You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માખી પણ દારૂ પીવે અને દારૂને કારણે માદા નર તરફ આકર્ષાય?
- લેેખક, ટિમ ડોડ
- પદ, ક્લાઇમેટ અને સાયન્સ પત્રકાર
શરાબ પીનારી નર ફ્રૂટ ફ્લાય (ફળો પરની માખી) માદા માખીને વધુ આકર્ષિત કરતી હોવાનું એક નવા અભ્યાસમાં બહાર આવ્યું હતું.
નરોના આહારમાં શરાબ ભેળવવાથી તેમનામાં માદા માખીને આકર્ષિત કરનારાં રસાયણોનો સ્રાવ વધી જાય છે અને તેના કારણે સમાગમ સફળ રહે છે.
ફ્રૂટ ફ્લાય અથવા તો ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર પ્રજાતિની માખી ઘણી વખત ફેંકી દેવાયેલા ખાદ્ય પદાર્થોની આસપાસ જોવા મળતી હોય છે, કારણ કે, તે સડેલાં ફળ આરોગે છે, જેમાંથી ધીમે-ધીમે શરાબ બને છે.
માદા માખીઓ આલ્કોહૉલ તરફ શા માટે આકર્ષાય છે અને તેમના પર તેની શું અસર પડે છે, તેનો અભ્યાસ કરવાનો વિજ્ઞાનીઓ પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉનાં સંશોધનમાં આ આકર્ષણ પરની વિવિધ થિયરી (જેમકે, માખીઓ આનંદનો અનુભવ કરવા માગતી હતી અથવા તો માદાઓ નકારી કાઢેલા નરોમાંથી સમાગમ માટેનો વિકલ્પ શોધી રહી હતી)નો અભ્યાસ કરવામાં આવ્યો છે.
માખીઓ પણ દારૂ પીવે?
અભ્યાસના લેખક તથા મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ ઇવોલ્યુશનરીના હેડ બિલ હેન્સને જણાવ્યું હતું કે, આ પ્રકારનાં સંશોધનમાં માખીની વર્તણૂકને માનવીય દૃષ્ટિકોણથી જોવામાં આવી છે. આ અભ્યાસ પરથી માલૂમ પડે છે કે, શરાબનું સેવન કરવાથી માખીઓને પ્રજનન સંબંધિત લાભ મળે છે.
તેમણે જણાવ્યું હતું, "માખીઓ હતાશ હોવાથી શરાબ પીતી હોવાનું અમે નથી માનતા."
તેમણે ઉમેર્યું હતું કે, સડેલાં ફળોમાં કાર્બોહાઇડ્રેટ્સ અને યિસ્ટ તેમજ શરાબ પ્રત્યેનું માખીનું આકર્ષણ અલગ પાડી શકાય નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભ્યાસમાં શરાબ અને ખાસ કરીને મિથેનોલથી નર માખીમાં ફેરોમોન નામના રસાયણનું ઉત્પાદન અને જાતીય સમાગમ માટેના સંકેતો વધે છે, જેનાથી તેઓ માદા માખી માટે વધુ આકર્ષક બને છે.
એક જીવ સમાન પ્રજાતિના અન્ય પ્રાણીની વર્તણૂંકને પ્રભાવિત કરવા માટે હવામાં ફેરોમોન્સ છોડે છે.
આથી, નર શરાબ તરફ વધુ આકર્ષાય છે, ખાસ કરીને એવી નર માખી, જેણે અગાઉ કદીયે જાતીય સંબંધ ન બાંધ્યો હોય.
નવા અભ્યાસમાં એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે, શરાબની ગંધ પ્રત્યેની માખીની પ્રતિક્રિયા તેના મસ્તિષ્કમાં ત્રણ વિભિન્ન ન્યૂરલ સર્કિટ દ્વારા નિયંત્રિત થતી હોય છે.
તેમાંથી બે સર્કિટ નર માખીને શરાબ પ્રત્યે આકર્ષિત કરવા માટે જવાબદાર હોય છે, જ્યારે ત્રીજી સર્કિટ વધુ પડતી માત્રાની નિવારક અસર રહે, એ સુનિશ્ચિત કરે છે.
દારૂની પ્રકૃતિ ઝેરીલી હોવાથી માખીનું મસ્તિષ્ક તેના સેવનનાં જોખમો અને લાભોનો કાળજીપૂર્વક તાગ મેળવે છે અને તે આકર્ષણના સંકેતોનું અણગમાના સંકેતો સાથે સંતુલન સાધીને આમ કરે છે.
"તેનો અર્થ એ કે, માખી નિયંત્રણ વ્યવસ્થા ધરાવે છે, જે તેમને દારૂના નશાના જોખમ વિના તેના સેવનના લાભ પ્રાપ્ત કરવાની છૂટ આપે છે," એમ યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કાના મુખ્ય લેખક ઈયાન કીસીએ જણાવ્યું હતું.
તેમનાં સંશોધન માટે, સંશોધકોએ માખીના મસ્તિષ્કમાં પ્રક્રિયા વિઝ્યુલાઇઝ કરવા માટેની ઇમેજીંગ ટૅકનિક્સ, પર્યાવરણલક્ષી ગંધનું રાસાયણિક વિશ્લેષણ અને વર્તનલક્ષી અભ્યાસો જેવા શારીરિક અભ્યાસોનું સંયોજન કર્યું હતું.
આ સંશોધન જર્નલ સાયન્સ ઍડવાન્સિસમાં પ્રકાશિત થયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન