અમદાવાદ શહેર કરતાં સાત ગણી મોટી હિમશિલા થોડા મહિનામાં પીગળી જશે ત્યારે શું થશે?

ઇમેજ સ્રોત, ROB SUISTED/REUTERS
- લેેખક, જોનાથન એમૉસ, એરવૉન રિવૉલ્ટ અને કેટ ગેનૉર
- પદ, બીબીસી ન્યૂઝ
દુનિયાની સૌથી મોટી હિમશિલા તેની સફરે નીકળી ગઈ છે. ગ્રેટર લંડન કરતાં બમણાંથી પણ વધુ કદ ધરાવતી વિશ્વની સૌથી મોટી હિમશિલા (આઇસબર્ગ) આગળ વધી રહી છે. ઍન્ટાર્કટિકાના કિનારે થોડાં અઠવાડિયાં લટાર માર્યા બાદ હવે તેણે ફરીથી ગતિ પકડી છે.
જોકે, હિમશિલાનો આકાર ઝડપથી ઘટી રહ્યો છે પરંતુ હજુય તે 3800 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે.
તેનું ક્ષેત્રફળ બહેરીન અને સિંગાપુર જેવા 29 દેશો કરતાં પણ મોટું છે.
ઍન્ટાર્કટિકાના સરહદી વિસ્તારોમાં કેટલાંક અઠવાડિયાં સુધી ધીમી ગતિએ ચાલ્યા બાદ તેની ઝડપ હવે વધી ગઈ છે.
આ હિમશિલા A23a નામે ઓળખાય છે. તે 1986માં ઍન્ટાર્કટિક દરિયાકિનારાથી તૂટીને અલગ થઈ ગઈ હતી, પરંતુ તેણે સૌથી મોટું સ્થળાંતર તાજેતરમાં જ શરૂ કર્યું છે.
તે 30થી વધુ વર્ષ સુધી બરફના સ્થિર ટાપુની માફક વેડેલ સમુદ્રના તળિયે કાદવમાં સખત રીતે અટવાયેલી રહી હતી. તેના 350 મીટર લાંબા અને ઊંડા મોભે તેને ત્યાં સ્થિર કરી રાખી હતી.
તે 2020 સુધી તબક્કા વાર પીગળતી રહી હતી અને પીગળવાને કારણે ફરી તરવા તથા આગળ વધવા લાગી હતી. પછી પ્રવાહો અને પવન તેને ઉત્તર તરફ, ગરમ હવા તથા પાણીની લહેરો તરફ લઈ ગયા હતા.

'આઇસબર્ગ એલે'

A23a હવે એવા માર્ગે આગળ વધી રહી છે, જે ઍન્ટાર્કટિકાના તરતા બરફને આગળ ધકેલે છે અને વિજ્ઞાનીઓ તેને ‘આઇસબર્ગ એલે’ કે 'હિમશિલાઓની પગદંડી' કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વિનાશનો માર્ગ છે. તેના ટુકડા થઈ જશે અને તે થોડા મહિનાઓમાં જ પીગળી જશે. કોઈ હિમશિલા માટે આ બરબાદીના રસ્તા પર આગળ વધવા જેવું છે. તે તૂટવા જઈ રહી છે, તે પીગળવા જઈ રહી છે, તેનું અસ્તિત્વ ખતમ થવા જઈ રહ્યું છે અને એ પણ માત્ર થોડા મહિનાઓમાં જ.
હાલમાં આ હિમશિલા વિષુવવૃત રેખાની ઉત્તરે 60 ડિગ્રી સમાંતર અંતરે તરી રહી છે. આ વિસ્તાર સાઉથ ઑક્ને આઇસલૅન્ડની નજીક અને ઍન્ટાર્કટિકા પ્રાયદ્વીપના ઉત્તર-પૂર્વી છેડેથી 700 કિલોમીટરના અંતરે છે.

નજીકથી પસાર થતાં જહાજો અને સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરો સતત આ હિમશિલાની પીગળવાની પુષ્ટિ કરી રહ્યા છે.
દરરોજ મોટા-મોટા ટુકડાઓ તૂટીને દરિયામાં પડી રહ્યા છે.
A23a નામની આ હિમશિલા ફૂટબૉલના મેદાનનો આકાર ધરાવતી અનેક બર્ફીલી શિલાઓથી ઘેરાયેલું છે.
આવનારા દિવસોમાં તેના પ્રવાહને હવાઓ, સમુદ્રી તોફાનો અને પાણીનું વહેણ નક્કી કરશે.
પરંતુ બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી સુધી પહોંચતા જ આવી હિમશિલાઓ પીગળીને ખતમ થઈ જાય છે.
આ હિમશિલાનું કદ ખરેખર કેટલું મોટું છે?

ઇમેજ સ્રોત, CHRIS WALTON/BAS
A23aનું સાચું કદ માપવું ખરેખર મુશ્કેલ છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના ક્રાયોસેટ-2 મિશન પર કામ કરતા વિજ્ઞાનીઓએ તેના ઘેરાવાનો અંદાજ કાઢવા અવકાશયાનના અલ્ટિમીટરનો ઉપયોગ કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેની સરેરાશ જાડાઈ 920 ફૂટથી વધુ છે.
દિલ્હીના કુતુબમિનારની ઊંચાઈ અંદાજે 238 ફૂટ છે. તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલું મોટું છે.

ઇમેજ સ્રોત, ASHLEY BENNISON/BAS
તેનું ક્ષેત્રફળ બહેરિન અને સિંગાપુર જેવા 29 દેશો કરતાં મોટું છે.
શક્તિશાળી મોજાંઓ આ હિમશિલાની દીવાલોને સતત કાપી રહી છે. તેના કારણે હિમશિલાઓમાં મોટી ગુફાઓ જેવી જગ્યાઓ બની રહી છે. બરફના મોટા ટુકડાઓ સમુદ્રમાં પડી રહ્યા છે.
ગરમ હવાઓ પણ ધીમે ધીમે તેનો પ્રભાવ દેખાડી રહી છે.
ઓગળેલું પાણી હિમશિલાની સપાટી પર એકઠું થશે અને તિરાડોમાંથી નીચે ઊતરશે અને તળિયે નહીં પહોંચે ત્યાં સુધી તિરાડોને વધુ પહોળી કરશે.

વર્ષના અંતે શું થવા જઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, ROB SUISTED/REUTERS
એવું બની શકે છે કે આ વર્ષના અંત સુધીમાં આ હિમશિલા આખી પીગળી જાય. પરંતુ તે એક મોટી વિરાસત પાછળ છોડીને જશે.
અન્ય મોટી હિમશિલાઓની જેમ તેના પીગળવાથી ખનિજ ધૂળ વીખેરાઈ જશે.
ખનિજોની આ ધૂળ હિમશિલાઓના ગ્લેશિયરનો ભાગ હોવાને કારણે તેના બરફમાં ફસાઈ ગયો હતો.
મુક્ત સમુદ્રમાં આ ધૂળ એ જીવો માટે પોષકતત્ત્વોનો એક સ્રોત છે જે સમુદ્રી ફૂડચેઇનનો આધાર બને છે.
સમુદ્રના અનેક મોટા જીવોને આ હિમશિલા આખી પીગળી જવાથી લાભ મળશે.

ઇમેજ સ્રોત, ROB SUISTED/REUTERS
જ્યારે લોકો આવી જંગી હિમશિલા વિશે સાંભળે છે ત્યારે તેઓ તરત જ વિચારે છે કે આ આબોહવા પરિવર્તનનો સંકેત છે, ગરમ થતા વિશ્વનું પરિણામ છે પરંતુ હકીકત વધારે જટિલ છે.
A23a ઍન્ટાર્કટિકાના એ હિસ્સામાંથી આવી છે, જ્યાં હજુ પણ પારાવાર ઠંડી છે. આ એક મહાકાય આઇસશેલ્ફ છે વેડેલ સમુદ્રમાં તરી રહી છે. પાણીમાં પ્રવેશવાથી ગ્લેશિયર્સનો આગળનો હિસ્સો ઊંચકાય છે અને હડસેલાઈને બહાર આવે છે.

આ શેલ્ફના આગળના હિસ્સામાંથી બરફના મોટા હિસ્સાનું પીગળવું એક કુદરતી પ્રક્રિયા છે. વિજ્ઞાનીઓ તેને ‘કાલ્વિંગ’ કહે છે.
કાલ્વિંગ એટલે ગાય તેનાં બચ્ચાંને જન્મ આપે તે પ્રક્રિયા. પ્રસ્તુત સંદર્ભમાં હિમશિલાના ટુકડા થાય તેને કાલ્વિંગ કહેવાય.
બર્ગનાં ઇન્જેક્શન અને બરફ સંતુલિત થવાથી ગ્લેશિયર બને છે. આવું થાય તો શેલ્ફ સંતુલનમાં રહે.
વૈજ્ઞાનિકોનું સતત નિરીક્ષણ શરૂ

શેલ્ફની આગળના હિસ્સામાં ગરમ પાણીની જોરદાર થપાટો તેનું સંતુલન બગાડી શકે, પરંતુ ફિંલ્ચરમાં આવું થઈ રહ્યું હોવાના કોઈ પુરાવા નથી.
આ ચોક્કસપણે સાચું છે, પરંતુ મહાદ્વીપના અન્ય ભાગોમાં આપણે જોયું છે તેમ ગરમ વાતાવરણથી આખી શેલ્ફનું પતન ઝડપી બને છે અને બરફની અદભુત છોળ પ્રસરે છે.
પૅટર્નમાંના ફેરફારને સમજવા અને સંતુલન બદલાતું હોવાના સંકેતને પામવા માટે વિજ્ઞાનીઓ બરફના વિશાળ ટુકડાઓ કેટલા તથા ક્યાં થઈ રહ્યા છે તે જાણવા સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
તેઓ તેના ઐતિહાસિક સંદર્ભને સમજવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ઉપગ્રહો મારફત આપણને લગભગ 50 વર્ષનાં અવલોકન જ મળ્યાં છે અને તે નાનકડો રેકૉર્ડ છે.
દીર્ઘકાલીન પરિપ્રેક્ષ્યને સમજવા માટે સંશોધકોએ તાજેતરમાં આઇસબર્ગ એેલેમાં સમુદ્રના તળમાં ડ્રિલિંગ કર્યું હતું.

ઇમેજ સ્રોત, MARIE BUSFIELD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કાદવનું સમયાંકન કરી શક્યા હતા અને ઍન્ટાર્કટિક ખંડમાંથી આઇસબર્ગ્સ દ્વારા લાવવામાં આવેલા પથ્થરના કાટમાળની ચકાસણી કરી શક્યા હતા.
આ તપાસ વડે ભૂતકાળની ઘટનાઓનું એક ચિત્ર બનાવવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે આઇસબર્ગ એલેમાં લગભગ 12 લાખ વર્ષ પહેલાં હિમશિલાનો મોટો પ્રવાહ જોવા મળ્યો હતો.
વૈજ્ઞાનિકો માને છે કે આ અગાઉના વોર્મિંગના અજાણ્યા તબક્કાના પુરાવા છે. એ ગરમાટાને કારણે પશ્ચિમ ઍન્ટાર્કિટિકાની અનેક આઇસ શેલ્વ્ઝ તૂટી પડી હતી.
વિશ્વમાં વાસ્તવમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આઇસબર્ગની ભૂતકાળની પ્રવૃત્તિનો જાતે તાગ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે દક્ષિણ આફ્રિકામાં 300 મિલિયન વર્ષો પહેલાં પ્રદેશ પાણીની અંદર હતો અને દક્ષિણ ધ્રુવની નજીક હતો ત્યારે સમુદ્રતળ સાથે ખેંચાતા બરફના ટુકડાઓનાં નિશાનો પર તમે ચાલી શકો એવી પરિસ્થિતિ હતી.
વેડેલ સમુદ્રના તળિયે A23aએ પણ આ જ રીતે પોતાની યાત્રા શરૂ કરી હશે. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી એમ જ ચાલતી રહી હશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












