ઇંગ્લૅન્ડ સામે ઐતિહાસિક જીત પર શુભમન ગિલે શું કહ્યું, મૅચ જિતાડ્યા બાદ સિરાજ શું બોલ્યા?

મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ સિરાજને

ઓવલ ખાતે ભારત ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મૅચ કોઈ વન-ડે મુકાબલા જેવા દિલધડક તબક્કે પહોંચી ગઈ હતી અને છેલ્લા દિવસે ભારતે વિજય મેળવ્યો હતો.

આ મૅચ હંમેશાં માટે એટલી રોમાંચક અને યાદગાર બની ગઈ કારણ કે આ બૉલ પહેલાં રમાયેલી 294 ઓવરમાં મૅચનું પરિણામ કોના પક્ષમાં જશે તે નક્કી નહોતું.

ભારતે ઇંગ્લૅન્ડને છ રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડનો લક્ષ્યાંક 374 રન હતો. ટેસ્ટના પાંચમાં અને છેલ્લા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ 367 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

મૅચના પાંચમા દિવસે ઇંગ્લૅન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી.

આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયાએ 6 રન બાકી રહેતા ઇંગ્લૅન્ડને હરાવ્યું. ભારતે આ મૅચ જીતવાની આશા અંત સુધી જાળવી રાખી અને અંતે આ મૅચ જીતી અને શ્રેણી 2-2થી ડ્રૉ કરી હતી.

મૅચ જીત્યા બાદ કૅપ્ટન શુભમન ગિલે શું કહ્યું?

ભારત, ઇંગ્લેન્ડ, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

કૅપ્ટન શુભમન ગિલે બીબીસી ટેસ્ટ મૅચ સ્પેશિયલ સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "સિરાજ અને પ્રસિદ્ધે ફેંકેલા સ્પેલે ગૅમ બદલી નાખી અને તેમણે સતત એવો ભરોસો રાખ્યો અમે આ મૅચ જીતી શકીએ છીએ.

જ્યારે તમારી પાસે 60-70 જેટલા જ રન હોય અને સાતેક વિકેટ લેવાની હોય ત્યારે તમે આવી રીતે મૅચ જવલ્લે જ જીતી શકો છો. હું જીતથી ખૂબ ખુશ છું."

ગિલે આ અંગે કહ્યું હતું કે, ''આ સાથે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લૅન્ડ સાથેની આ શ્રેણી 2-2 થી ડ્રૉ કરી.''

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે પાંચમી ટેસ્ટ જીત્યા બાદ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે જ્યારે તમારી પાસે પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ જેવા બૉલરો હોય છે, ત્યારે તમારા માટે કૅપ્ટનશિપ કરવી સરળ બની જાય છે.''

શુભમન ગિલે આગળ કહ્યું કે, ''હા, અમારા પર ઘણું દબાણ હતું, પરંતુ તેમણે ખૂબ જ સારી બૉલિંગ કરી છે. મને લાગે છે કે આજે અમે શાનદાર રીતે રમ્યા છીએ.''

ભારતીય ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે બંને ટીમોએ સમગ્ર શ્રેણી દરમિયાન શાનદાર રમત રમી હતી. બંને ટીમોએ પોતાની A-ગેમ સાથે આવી હતી અને તે સારું લાગે છે કે આજે અમે વિજેતા બાજુ તરફ ઊભા છીએ.

શુભમન ગિલે આગળ કહ્યું કે, ''હા, અમારા પર ઘણું દબાણ હતું, પરંતુ તેમણે ખૂબ જ સારી બૉલિંગ કરી છે.''

જ્યારે ભારતીય કૅપ્ટન શુભમન ગિલને આ શ્રેણી વિશે પૂછવામાં આવ્યું કે શ્રેણીના આ છ અઠવાડિયાં દરમિયાન તમે શું શીખ્યા છો, ત્યારે ગિલે જવાબ આપ્યો કે ક્યારેય હાર ન માની લેવી જોઈએ. ભારતીય ટીમે આ પાંચમી ટેસ્ટ એવા સમયે જીતી જ્યારે ટીમ ઇન્ડિયાની જીતની શક્યતા ઓછી હતી.

કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે આ શ્રેણીના પરિણામથી સંતુષ્ટ છે. શ્રેણીમાં સૌથી વધુ રન (754) બનાવવા બદલ ગિલને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું કે બંને ટીમોએ સમગ્ર શ્રેણી દરમિયાન શાનદાર રમત રમી હતી.

આ જીતમાં ભારતીય બૉલર મોહમ્મદ સિરાજની મહત્ત્વની ભૂમિકા રહી હતી. એમણે મૅચમાં કુલ નવ વિકેટ લીધી હતી. જેમાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતે 6 રનથી જીત મેળવી હતી. ભારતે 374 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

જવાબમાં, ઇંગ્લૅન્ડની ટીમ 367 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ 6 રનથી જીતી લીધી છે.

મોહમ્મદ સિરાજે શું કહ્યું?

મોહમ્મદ સિરાજ, ભારત, ક્રિકેટ, ઇંગ્લેન્ડ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પાંચમી ટેસ્ટમાં વિજય પછી મોહમ્મદ સિરાજે કહ્યું કે, "હું યોગ્ય જગ્યાએ બૉલિંગ કરું. મારો એક જ પ્લાન હતો કે હું એક શ્રેષ્ઠ જગ્યાએ બૉલ ફેંકું. પછી એમાં વિકેટ મળે, ચોગ્ગો જાય કે છગ્ગો. હું હંમેશાં મારા પર ભરોસો રાખું છું કે હું ગમે તે પરિસ્થિતિમાં મૅચ જિતાડી શકું છું."

ભારતને મળેલી જીત બાદ મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે, "કાલે કૅચ છોડ્યો ત્યારે મેં વિચાર્યું નહોતું કે હું બાઉન્ડરી પાર જતો રહીશ, પણ એ મૅચ ચેન્જિંગ મૉમેન્ટ હતી, હૅરી બ્રૂકે ટી-20 સ્ટાઇલમાં બેટિંગ કરી. ત્યારે લાગતું હતું કે મૅચ ત્યારે થોડી અમારા હાથમાંથી જતી રહી."

મૅચના ચોથા દિવસે હૅરિ બ્રુકનો કૅચ પકડ્યા બાદ મોહમ્મદ સિરાજનો પગ બાઉન્ડરી રોપને અડી ગયો હતો ત્યાર બાદ સિરાજ હતાશ દેખાયા હતા. હવે મૅચ જીત્યા બાદ તેમણે એ પળ વિશે કહ્યું કે, "એ ફીલિંગનું વર્ણન ન કરી શકું પણ કાલે મારી સાથે જે ઘટના ઘટની મને લાગ્યું કે મૅચ હાથમાંથી નીકળી ગઈ. કારણ કે જો હૅરિ બ્રુક આઉટ થઈ જાત તો કાલે મૅચ અલગ દેખાઈ હોત. કૅચ છૂટ્યા બાદ મેં વિચાર્યું કે આ એક ગેમ ચેંજિંગ મૉમેન્ટ છે..,પણ ત્યાર બાદ અમે લોકોએ જેમ કમબૅક કર્યું...આજે જ્યારે હું સવારે ઊઠ્યો તો મેં પોતાને કહ્યું કે, હું જ ગેમને ચેંજ કરીશ."

સિરાઝને 'પ્લેયર ઑફ ધ મૅચ' અને શુભમન ગિલ અને હેરિ બ્રુકને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન