ઓવલ ટેસ્ટમાં ભારતની જીત સાથે રેકૉર્ડનો પણ ઢગલો થયો, તમે કેટલા રેકૉર્ડ જાણો છો?

બીબીસી ગુજરાતી ભારત ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટ સિરિઝ મોહમ્મદ સિરાજ શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતે તણાવભરી સ્થિતિમાં ફોકસ જાળવી રાખ્યું અને જીત મેળવી

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મૅચમાં ઓવલના મેદાનમાં ભારતે શાનદાર જીત મેળવી છે. એક સમયે ભારતનો પરાજય નિશ્ચિત જણાતો હતો, પરંતુ ભારતે ભારે તણાવ વચ્ચે ફોકસ જાળવી રાખ્યું અને અંતે ઇંગ્લૅન્ડને છ રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણીને 2-2થી સમાપ્ત કરી છે.

ઓવલ ટેસ્ટની ખાસ વાત એ છે કે મોહમ્મદ સિરાજની શાનદાર બૉલિંગની સાથે આ મૅચમાં કેટલાક રેકૉર્ડ પણ બનતા જોવા મળ્યા છે.

જેમ કે ભારતે રોમાંચક મૅચમાં ઇંગ્લૅન્ડને 6 રનથી હરાવ્યું તે અત્યાર સુધીના સૌથી પાતળા માર્જિનથી જીત છે. ભારતે અગાઉ 2004માં ઑસ્ટ્રેલિયાને મુંબઈમાં 13 રનના માર્જિનથી હરાવ્યું હતું.

ઇંગ્લૅન્ડ માટે પણ છ રનથી પરાજય એ ત્રીજા ક્રમે સૌથી પાતળા માર્જિનથી પરાજય છે. અગાઉ ઇંગ્લૅન્ડ એક રન અને ત્રણ રનના માર્જિનથી ટૅસ્ટ હારી ચૂક્યું છે.

મોહમ્મદ સિરાજનો દબદબો

બીબીસી ગુજરાતી ભારત ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટ સિરિઝ મોહમ્મદ સિરાજ શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ સિરાજે કમાલની બૉલિંગ કરીને ઇંગ્લૅન્ડને લાચાર કરી દીધું

મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 30.1 ઓવર ફેંકી હતી જેમાં 104 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

સિરાજે ઇંગ્લૅન્ડમાં અત્યાર સુધીમાં 11 ટેસ્ટ રમીને 33.21 રનની એવરેજથી કુલ 46 વિકેટ ઝડપી છે.

આ સાથે તેમણે કપિલ દેવનો રેકૉર્ડ તોડ્યો છે. કપિલ દેવે પોતાની કારકિર્દીમાં ઇંગ્લૅન્ડમાં 43 વિકેટ ઝડપી હતી.

હવે મોહમ્મદ સિરાજ કરતા માત્ર જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા આગળ છે જેમણે ઇંગ્લૅન્ડમાં 51-51 વિકેટો ઝડપી છે.

બીબીસી ગુજરાતી ભારત ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટ સિરિઝ મોહમ્મદ સિરાજ શુભમન ગિલ

આ ઉપરાંત 2025ની એન્ડરસન તેંડુલકર ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ પણ હવે સિરાજના નામે છે. સિરાજે પાંચ ટેસ્ટમાં 23 વિકેટ ઝડપી હતી. અગાઉ બુમરાહે 2021-22ની શ્રેણીમાં 23 વિકેટ લીધી હતી.

સિરાજે ઓવલમાં પહેલી ઇનિંગમાં ચાર અને બીજી વિકેટમાં પાંચ વિકેટ ઝડપી હતી.

તેથી કુલ 190 રન આપીને 9 વિકેટ લીધી હતી. ઓવલમાં કોઈ પણ ભારતીય બૉલરે એક ટેસ્ટમાં આટલી વિકેટો નથી મેળવી.

અગાઉનો રેકૉર્ડ ભાગવત ચંદ્રશેખરના નામે હતો જેમણે 1971ની ઓવલ ટેસ્ટમાં 114 રન આપીને બે ઇનિંગમાં કુલ 8 વિકેટ ઝડપી હતી.

ક્રિકબઝ મુજબ ચાલુ દાયકામાં ભારતે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા (SENA)માં વિજય મેળવ્યા છે જેમાં દરેક જગ્યાએ રમવા મળ્યું હોય એવા એકમાત્ર ખેલાડી મોહમ્મદ સિરાજ છે.

ગિલને પણ કૅપ્ટન તરીકે મોટી સફળતા

બીબીસી ગુજરાતી ભારત ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટ સિરિઝ મોહમ્મદ સિરાજ શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુભમન ગિલે કૅપ્ટન તથા બૅટ્સમૅન તરીકે નવા રેકૉર્ડ સ્થાપ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ટીમના કૅપ્ટન શુભમન ગિલના નામે પણ રેકૉર્ડ સર્જાયો છે. તેમણે આ શ્રેણીમાં કુલ 754 રન બનાવ્યા હતા.

હવે તેઓ માત્ર સુનીલ ગાવસ્કરથી પાછળ છે જેમણે 1971માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિદેશી ભૂમિ પર 774 રન બનાવ્યા હતા. એટલે કે કોઈ ટેસ્ટ સિરીઝમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ગિલ બીજા ક્રમે છે.

ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા કૅપ્ટનની યાદીમાં શુભમન ગિલે ગ્રેહામ ગૂચનો રેકૉર્ડ તોડ્યો છે અને હવે તેઓ મહાન ખેલાડી ડૉન બ્રૅડમૅન પછી બીજા ક્રમે છે.

ગિલે કૅપ્ટન તરીકે 754 રન બનાવ્યા જ્યારે ગ્રેહામ ગૂચે 1990માં ભારત સામેની શ્રેણીમાં 752 રન બનાવ્યા હતા. ડૉન બ્રૅડમૅન હજુ નંબર વન છે જેમણે 1936માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ 810 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 700થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય છે. ગિલે 754 રન બનાવ્યા તેમાં કુલ 10 ઇનિંગ હતી અને 75.40ની એવરેજથી રન બનાવ્યા છે.

ગિલે ઇંગ્લૅન્ડ સામે જે રન બનાવ્યા તેમાં ચાર સદી સામેલ હતી અને સૌથી વધુ 269 રન ફટકાર્યા હતા. તેઓ કૅપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ચાર સદી ફટકારનારા પ્રથમ કૅપ્ટન છે.

ભારતીય ટીમનો જ્વલંત દેખાવ

બીબીસી ગુજરાતી ભારત ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટ સિરિઝ મોહમ્મદ સિરાજ શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમે 2-2થી શ્રેણીની બરાબરી કરી જેમાં ઢગલાબંધ રેકૉર્ડ પણ રચાયા

આ ઉપરાંત ઍન્ડરસન- તેંડુલકર ટ્રૉફી એ એવી સિરીઝ હતી જેમાં પહેલી વખત નવ બૅટ્સમૅનોએ 400થી વધુ રન બનાવ્યા હતા. આ બૅટ્સમૅનોમાં ગિલ ઉપરાંત જો રૂટ, કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને હૅરી બ્રૂકનો સમાવેશ થાય છે.

આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં જો રૂટ બીજા ક્રમે પહોંચી ગયા છે. રૂટના કુલ 13,543 રન થયા છે. નંબર વન પર સચીન તેંડુલકર છે જેમણે 15,921 રન બનાવ્યા છે. રૂટ પછીના ક્રમે રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને રાહુલ દ્રવિડ છે.

આ વખતની ટુર્નામેન્ટમાં ભારતે આઠ વખત 350 અથવા વધારે રન બનાવ્યા હતા જે એક રેકૉર્ડ છે. અગાઉ ઑસ્ટ્રેલિયાએ છ વખત 350થી વધુ રન બનાવ્યા હતા.

ઋષભ પંતે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં સૌથી વધુ સિક્સરનો રેકૉર્ડ બનાવ્યો છે.

ટેસ્ટમાં ભારત વતી સૌથી વધુ છગ્ગા મારવામાં સહેવાગ 91 સિક્સર સાથે નંબર વન છે જ્યારે પંત 90 છગ્ગા સાથે બીજા સ્થાને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન