You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 વર્લ્ડકપ : એ ત્રણ બાબતો, જેણે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપમાં અજેય બનાવી દીધી
‘ઇન્ડિયા વિલ વિન. ભારત વર્લ્ડકપ લઈ જશે.’
મેલબર્ન ક્રિકેટ મેદાનની બહાર રવિવારે બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે વાત કરી રહેલા ફેન્સે પૂરા વિશ્વાસ સાથે આ દાવો કર્યો છે.
ક્રિકેટની અનિશ્ચિતતાને ભૂલીને ભવિષ્યવાણી કરતા ફેન્સને યાદ અપાવવામાં આવ્યું કે ટ્રૉફી સુધી પહોંચતા પહેલાં ટીમને બે જીત હાંસલ કરવાની છે.
સેમિફાઇનલમાં (ગુરુવારે) ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ સામે મૅચ યોજાવાની છે તો ફેન્સના સમૂહમાંથી કોઈ એક વ્યક્તિએ કહ્યું કે, “ભારત ક્યાં પછળ રહી ગયો છે? ભારત જીતશે જ. 2022નો વર્લ્ડકપ લઈને જ જશે.”
આ વાતચીતની થોડી મિનિટો પહેલાં જ ભારતે ‘ઊલટફેરમાં માહેર’ ઝિમ્બાબ્વે પર 71 રનથી મોટી જીત હાંસલ કરી હતી. બૉલિંગ અને બેટિંગમાં કેટલીક ઓવરને છોડીને ઝિમ્બાબ્વેની ટીમ ક્યારેય સંઘર્ષમાં જોવા મળી ન હતી.
ઝિમ્બાબ્વે સામે પણ ચાહકોએ ટીમની રમતમાં એવા જ નબળાં પાસાં જોયાં જે ક્રિકેટ નિષ્ણાતોએ જોયાં હતાં. કૅપ્ટન રોહિત શર્માની નિષ્ફળતા, ટોચના સ્પિનર્સ લયમાં ન હોવાની સમસ્યા અને ફિલ્ડિંગની નબળાઈઓ ફરિયાદનું કારણ બની હતી તેમ છતાં પણ મૅચ જોવા પહોંચેલા અને સોશિયલ મીડિયા પર કૉમેન્ટ કરી રહેલા ચાહકોમાંથી વધુ પડતાં લોકો દાવો કરી રહ્યા છે કે ‘ભારતીય ટીમને રોકવી મુશ્કેલ છે.’
રોહિત શર્મા અને તેમની ટીમ વર્લ્ડકપ લઈને ઘરે આવે એવી ઇચ્છા તમામ પૂર્વ ખેલાડી જાહેર કરી રહ્યા છે. એમાં ક્રિકેટના મહાન બૅટ્સમૅનોમાં ગણાતા સચીન તેંડુલકર પણ છે.
સચીન તેંડુલકરે વિરાટ કોહલીને આપી શુભેચ્છા
ઝિમ્બાબ્વે સામે મૅચના એક દિવસ પહેલાં ભારતના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ જન્મદિવસ ઊજવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમયે સચીન તેંડુલકરે પણ ટ્વીટ કરીને વિરાટને શુભેચ્છા પાઠવી અને કહ્યું, “ડિયર વિરાટ વર્લ્ડકપ વચ્ચે કેક કાપતી સમયે તમે પણ પ્રાર્થના કરી રહ્યા હશો જે દુનિયામાં હાજર બધા ભારતીય કરી રહ્યા છે.”
24 વર્ષની કારકિર્દી દરમિયાન છ વર્લ્ડકપ રમેલા સચીન તેંડુલકરે કેટલીય વાર જણાવ્યું કે, આવી ટુર્નામેન્ટ દરમિયાન પરિવાર અને મિત્રોથી લઈને ચાહકો, ટેક્સી ડ્રાઇવર, હોટલ સ્ટાફથી લઈને દરેક લોકો માત્ર ટ્રૉફી જીતવાની વાત જ કરે છે.
આ માગથી ખેલાડીઓમાં દબાણ પણ વધે છે. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા તેનાથી વાકેફ છે અને તેઓ કોઈ મોટો દાવો કરવા માગતા નથી.
સૂર્યકુમાર યાદવનાં પત્ની મૅચ પહેલાં એવું શું કરે છે કે સૂર્યા વરસાવે છે રનની ઝડીઅશોક માંકડ : આ કાકામાં પ્રતિભાની કોઈ કમી ન હતી, પણ નસીબે સાથ ન આપ્યો
મિશન રોહિત
ઇંગ્લૅન્ડ સાથેની મૅચને લઈને રોહિત શર્માએ કહ્યું છે કે, “ઇંગ્લૅન્ડ એક સારી ટીમ છે. આ એક સારી મૅચ હશે. જો અમે સેમિફાઇનલમાં સારો દેખાવો કરીશું તો અમે વધુ એક મૅચ રમીશું.”
જો રોહિત શર્મા એડિલેડ જઈને ફાઇનલમાં રમવા માટે પાછા મેલબર્નમાં આવવા માગે છે અને એ જ સંકેત મળે છે કે, ચાહકો અને સમર્થકો જે સપનાં જોઈ રહ્યાં છે, ટીમ ઇન્ડિયાએ પણ તેમને સહભાગી બનાવી લીધા છે.
આ સપનું કોઈ એક દિવસ માટે નથી જોવામાં આવ્યું. યાદ કરો, વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાની ‘ડ્રીમ સ્ટોરી’નું પ્રથમ પાનું મેલબર્નમાં જ પાકિસ્તાન સામે લખ્યું હતું.
એ મૅચમાં અવિશ્વસનીય જીત અપાવનારા વિરાટ કોહલીને કૅપ્ટન રોહિત શર્માને ખભા પર ઉઠાવી લીધા. તેમના સમયના સૌથી દિગ્ગજ ગણાતા બૅટ્સમૅનમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ‘વિવાદ’ અને ‘કોલ્ડવૉર’ના સમાચાર ઘણી વાર મીડિયામાં આવ્યા છે.
બન્ને બૅટ્સમૅનના ચાહકો હંમેશાં સોશિયલ મીડિયા પર સામસામે આવતા જોવા મળે છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં રોહિત શર્માની કૅપ્ટનશિપમાં રમી રહેલી ભારતીય ટીમના સૌથી મોટા વિજેતા વિરાટ કોહલી જ બનેલા છે.
પાંચ મૅચમાં 123ની જબરજસ્ત સરેરાશ સાથે વિરાટ કોહલી 246 રન બનાવી ચૂક્યા છે. તેમણે ત્રણ અર્ધ સદી ફટકારી છે. વર્લ્ડકપના તેઓ સૌથી સફળ બૅટ્સમૅન છે.
વિરાટ કોહલી ફિલ્ડિંગ કરતી સમયે પણ જોશમાં જોવા મળે છે, જે તેમની ઓળખ રહી છે.
તેમની બેટિંગ અને 'બૉડી લેંગ્વેજ' જોઈને કૉમેન્ટેટર અને ક્રિકેટ સમીક્ષક કહે છે કે કોહલી 'વિરાટ મિશન લઈને ઑસ્ટ્રેલિયા આવ્યા છે.'
કોહલીએ શરૂઆતમાં ધીમા લાગતા કેએલ રાહુલને પણ લયમાં લાવવામાં મદદ કરી છે.
ફેન્સ અને સમીક્ષકોને ભારતીય બૉલરોની ચોકડી (અર્શદીપસિંહ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા) પણ ટીમની મજબૂત કડી જણાઈ રહી છે.
ટીમને આસમાની આશા હોવાનું કારણ સૂર્યકુમાર યાદવનું અજોડ પ્રદર્શન પણ છે. ફેન્સ તેમને સ્કાય (SKY) કહે છે અને તેઓ એ નામને સાર્થક પણ કરી રહ્યા છે.
2021માં કરિયરની શરૂઆત કરનારા સૂર્યકુમાર યાદવ ટ્વેન્ટી-20 રેન્કિંગમાં નંબર વન બૅટ્સમૅન બની ચૂક્યા છે. તેમને 360 ડિગ્રી બૅટ્સમૅન કહેવાય છે અને એ આ ટુર્નામેન્ટમાં જોવા મળ્યું છે.
સૂર્યકુમાર યાદવે આ ટુર્નામેન્ટમાં ત્રણ અર્ધ સદીની મદદથી 225 રન બનાવી ચૂક્યા છે. તેમની સરેરાશ છે 75.
કૅપ્ટન રોહિત શર્મા કહે છે, "સૂર્યકુમાર યાદવ ટીમ માટે જે કરી રહ્યા છે એ અવિશ્વસનીય છે. મેદાનમાં આવીને તેઓ એવા અંદાજમાં રમે છે કે અન્ય ખેલાડીઓ પણ દબાણમાં રહેતા નથી."
રોહિત શર્માએ વધુમાં કહ્યું, "તેમની ક્ષમતાથી તેઓ વાકેફ છે. તેનાથી સામેના છેડે રહેલા ખેલાડીઓને પોતાનો સમય લેવામાં મદદ મળે છે. જ્યારે તેઓ બેટિંગ કરતા હોય છે ત્યારે ડગ આઉટમાં પણ રાહત રહે છે.