એ ગામ જ્યાં પાણી માટે મહિલાઓએ રોજ 70 ફૂટ ઊંડે ઊતરવું પડે છે

આ લોકો જીવના જોખમે 70 ફૂટ ઊંડા કૂવામાં રોજ ઊતરે છે, અને તેઓ ઊતરે છે પાણી લેવા માટે.

પાણી માટે રોજ તેઓ જીવ જોખમમાં મૂકે છે. આ દૃશ્યો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાશિકના ગંગોદાવરીનાં છે.

પાણી માટે આ ગામલોકો રોજ આવો સંઘર્ષ કરે છે. આ ઊંડા કૂવામાં સતત પડી જવાનો ભય હોય છે.

આ કૂવામાં ઊતરવા માટે અહીં પગથિયા કે કોઈ મજબૂત આધાર નથી. અને જીવના જોખમે અંદર ઊતર્યા બાદ પણ નક્કી નથી હોતું કે પાણી મળશે કે નહીં.

ગંગોદાવરી અને બાજુના ગામમાં થઈને કુલ 1700 જેટલા લોકો રહે છે. જેઓ રોજ આ સંઘર્ષ કરે છે.

ગ્રામ પંચાયતે સરકારને આ સમસ્યાને લીધે અહીંનું બજેટ વધારવાની વિનંતી પણ કરી છે, પણ હજી સુધી આ લોકોના જીવનમાં કોઈ ફેર પડ્યો નથી.

જુઓ તેમના પાણી માટેના સંઘર્ષની કહાણી...

બીબીસી ગુજરાતી
Redline
Redline