સુરતની એ દરગાહ જ્યાંથી કોઈ ભૂખ્યું ન જાય

સુરતમાં આવેલી આ દરગાહ પર કોઈપણ ભેદભાવ વગર ભૂખ્યાને રોજ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.

સુરતના ચોક બજારમાં આવેલી હઝરત દાવલ શાહ પીર દરગાહમાં ભૂખ્યાને ભોજનના ઉદ્દેશ્ય સાથે અનેક લોકોને નિસ્વાર્થભાવે જમાડવામાં આવે છે.

અહીં ભોજન લેનારને તેની જાતિ કે ધર્મ પૂછવામાં આવતો નથી. ગરીબથી લઈને અમીર સુધી તમામ લોકો અહીં ભોજન મેળવે છે.

કોરોના કાળથી શરૂ થયેલું આ કાર્ય આજે સતત ચાલી રહ્યું છે અને દરરોજ દોઢસો લોકો અહીં ભોજન કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.