એ કુપ્રથા જેમાં માસિક વખતે મહિલાઓને છોડી જંગલમાં જતું રહેવું પડે

રજસ્વલા સ્ત્રીઓને એ સમયગાળામાં ઘરકામ તથા ધાર્મિક કર્મકાંડોથી દૂર રાખવામાં આવતી હોવાની પ્રથા ભારતમાં ઘણા સમાજોમાં જોવા મળે છે, પરંતુ આંધ્ર પ્રદેશ તથા તેલંગણા રાજ્યની સરહદે આવેલાં કેટલાંક ગામડાંની રજસ્વલા સ્ત્રીઓએ તો માસિકના દિવસો દરમિયાન નજીકના જંગલમાં, ભૂખ્યાં-તરસ્યાં રહેવું પડે છે.
સામાજિક મુદ્દાઓ પરની વિશેષ કથાઓની શ્રેણીના ભાગરૂપે બીબીસીએ માર્ચ, 2018માં આંધ્ર પ્રદેશના અનંતપુરમ જિલ્લાના રોલ્લા મંડલ હેઠળના ગંથાગોલહટ્ટી ગામની મુલાકાત લીધી હતી. એ ગામની કુપ્રથાઓ તથા તેના અંત બાબતે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા થતા પ્રયાસો વિશે બીબીસીએ અધિકારીઓ સાથે વાત કરી હતી.
જાગૃતિના પ્રસારનું કામ ચાલી રહ્યું હોવાનું અધિકારીઓએ તે સમયે જણાવ્યું હતું, પરંતુ એ ગામોમાં પરિસ્થિતિ જરાય બદલાઈ નથી, એવું પ્રતિમાએ બીબીસી માટેના અહેવાલમાં જણાવ્યું હતું.
ફક્ત આ જ ગામમાં નહીં, આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમ મંડલ હેઠળના ઉરીનયનપલ્લી, ઉરનયની કોથ્થરુ તથા સલ્લારાપલ્લી ગામ તેમજ તામિલનાડુના એકલનાથ્થમ ગામમાં પણ આવી પરિસ્થિતિ પ્રવર્તે છે.
એ ગામોમાં આશરે 2500 લોકોની વસ્તી છે. રજસ્વલા સ્ત્રીઓને ગામ બહાર રાખવાની કુપ્રથા પ્રવર્તે છે તે ગામોની મુલાકાત બીબીસીએ લીધી હતી અને ગામથી દૂર રાખવામાં આવેલી રજસ્વલા સ્ત્રીઓ સાથે વાત પણ કરી હતી.
ઉરીનયનપલ્લી, ઉરનયની કોથ્થરુ તથા સલ્લારાપલ્લી ગામ કુપ્પમ મંડલ હેડક્વાર્ટરથી આશરે આઠ કિલોમિટર દૂર આવેલાં છે, જ્યારે ગુડીપલ્લી મંડલનું પાલ્યમ ગામ એ ગામડાંથી થોડા કિલોમિટર દૂર આવેલું છે.
ઉરીનયનપલ્લીના જંગલમાંથી છ કિલોમિટર ચાલીને તામિલનાડુના ક્રિષ્નાગિરિ જિલ્લામાંના એકલનાથ્થમ પહોંચી શકાય છે.
અહીં મોટા ભાગના લોકો વાલ્મીકિ નાયડુ જ્ઞાતિના છે. રજસ્વલા સ્ત્રીને ગામ બહાર મોકલવાની પ્રથાનું પાલન તેઓ દાયકાઓથી કરતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુઓ, આ વીડિયો રિપોર્ટ.















