ઇલેક્ટોરલ બૉન્ડના લીધે ભારતીય લોકતંત્ર પર કેમ ઊઠી રહ્યા છે ગંભીર સવાલ?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય પક્ષોને ગુપ્ત દાન આપતી યોજના ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત માહિતી હવે ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે 18 માર્ચે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને ચૂંટણી બૉન્ડ સંબંધિત તમામ માહિતી શેર કરવા કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે, 21 માર્ચની સાંજ સુધીમાં એસબીઆઈ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) એફિડેવિટ દાખલ કરે કે કોઈ માહિતી છુપાવવામાં આવી નથી.
ઇલેક્ટોરલ બૉન્ડને લગતી માહિતીના આદાનપ્રદાનને લઈને અત્યાર સુધી ઘણા પ્રશ્નો ઊભા થયા છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સામે માહિતી શેર ન કરવા અંગે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પછી સવાલ એ ઊભો થયો કે શેર કરેલી માહિતી પરથી એ જાણી શકાયું નથી કે ચૂંટણી બૉન્ડ દ્વારા કોણે કયા રાજકીય પક્ષને કેટલા પૈસા આપ્યા.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ પ્રશ્નોના જવાબો આવવા લાગ્યા છે, પરંતુ એક પ્રશ્ન હજુ પણ બાકી છે.

રાજકીય પક્ષો અને ઇલેક્ટોરલ બૉન્ડ્સ તરફથી મળેલ દાન

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપઃ રૂ. 6986 કરોડ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીએમસી: રૂ. 1397 કરોડ
કોંગ્રેસઃ રૂ. 1334 કરોડ
બીઆરએસ: રૂ. 1322 કરોડ
બીજેડી: રૂ. 944 કરોડ
ડીએમકે: રૂ. 656 કરોડ

કઈ કંપનીઓએ સૌથી વધુ ચૂંટણી બૉન્ડ ખરીદ્યા?


રાજકીય પક્ષોએ ચૂંટણી બૉન્ડ વિશે શું કહ્યું અને શું નહીં?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં આપેલી દાતાઓ વિશેની માહિતી હવે ચૂંટણી પંચ મારફતે જાહેર કરવામાં આવી છે. આ માહિતી સીલબંધ કવર હેઠળ શેર કરવામાં આવી હતી.
ડીએમકેને ફ્યુચર ગેમિંગ કંપની તરફથી લગભગ રૂ. 509 કરોડનું મહત્તમ દાન મળ્યું. ડીએમકેને ચૂંટણી બૉન્ડ દ્વારા કુલ રૂ. 656 કરોડ મળ્યા છે.
ડીએમકે એ અમુક રાજકીય પક્ષોમાંથી એક છે જેણે દાતાઓ વિશે માહિતી શેર કરી હતી. ભાજપ, કૉંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીએ આ માહિતી ચૂંટણી પંચ સાથે શેર કરી નથી.
ભાજપે કહ્યું હતું કે દાન આપનારાઓના નામનો કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી.
ટીએમસી અને જનતા દળ યુનાઈટેડ એટલે કે જેડીયુએ 2018-19માં દાન આપનારાઓની ઓળખ જાહેર કરી નથી.
જેડીયુએ બે દાતાઓનાં નામ આપ્યાં છે. આ નામો છે શ્રીસીમેન્ટ અને ભારતી એરટેલ.
ટીએમસીએ કોઈ દાતાનું નામ જાહેર કર્યું નથી. ટીએમસીએ આ વિશે કહ્યું, "ઘણા બૉન્ડ અમારી પાર્ટી ઑફિસના ડ્રૉપ બોક્સમાં નાખવામાં આવ્યા હતા અથવા પાર્ટી સમર્થકો દ્વારા અમને પહોંચાડવામાં આવ્યા હતા. જેમણે દાન આપ્યું છે તેમની માહિતી અમારી પાસે નથી."
જેડીયુએ પણ ચૂંટણી પંચને આપેલા જવાબમાં આવું જ કારણ આપ્યું હતું.

ભારતની લોકશાહી અને ચૂંટણી બૉન્ડ સિસ્ટમ

ઇમેજ સ્રોત, INC/X
ઘણા નિષ્ણાતોએ ઇલેક્ટોરલ બૉન્ડને લોકશાહી માટે ખતરનાક ગણાવ્યા છે.
જ્યારે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય જાહેર કર્યાં હતા ત્યારે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ નિર્ણયથી ભારતના લોકતંત્ર પર લાંબા ગાળાની અસર પડશે.
આવી સ્થિતિમાં હવે મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ કે, શું ચૂંટણી બૉન્ડ લોકશાહી માટે ખતરનાક સાબિત થયા?
ઇલેક્ટોરલ બૉન્ડમાંથી મળેલી માહિતી બાદ પારદર્શિતા, ડોનેશનના બદલામાં સરકાર તરફથી મળતો લાભ, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ જેવા અનેક સવાલો સપાટી પર આવ્યા છે.

ઇલેક્ટોરલ બૉન્ડ અંગે પારદર્શિતાનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગના રાજકીય પક્ષોએ ચૂંટણીપંચને દાન આપનારાઓના નામ જાહેર કર્યાં નથી.
ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસીએ આપવામાં આવેલા જવાબોમાં કોઈ દાતાનું નામ નથી. ડીએમકે અને જેડીયુએ કેટલાક દાતાઓના નામ જાહેર કર્યા છે.
જો કે, 18 માર્ચે, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ચૂંટણી બૉન્ડના આલ્ફાન્યૂમેરિક નંબર પ્રદાન કરવા કહ્યું છે. આ નંબર દ્વારા, રાજકીય પક્ષ બૉન્ડ ખરીદે છે અને તેને રોકડ કરે છે તે વિશે જાણી શકાશે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પર લખ્યું, "સુપ્રીમ કોર્ટે આલ્ફા ન્યુમેરિક નંબર સાથે સંબંધિત માહિતી શેર કરવા કહ્યું છે, જેનાથી એ જાણવામાં મદદ મળશે કે કયા દાતાએ કઈ પાર્ટીને દાન આપ્યું છે. સરકાર તેને છુપાવવા પર તણાઈ ગઈ હતી. CII, FICCI, ASSOCHAM જેવી સંસ્થાઓ પણ તેને છુપાવવા માંગતી હતી."
બીબીસી સાથે વાત કરતી વખતે, કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે પણ કહ્યું હતું કે, "પહેલા કોર્પોરેટ ગૃહો રાજકીય પક્ષોને ખુલ્લી અને પારદર્શક રીતે દાન આપતા હતા, પરંતુ તેઓ તેમના નફાના અમુક ટકા જ દાન કરતા હતા. ખોટ કરતી કંપની દાન આપવા સક્ષમ ન હતી. આપણે એ જ અભિગમ પર પાછા જવું જોઈએ જ્યાં કોઈ પણ ખુલ્લી અને પારદર્શક રીતે દાન કરી શકે."
જો કે, કૉંગ્રેસે ચૂંટણી બૉન્ડ દ્વારા દાન આપનારાઓના નામ પણ જાહેર કર્યા નથી અને તે પારદર્શિતાના સંદર્ભમાં પ્રશ્નોની બહાર નથી.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું હતું કે, "આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે તે રાજકીય ભંડોળ સાથે જોડાયેલો મામલો છે. આ મુદ્દો આપણી લોકશાહીના ચરિત્ર અને વિશ્વસનીયતાને અસર કરે છે. શું સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં રાજકીય ભંડોળમાં પારદર્શિતાની આશા ઠગારી નીવડી છે?"
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે, દરેકે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ, પરંતુ ચૂંટણી બૉન્ડમાં સુધારો કરીને તેને પાછા લાવવા જોઈએ.
કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો?

ઇમેજ સ્રોત, ANI
છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે કંપનીઓએ સૌથી વધુ સંખ્યામાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા છે તેમાં કેટલીક એવી કંપનીઓ છે જે કેન્દ્રીય એજન્સીઓના રડાર પર છે.
રિપોર્ટર્સ કલેક્ટિવના સભ્ય અને વરિષ્ઠ પત્રકાર નીતિન સેઠીએ બીબીસી હિન્દીને કહ્યું, "એવી કંપનીઓ છે કે જેનાં સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને પાર્ટી ફંડમાં પૈસા આપવામાં આવ્યા હતા."
નીતિન સેઠીએ જે કહ્યું તે કેટલાંક ઉદાહરણોથી સમજી શકાય છે.
ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લગભગ રૂ. 1300 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા છે. તેમાંથી ડીએમકેએ રૂ. 509 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ રોક્યા. તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે.
11 મે-2023ના રોજ EDએ આ કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. EDએ જણાવ્યું હતું કે ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે અનેક રાજ્ય સરકારો સાથે કરાર કર્યો હતો કે, તે દેશભરમાં તેમની લૉટરીનું વેચાણ કરશે, પરંતુ લૉટરી જારી કરનાર રાજ્યને લોટરીના વેચાણથી થતી આવક જમા ન કરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી.
જ્યારે ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે થોડા દિવસો પછી આ કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.
મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, વેદાંત લિમિટેડ પણ કેન્દ્રીય એજન્સીઓના સ્કૅનર હેઠળ છે. હિટેરો ફાર્મા કંપની (Hetero Pharma Company), હીરો મોટોકૉર્પ (Hero MotoCorp), રશ્મિ ગ્રૂપ (Rashmi Group) અને ડીએલએફ (DLF) ગ્રૂપે પણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડ્યા બાદ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.
ભાજપ પર આરોપ લગાવતા કૉંગ્રેસે કહ્યું, "ભાજપે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યો અને ચૂંટણી બૉન્ડ દ્વારા આ કંપનીઓ પાસેથી 400 કરોડ રૂપિયા લીધા."
2019થી 2024 દરમિયાન ચૂંટણી બૉન્ડ દ્વારા દાન આપનાર ટોચની 5 કંપનીઓમાંથી ત્રણ ઇડી અને આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ હતી.
7 એપ્રિલ-2022 ના રોજ ઈડીએ તેની સંપત્તિ જપ્ત કર્યાના પાંચ દિવસ પછી, ફ્યુચર ગેમિંગ કંપનીએ રૂ. 100 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પર ઊભા થતા પ્રશ્નો

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટોરલ બૉન્ડના મામલે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બૉન્ડ વિશે માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને રાહત ન આપતાં તેને 12 માર્ચ-2024ની નક્કી કરેલી સમયમર્યાદા સુધીમાં તમામ માહિતી પૂરી પાડવા માટે કહ્યું હતું.
એસબીઆઈ 30મી જૂન સુધીનો સમય માંગી રહી હતી, તેને સુપ્રીમ કોર્ટ તરફથી ઠપકો મળ્યા બાદ 12મી માર્ચ સુધી માહિતી આપી દીધી હતી..
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું છે કે, શું એસબીઆઈ જાણીજોઈને લોકસભા ચૂંટણી સુધી માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?
એસબીઆઈએ માહિતી આપી હતી પરંતુ તે અધૂરી હતી. આ મામલે 15 માર્ચે અને ફરીથી 18 માર્ચે સુપ્રીમ કોર્ટે એસબીઆઈ સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 21 માર્ચ સુધીમાં એફિડેવિટ સાથે ચૂંટણી પંચને તમામ માહિતી આપવાનું કહ્યું છે.
પત્રકાર પૂનમ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, "વર્ષ 2018માં, મેં 1,000 રૂપિયાના બે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા. પરંતુ ડેટા જોયા પછી મારું નામ 20 ઑક્ટોબર 2020 ના રોજ દેખાઈ રહ્યું છે. શું આ ભૂલ છે અથવા મારા નામની અન્ય કોઈ વ્યક્તિએ બૉન્ડ્સ ખરીદ્યા છે? આ એક મોટો સંયોગ હશે. યૂનિક નંબર સાથે શંકા દૂર થઈ જશે. હવે, મારું નામ 2020ની યાદીમાં હોવાના કારણે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. "
તમે મને દાન આપો, હું તમને લાભ આપીશ

ઇમેજ સ્રોત, MARTINFOUNDATION.COM
ઇલેક્ટોરલ બૉન્ડ સાથે જોડાયેલી માહિતી બહાર આવવાની સાથે એ વાત પણ સામે આવી છે કે ડોનેશન કરનારી કંપનીઓને કેટલાંક રાજ્યોમાં લાભ મળ્યો છે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ચૂંટણી બૉન્ડ ખરીદનારી બીજી સૌથી મોટી કંપની મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર સવાલો ઉઠાવ્યા છે.
પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પર લખ્યું, "મેઘા એન્જિનિયરિંગે 11 એપ્રિલ-2023ના રોજ રૂ. 100 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ કોને આપ્યા? પરંતુ એક મહિનામાં જ તેને ભાજપની મહારાષ્ટ્ર સરકાર તરફથી રૂ. 14,400 કરોડનો કંન્ટ્રાક્ટ મળ્યા. જોકે, એસબીઆઈએ આ માહિતીમાં બૉન્ડ નંબરો છુપાવ્યા છે પરંતુ તેમ છતાં કેટલાક દાતાઓ અને પક્ષકારોને મૅચ કરીને અંદાજ લગાવી શકાય છે. મોટા ભાગના દાન 'એક હાથ આપો, બીજા હાથ લો' જેવા લાગે છે."
અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ મેઘા એન્જીનિયરીંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે. આમાં તે મેઘના એન્જિનિયરિંગનાં વખાણ કરતાં સાંભળવા મળે છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાના દાનની માહિતી પણ સામે આવી છે.
લોકો સોશિયલ મીડિયા પર પૂનાવાલાના પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને ડોનેશનની તારીખ અને થોડા દિવસો પછી પીએમ મોદીને મળ્યાનો ફોટો શેર કરીને પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
આંધ્રપ્રદેશમાં ટીડીપીના સાંસદ સી.એમ. રમેશ જે ઇડીના દરોડા બાદ ભાજપમાં જોડાયો હતા, તેમની કંપનીએ હિમાચલમાં આશરે રૂ. 1,000 કરોડનો કંન્ટ્રાક્ટ જીત્યો અને બાદમાં પહેલા પાંચ અને પછી રૂ. 40 કરોડના ચૂંટણી બૉન્ડ ખરીદ્યા.
આવાં બીજાં ઘણાં ઉદાહરણો છે જેની તપાસ ચૂંટણી બૉન્ડ મારફતે કરવામાં આવી રહી છે.
આવક કરતાં વધુ દાન ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, X-ADARPOONAWALA
ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા ડોનેશન આપતી ઘણી કંપનીઓ છે, જેનો નફો નજીવો છે પરંતુ દાન માત્ર અઢળક છે.
નિષ્ણાતો કહે છે કે, ચૂંટણી બૉન્ડ શેલ કંપનીઓએ રાજકીય પક્ષોને પહોંચાડ્યા હતા. જેથી ડાયરેક્ટ કનેક્શન ન થઈ શકે.
નીતિન સેઠી કહે છે, "એવી કંપનીઓ છે જેનો પોતાનો કોઈ વ્યવસાય અથવા નફો નથી પરંતુ તેઓ પાર્ટીઓને દાન પણ આપી રહી છે. એવા ઘણા લોકો છે જે મોટી કંપનીઓ સાથે જોડાયેલા છે પરંતુ તેઓ વ્યક્તિગત રીતે કરોડો રૂપિયાનું ફંડ આપી રહ્યા છે."
"એવી કંપનીઓ છે જે એવા સમયે દાન કરી રહી છે જ્યારે કોઈ સ્પષ્ટ હેતુ નથી અને ન તો તેમની પાસે એટલા પૈસા છે, પરંતુ તેઓ ક્યાંકથી પૈસા લાવે છે અને રાજકીય પક્ષોને ગુપ્ત રીતે ભંડોળ આપે છે."
ગેમિંગ ફ્યુચર કંપનીની ઑફિસ એટલી સામાન્ય લાગે છે કે લોકો વિચારે છે કે આ કંપની ચૂંટણી બૉન્ડની સૌથી મોટી ખરીદનાર કેવી રીતે બની શકે?
નીતિન સેઠીએ કહ્યું, "ખરેખર આ ભ્રષ્ટાચારને કાયદાની આડમાં કાયદેસર બનાવવાનો મામલો છે. લૉટરી કિંગ કહેવાતા સેન્ટિયાગો માર્ટિનફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ચલાવે છે. આમાંથી કોઈ ફાયદો નથી. તેની ઑફિસ પણ નહીં મળે, તેણે એક હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું."
નીતિન સેઠીએ બીબીસીને કહ્યું, "વિખ્યાત કંપનીઓએ પોતે સીધું દાન આપ્યું નથી, પરંતુ એક નાની ખાનગી માલિકીની કંપની મારફતે રાજકીય પક્ષોને કેટલાંક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તે કંપનીનું નામ પણ સામાન્ય રીતે જાણી શકાશે નહીં કે તેનો કોઈ નફો પણ નથી. આ કંપની હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે પરંતુ તે કહે છે કે તેને કોઈ ફાયદો નથી થતો. પરંતુ તે પછી તે રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું ફંડ આપે છે."














