસ્ટ્રેલિયા, બ્રિટન, સિંગાપુર, ન્યૂઝીલૅન્ડ અને મલેશિયાના હતા. વિમાનમાં ત્રણ ભારતીય નાગરિકો પણ હતા.

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, "મોંઘવારીથી ત્રસ્ત પ્રજા પર સ્માર્ટ મીટરનો નિયમ લાવી સરકારે લૂંટ ચલાવી" - ઇલેક્શન અપડેટ

અમિત ચાવડા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Amit Chavda/FB

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ગુજરાત સરકારના એક નિર્ણયનો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ થઈ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે વડોદરા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં વીજળી માટે સ્માર્ટ મીટર લગાવવાની યોજનાની શરૂઆત કરી હતી.

આ યોજનાને કારણે આવેલા વીજળી બિલનો લોકોએ અનેક જગ્યાએ વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે મીટર ઝડપથી ફરી રહ્યા છે. જ્યાં હજાર રૂપિયાનું બિલ આવતું હતું ત્યાં રોજના ત્રણસો રૂપિયા બિલ આવી રહ્યું છે. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરને કારણે લગભગ 20 દિવસને કારણે ચાર હજાર રૂપિયા કપાઈ ગયા છે."

અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાને બદલે લોકો પર એ નિર્ણય છોડવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે, "મોબાઇલની જેમ આ મીટરમાં પણ પ્રીપેઇડ અને પોસ્ટપેઇડનો વિકલ્પ મળવો જોઈએ. આ મીટરથી રિચાર્જ પૂરું થઈ જાય તો વીજળી જતી રહેશે. આ કેવા પ્રકારનો નિર્ણય છે."

અમિત ચાવડાએ સ્માર્ટ મીટરની યોજનાને વ્યાપક કૌભાંડ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકાર જોહુકમી કરીને આ મીટર લગાવી રહી છે અને કૉંગ્રેસ આ ‘તઘલખી’ નિર્ણયનો વિરોધ કરશે તેવું કહ્યું છે.

કેજરીવાલે અમિત શાહને પૂછ્યું- દેશમાં બધા પાકિસ્તાની છે?

કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં એક ચૂંટણીરેલીમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીને ભારતમાં કોઈ સમર્થન આપતું નથી. તેમના સમર્થકો પાકિસ્તાનમાં વધુ છે.

આ નિવેદન પર કેજરીવાલે કહ્યું કે "કાલે અમિત શાહ દિલ્હી આવ્યા હતા. દિલ્હી આવીને તેમણે દેશના લોકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના સમર્થકો પાકિસ્તાની છે. હું તેમને પૂછવા માગું છું કે દિલ્હીના લોકોએ અમને 62 સીટ અને પંજાબના લોકોએ 92 સીટ આપીને સરકાર બનાવી છે. તો શું આ લોકો પાકિસ્તાની છે?

કેજરીવાલે કહ્યું, "ગુજરાતના લોકોએ અમને 14 ટકા મત આપ્યા, તો શું તેઓ પણ પાકિસ્તાની છે? શું આ દેશમાં બધા લોકો પાકિસ્તાની છે? તમને વડા પ્રધાન મોદીએ વારસ તરીકે પસંદ કર્યા છે, એ વાતનો તમને એટલો અહંકાર આવી ગયો કે તમે લોકોને ગાળો આપવા લાગ્યા? હજુ તો તમે વડા પ્રધાન પણ નથી બન્યા અને તમને આટલો ઘમંડ આવી ગયો. તમારી જાણ ખાતર કહી દઉં કે તમે પીએમ બનવાના નથી, કેમ કે ચાર જૂને ભાજપની સરકાર બનવાની નથી.

અરવિંદ કેજરીવાલે યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ કહ્યું કે તેમના અસલી દુશ્મન પાર્ટીમાં બેઠા છે. વડા પ્રધાન અને અમિત શાહે યોગી આદિત્યનાથની ખુરશી છીનવી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો છે.

તેમણે યોગી આદિત્યનાથને કહ્યું, "તમે એમને કહો ને, મને કેમ ગાળો આપો છો?"

ઓવૈસી કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થી પર શું બોલ્યા?

અસદુદીન ઓવૈસી

ઇમેજ સ્રોત, ANI

કિર્ગિસ્તાનમાં રહેનાર ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા પર એઆઇએમઆઇએમના ચીફ અસદ્દુદીન ઓવૈસીએ વિદેશમંત્રી એસ. જયશંકરને કડક પગલાં ભરવાં માગ કરી છે.

ઓવૈસીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ એક અધિકારી પાસેથી બચાવ કામગીરી સંબંધિત માહિતી માગી રહ્યા છે.

અસદ્દુદીન ઓવૈસીએ આ વીડિયો સાથે લખ્યું છે કે, "કિર્ગિસ્તાનમાં અમુક સ્થાનિક ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલાઓ કરી રહ્યા છે. એક વિદ્યાર્થીએ મારો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેણે છેલ્લા પાંચ દિવસથી ખાવાનું નથી ખાધું. એસ. જયશંકર, મહેરબાની કરીને ત્યાં રહેતા આપણા લોકોની સુરક્ષા માટે કેટલાંક કડક પગલાં લો. જો સ્થિતિ ન સુધરે તો આ વિદ્યાર્થીની પરત ફરવાની વ્યવસ્થા કરો.

કિર્ગિસ્તાનમાં ગત અઠવાડિયે વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાના અહેવાલો આવ્યા હતા. ત્યાર બાદ ભારતે ઍડવાઇઝરી જારી કરી હતી.

કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે લખ્યું, "હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ વિદ્યાર્થીઓને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ મુશ્કેલી આવે તો દૂતાવાસનો સંપર્ક કરે.

દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર 0555710041 પણ જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ લાઇન ચોવીસ કલાક ચાલુ રહેશે.

કિર્ગિસ્તાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે. બિસ્કેકમાં ભારતીય દૂતાવાસ અનુસાર, કિર્ગિસ્તાનમાં લગભગ 17,400 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

ભારતમાં મુસ્લિમો વિશે પ્રકાશિત થયેલ ન્યૂયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટ પર અમેરિકા શું બોલ્યું?

મૈથ્યુ મિલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૈથ્યુ મિલર

અમેરિકાએ ભારતનો ઉલ્લેખ કરતા અમેરિકાએ કહ્યુ છે કે તે તમામ ધાર્મિક સમુદાયો સાથે સમાન વ્યવહારને લઈને ઘણા દેશોના સંપર્કમાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે દૈનિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, બાઇડન વહીવટીતંત્ર ધર્મની સ્વતંત્રતાના અધિકાર રક્ષણ અને પ્રોત્સાહન માટે પ્રતિબદ્ધ છે અને તમામ ધાર્મિક સમુદાયોના લોકો માટે સમાન વ્યવહારના મહત્વ પર ભારત સહિત વિશ્વના ઘણા દેશો સાથે સંપર્કમાં છીએ."

મૈથ્યૂ મિલર હાલમાં જ પીએમ મોદીના કાર્યાકાળ દરમિયાન ભારતીય મુસ્લિમો પર ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલી સ્ટોરીથી સંબંધિત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો અનિશ્ચિતતા અને ભયના વાતાવરણમાં તેમના બાળકો અને પરિવારનો ઉછેર કરી રહ્યા છે.

આ રિપોર્ટનું શીર્ષક છે "સ્ટ્રેન્જર્સ ઇન ઘેર ઓન લેન્ડઃ બીઇંગ મુસ્લિમ ઇન મોદીઝ ઇન્ડિયા". રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીએ ધર્મનિરપેક્ષ માળખું અને મજબૂત લોકશાહીને ધીરે-ધીરે નબળી પાડી છે.

સંબિત પાત્રાના ભગવાન જગન્નાથ મોદીભક્તવાળા નિવેદન પર વિવાદ કેમ થયો?

સંબિત પાત્રા

ઇમેજ સ્રોત, ani

ભાજપ નેતા અને ઓડિશાના પૂરીથી ભાજપના લોકસભાના ઉમેદવાર સંબિત પાત્રાની એક ટિપ્પણી બાદ ઓડિશા અને દિલ્હીના મુખ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે.

સંબિત પાત્રાનો એક વીડિયો સોમવારે વાઇરલ થયો હતો, જેમાં તેઓ ઓડિશા ભાષામાં 'ભગવાન જગન્નાથને પીએમ મોદીના ભક્ત' ગણાવી રહ્યા છે. જોકે ટીકા બાદ સંબિત પાત્રાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માગી છે.

સંબિત પાત્રાના આ નિવેદન પર ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું, "મહાપ્રભુને કોઈ અન્ય માણસના ભક્ત ગણાવવા એ ભગવાનનું અપમાન છે. તેનાથી દુનિયામાં રહેતા કરોડો જગન્નાથભક્તો અને ઓડિશાના લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. ભગવાન ઓડિયા અસ્મિતાનું સૌથી મોટું પ્રતીક છે. મહાપ્રભુને કોઈ માણસના ભક્ત કહેવા નિંદનીય છે."

તેમણે ઍક્સ પર પોસ્ટ લખી કે "હું ભાજપના પુરી લોકસભા ઉમેદવારે આપેલા નિવેદનની સખત નિંદા કરું છું અને ભાજપને ભગવાનને કોઈ પણ રાજકીય નિવેદનબાજીથી પર રાખવાની અપીલ કરું છું. આવું કરીને તમે ઓડિયા અસ્મિતાને ઠેસ પહોંચાડી છે અને ઓડિશાના લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે."

તો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ નવીન પટનાયકના ટ્વીટનો હવાલો આપીને લખ્યું કે "હું ભાજપના આ નિવેદનની નિંદા કરું છું. તેમણે ખુદ ઈશ્વરથી ઉપર હોવાનું વિચારવાનું શરૂ કરી દીધું છે. આ અહંકારની પરાકાષ્ઠા છે. ભગવાનને મોદીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે."

આ દરમિયાન ભાજપ નેતા સંબિત પાત્રાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે તેમનાથી ભૂલ થઈ છે. તેમણે ભૂલથી આવું કહી દીધું છે. આ ભૂલને સુધારવા માટે તેઓ આગામી ત્રણ દિવસ ઉપવાસ કરશે.

સ્વાતિ માલીવાલે 'ભાજપનાં એજન્ટ'ના આરોપ પર કહ્યું કે દરેક જૂઠ માટે કોર્ટ જઈશ

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ

ઇમેજ સ્રોત, ani

અરવિંદ કેજરીવાલના અંગત વિભવકુમાર પર મારઝૂડનો આરોપ લગાવ્યા બાદ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પાર્ટીના નેતાઓ પર જૂઠ ફેલાવવાનો આરોપ મૂક્યો છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે સ્વાતિ માલીવાલે ભાજપના ઇશારે વિભવકુમાર પર આરોપ લગાવ્યા છે.

આમ આદમી પાર્ટીનું એ પણ કહેવું છે કે સ્વાતિ માલીવાલ પર ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધાયેલો છે અને આ કારણે તેઓ ભાજપનાં કાવતરાનો ચહેરો બન્યાં છે.

આ આરોપો પર સ્વાતિ માલીવાલે હવે જવાબ આપ્યો છે.

તેમણે ઍક્સ પર લખ્યું કે "કાલથી દિલ્હીના મંત્રી જૂઠ ફેલાવી રહ્યા છે કે મારા પર ભ્રષ્ટાચારની એફઆઈઆર થયેલી છે, આથી મેં ભાજપના ઇશારે આ બધું કર્યું છે."

"આ એફઆઈઆર આઠ વર્ષ પહેલાં 2016માં થઈ હતી, જે બાદ મને સીએમ અને એલજી બંનેએ બે વાર મહિલા આયોગનાં અધ્યક્ષ નિયુક્ત કર્યાં હતાં. કેસ આખો નકલી છે, જેના પર માનનીય હાઈકોર્ટે સ્ટે આપેલો છે, જેણે માન્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી."

સ્વાતિ માલીવાલે સવાલ કર્યો છે કે બિભવકુમાર વિરુદ્ધ ફરિયાદ કરવા સુધી હું તેમના માટે 'લેડી સિંઘમ' હતી અને આજે ભાજપની એજન્ટ બની ગઈ?

સ્વાતિ માલીવાલે કહ્યું કે તેઓ દરેક જૂઠ માટે કોર્ટમાં જશે.