You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મેં મારી અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દીધી હતી', કૅન્સરમાં આઠ અંગો કઢાવી નાંખ્યાં બાદ સ્વસ્થ થનાર મહિલા
- લેેખક, ક્રિશ્ચિયન ફુલર
- પદ, બીબીસી ન્યૂઝ, દક્ષિણ-પૂર્વ
એક એવી મહિલાની વાત કે જેમનાં આઠ અંગો સાવ રેર કહી શકાય તેવી કૅન્સરની સારવારમાં કાઢી નાંખવામાં આવ્યાં હતાં. જોકે બાદમાં મહિલા કામ પર પાછી ફરી છે.
વેસ્ટ સસેક્સના હોર્શમમાં રહેતી ફેય લુઇસના પેટમાં તપાસ કર્યા બાદ ડૉક્ટરને આઠ ગાંઠ જોવા મળી હતી. આ વાત જાણતાં લુઇસે પોતાની અંતિમવિધિની તૈયારી શરૂ કરી નાંખી હતી.
પરંતુ અત્યંત જટીલ સર્જરીઓ બાદ લુઇસ હવે કૅન્સરમુક્ત છે અને ગેટવિક ઍરપૉર્ટ પર ફ્લાઇટ ડિસ્પેચર તરીકેના કામ પર પાછાં ફરવા સક્ષમ બન્યાં છે.
તેઓ કહે છે કે, " જ્યારે મને કહેવામાં આવ્યું કે તારા શરીરમાં આ રોગનાં હવે કોઈ લક્ષણો નથી. આ સમાચાર મારા માટે સૌથી મોટી નાતાલની ભેટ હતી.
લુઇસએ ઉમેર્યું કે, તેમને ખાતરી નહોતી કે હું ફરી ક્યારેય કામ કરી શકીશ.
તેમણે બીબીસી રેડિયો સસેક્સને જણાવ્યું હતું કે, "મારી નોકરી શારીરિક શ્રમ માગી લે એવી છે. પરંતુ મને એવિએશન ક્ષેત્ર ગમે છે અને હું ખુશ છું કે હું ફરી પાછી કામે લાગી છું."
ભૂતપૂર્વ મૉડલ રહી ચૂકેલાં લઇસને 2023ના વસંતમાં દુખાવો ઊપડ્યો હતો. શરૂઆતમાં તેમણે આ દુખાવાને પીરિયડની સમસ્યામા સમજી અવગણી હતી. પરંતુ પછીથી અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં તેના અંડાશયના ફોલ્લા દેખાયા.
સમસ્યા સુધારવા માટેના ઑપરેશન પછી તેમણે "ભયજનક સી-વર્ડ સાંભળ્યો." અને તેમને સ્યુડોમીક્સોમા પેરીટોની હોવાનું નિદાન થયું. આ એક એવી દુર્લભ ગાંઠ હતી જે પેટમાં જેલી જેવા પદાર્થના નિર્માણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હવે હું સકારાત્મક રહીને દિવસો પસાર કરી રહી છું'
જેમ જેમ ગાંઠ ફાટતી ગઈ તેમ તેમના શરીરની આસપાસ કૅન્સરના કોષો ફેલાતા ગયા. લુઇસને આના માટે ઑપરેશનની જરૂર હતી જેમાં તેના આઠ અવયવોને દૂર કરવા પડે તેમ હતું.
આ શસ્ત્રક્રિયામાં તેમની બરોળ, પિત્તાશય, એપેન્ડિક્સ, અંડાશય, ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ, બેલી બટન, મોટા અને નાના ઓમેન્ટમ - જે પેટના અન્ય અવયવો સાથે જોડે છે અને ઉપરાંત યકૃતનો ભાગ દૂર કરવો પડે તેમ હતો.
આ ઑપરેશન બાદ દર નવેમ્બરમાં તેમનું વાર્ષિક સ્કેન કરાવવાનું નક્કી થયું હતું.
તેમણે કહ્યું કે "આ સ્કેનનાં પરિણામોની રાહ જોવી એ મારા માટે દરેક ક્રિસમસ પહેલાંના સમયને દુર્ભાગ્યપૂર્ણ બનાવે છે અને મને તોડી નાખે છે. પરંતુ તમારે આશા રાખીને આગળ વધતા રહેવું પડે છે અને ક્યારેય હાર માનવાની નહીં."
"કેટલાક દિવસોથી હું નિરાશાની ગર્તામાં હતી. પરંતુ હવે હું વધુ વખત સકારાત્મક રહીને દિવસો પસાર કરી રહી છું."
લુઇસ હવે કામ પર પરત ફર્યાં છે અને કૅન્સર રિસર્ચ યુકે માટે ભંડોળ પણ ઊભું કરી રહ્યાં છે. તેના ભાગરૂપે સ્લિનફોલ્ડમાં રેડ લિયોન પબના બગીચામાં તેમના પર 15 લિટર નારંગીનું ઘાટ્ટું પ્રવાહી છાંટવામાં આવ્યું હતું.
તેમણે ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા માટે સ્ટેનમર પાર્ક, બ્રાઇટનમાં રેસ ફૉર લાઇફમાં પણ ભાગ લીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન