મનરેગા Vs જી રામ જી : દેશનો સંશોધિત રોજગાર ખાતરી અને સામાજિક સુરક્ષાનો કાયદો વિવાદના વંટોળમાં કેમ છે?

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુદર્શન આયંગાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશનો સંશોધિત રોજગાર ખાતરી અને સામજિક સુરક્ષાનો કાયદો વિવાદના વંટોળમાં છે. એમાં માત્ર ધૂળ જ ઊડશે કે કોઈ તાત્ત્વિક ચર્ચા થશે એ વિશે સંદેહ કરવો ગેરવાજબી નથી.

વિવાદના મુખ્ય બે મુદ્દા છે.

એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.

2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.

આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ગાંધીજીનું નામ હઠાવી 'રામ' સાથે જોડવામાં આવ્યું છે, તે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો છે.

કૉંગ્રેસ સહિત અનેક પક્ષ આને 'હિંદુ કટ્ટરવાદ તરફનાં પગલાં' તરીકે જુએ છે અને સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી 'ભાગલાની રાજનીતિ તીવ્ર બનાવી લોકઘૃણાની અગ્નિને પંખો નાખવાની પ્રક્રિયા' તરીકે જુએ છે.

સત્તા પક્ષની રજૂઆત એ છે કે રોજગાર અને આજીવિકાને હિંદી નામ આપવાથી જી–રામ–જી બને છે તે માત્ર સંયોગ છે. અને લોકકલ્યાણની તીવ્ર ભાવના છે, તેથી ખાતરી સાથે રોજગારના દિવસો 100 થી વધારી 125 કર્યા છે. અલબત્ત, રાજ્યોએ થોડી નાણાકીય જવાબદારી વહોરવી જોઈએ.

મારા મતે નામ પર રાજનીતિની રમત રમી આ દેશના તમામ પક્ષો તેમની ગ્રામ પ્રજાની વંચિતતા તરફ દુર્લક્ષ સેવે છે. ગામો અને શહેરોમાં પણ શાળા-કૉલેજ ગયેલા યુવાઓની રોજગારીની સમસ્યા ઘણી ગંભીર છે, એને હાલ બાજુએ રાખીએ.

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૂળ વાત કેમ વિસરાઈ જાય છે તેની પર આવું તે પહેલાં નામ પર જ થોડી ચર્ચા કરી લઈએ.

પૂર્વે સત્તા પર રહેલો પક્ષ કૉંગ્રેસ અને હાલ સત્તાસીન ભારતીય જનતા પાર્ટી બેઉ તેમના આદર્શ ગાંધીજી અને શ્રીરામ ને દગો કરી રહ્યા છે.

કૉંગ્રેસે ગાંધીજીને તો ભુલાવી જ દીધા છે. ગાંધીજી અહિંસા આધારિત સમાજની રચના માટે ગ્રામ સમાજ યોગ્ય ગણતા હતા. દેશની 80 ટકા વસ્તી ગામોમાં જ વસતી હોય અને દરેક ગામે ગ્રામ સ્વરાજ તરફ અગ્રેસર થવાનું હોય.

ગ્રામ સ્વરાજના પાયામાં વિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા અને સમતાયુક્ત સમાજ રહેલો છે.

ગામો સ્વાવલંબન અને પરસ્પરાવલંબનના સિદ્ધાંતો પર રચાવવાં જોઈએ.

અર્થતંત્ર અને શાસન વમળ સ્વરૂપે હોય, પિરામિડ સ્વરૂપે નહીં. આપણે એ દિશા તો લીધી નહીં. આજે ગામોમાં 63 ટકા વસ્તી જ રહી છે અને તેનોય ઘણો સંતાપ છે. વિકસિત ભારત@2047 માં ગ્રામીણ વસ્તી 50 ટકા થઈ જવાની, સદીના અંતે તો કદાચ 25 કે ઓછા ટકા થઈ જશે. તો ગાંધીવિચાર આધારે શું આયોજન થયું?

બીજું, રોજગાર ખાતરી યોજના કેન્દ્ર સરકાર આપે, અને અર્થતંત્રનાં મોટાં ભાગનાં ઉદ્યોગ, વેપાર, અને સેવાઓ તમામ અમુક જ કંપનીઓમાં કેન્દ્રિત હોય, દેશનું શાસન દિલ્હીથી ચાલે, ગામને પણ નાણાકીય સંસાધન પણ કેન્દ્ર સરકાર આપે તો એમાં ગાંધીજીનાં વિકેન્દ્રિત અને લોકશક્તિનાં સિદ્ધાંતો અને મૂલ્યો ક્યાં આવ્યાં? સૌથી અગત્યનો મુદ્દો તો એ કે ગામોમાં કાયમી અને પૂર્ણ રોજગારની તકો ઉત્પાદક વ્યવસાયો થકી ઊભી કરવાની જગ્યાએ, 100 દિવસનો રોજગાર આપે તે ભીખ થઈને?

આવી મોટા પાયે વંચિત ગ્રામ વસ્તીને ભીખ આપતી યોજનાની ગાંધીજીનું નામ અપાય જ કેવી રીતે? સ્વમાનભરી રોજગારી ક્યાં? આ મુદ્દો તો ગાંધીના નામે અને જનહિતમાં કામ કરવાનો દાવો કરનારી સામજિક સંસ્થાઓએ પણ ત્યારે ઊભો ન કર્યો હોય તો આજે સત્તાસીન સરકાર ગાંધીજીનું નામ કાઢી નાખે ત્યારે વિરોધ કરે તેમાં યોગ્ય શું છે?

'રામ' માટે 'અંગ્રેજી-હિંદીની ખીચડી'

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, ANAND DUTT/BBC

આ દલીલ સત્તા પક્ષે કરી હોત તોય સમજ્યા. પણ એણે તો એવું જ બીજું અયોગ્ય કર્યું. યોજનાઓને ટૂંકા નામ આપવાની પ્રથા બધે છે.

અંગ્રેજીમાં તેને એક્રોનિમ કહે છે. અંગ્રેજીમાં મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ(MGNREGA) માં બધા શબ્દો અંગ્રેજીમાં છે. નવા કાયદામાં અંગ્રેજી-હિંદીની ખીચડી છે.

વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બનાવવાનો હેતુ નિકૄષ્ટ રાજનીતિ જ હોઈ શકે. 'ગૅરટી', 'ફૉર' 'ઍન્ડ', અને મિશન જેવા અંગ્રેજી શબ્દો વાપરવાની કલાકારીની જરૂર કેમ પડી?

નિર્વિવાદ છે કે 'રામ' તો આવવા જ જોઈએને.

ગાંધીના પણ રામ જ હતા ને તારણહાર? તો એમનું નામ જ અયોગ્ય રીતે અપાઈ ગયો હોય તોય ચાલુ રાખ્યું હોત તો રામભાવ તો રહ્યો જ હોતને?

દશરથપુત્ર રાજા રામનું રામ્રાજ્ય સ્થાપવું હોય તો આજે પ્રજાતંત્રમાં બહુમતિથી બનેલી સરકારના વડા પ્રધાને પણ ગ્રામીણ સમાજ જ ઊભો કરવો ઘટે કે બીજું કઈં?

શહેરીકરણના પ્રવાહને અટકાવવાથી ઊંધી આર્થિક નીતિઓ વડે રામરાજ્ય ક્યાં સ્થપાવાનો?

શું રામરાજ્યમાં રોજગારની ભીખ જ અપાઈ હોત? અને તે પણ એવા દાવા સાથે કે 'પાછલી સરકાર કરતાં અમે સારા' કારણ કે અમે વધુ ભીખ આપી રહ્યા છીએ!

રાજાઓનાં રાજ્યમાં પણ ભારત દેશમાં ગામડાં સ્વાયત્ત હતાં. રામજી મહારાજે દરેક ગામે એવી કોઈ રોજગાર અને આજીવિકાની ખાતરી ના આપી હોત.

યોજનામાં કેન્દ્ર-રાજ્યની જવાબદારી અંગે વિવાદ

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવાં બિનભાજપી રાજ્યો ઘણી વાર મનરેગાનું આખું બજેટ ન અપાતું હોવાના આરોપ લગાવી ચૂક્યાં છે

બીજો મુદ્દો જે પ્રત્યે વિવાદ ગરમાયો છે, તે એ છે કે નવા કાયદા પ્રમાણે રોજગારીના દિવસો 100થી વધારી 125 કર્યા છે. પરંતુ તેના માટે માત્ર કેન્દ્ર સરકાર નાણાં ફાળવવાની નથી.

60:40ના પ્રમાણમાં 40 ટકા જે-તે રાજ્ય સરકારે ફાળવવાના રહેશે (ઉત્તર – પૂર્વનાં, હિમાલયનાં રાજ્યો માટે 90 :10નું પ્રમાણ છે). વિરોધ પક્ષોનો મુદ્દો એ છે કે રાજ્ય સરકારની રાજસ્વ આવક સીમિત છે અને વિશેષ કરીને જે રાજ્યોમાં વિપક્ષની સરકારો છે તે તો આ યોજનાથી વંચિત જ રહેશે.

આ સંઘ અને રાજ્યના માળખામાં રાજ્યને અન્યાય છે. સમજવાનું એ છે કે સંઘીય સરકારના માળખામાં તો રાજ્યો વધુ સ્વાયત્ત હોવાં જોઈએ. સંઘીય માળખામાં જો રાજ્યે કેન્દ્ર પાસેથી જ નાણાં-સંસાધન મેળવવાનાં હોય તો બંધારણમાં ઝિલાયેલી રાજ્યોની સ્વાયત્તતાની ભાવના ક્યાં ગઈ?

હવે એક નજર રાજસ્વની આવકની દૃષ્ટિએ સમર્થ અને અસમર્થ રાજ્યો જોઈએ.

નવ રાજ્યોને મુશ્કેલી થાય એમ છે. તે રાજ્યો છે, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અને આસામ, અને સમર્થ રાજ્યો છે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, અને હરિયાણા. બાકીનાં મધ્યમ ગણાય.

નબળાં રાજ્યો પૈકી સાત રાજ્યોમાં ડબલ ઇંજિનની સરકાર છે અને સમર્થમાં ત્રણ ડબલ ઇંજિનવાળાં. નબળાંને બીજી કોઈ રીતે નાણાં પહોંચાડે એ શક્યતા ખરી. સબળને જરૂર ન પડે અને પડે તો રાજ્ય સરકાર પહોંચે.

'સરકાર સમર્થિત સૌથી મોટી જાહેર રોજગારની યોજના'

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2004માં તત્કાલીન યુપીએ સરકારે પોતાના કૉમન પ્રોગ્રામમાં ગ્રામીણ રોજગાર યોજનાને સામેલ કરી હતી

આ યોજના છેલ્લા બે દાયકામાં શું કરી શકી છે તે જોઈએ.

નિશંક કહી શકાય કે છેલ્લા બે દાયકામાં મનરેગા યોજના દુનિયામાં સરકારો દ્વારા સમર્થિત સૌથી મોટી જાહેર રોજગારની યોજના છે.

2005થી 2024 સુધી આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે રૂ. 11થી 12 લાખ કરોડની ફાળવણી કરી છે અને લગભગ 100 ટકા ખર્ચ થયો છે. કોરોના મહામારીનાં વરસોમાં ફાળવણી અને ખર્ચો 180 ટકા ઊપર થયો છે.

2020-21ના મહામારીના વરસે જ્યારે સ્થળાંતર કરનારા ગામોમાં પાછા ગયા ત્યારે 389 કરોડ માનવદિવસની રોજગારી આપવામાં આવી, 7.5 કરોડ પરિવારો લાભાન્વિત થયા હતા. તો પણ વ્યક્તિદીઠ સરેરાશ કામના દિવસો 55 જેટલા જ હતા.

ગરીબ રાજ્યોમાં છેલ્લાં 15 વરસમાં વ્યક્તિદીઠ વધુમાં વધુ 51થી 52 દિવસ રહ્યા હતા. એક અવલોકન મૂલ્યાંકન અહેવાલો પરથી એ આવે છે કે પરિવારનાં બહેનો આ યોજનાથી વધુ લાભાન્વિત થયાં છે અને એમનું આર્થિક સશક્તીકરણ થયું છે.

ગુજરાતમાં કોરોનાના વરસમાં સરેરાશ 40 જ દિવસનો રોજગાર આપી શકાયો હતો.

બાકીનાં વરસોમાં પણ સરેરાશ 45 અથવા નીચે રહ્યો છે. આખા રાજ્યમાં યોજના માટે લાયકાત ધરાવતા કુટુંબો પૈકી એક કે બે ટકાએ જ 100 દિવસની રોજગારી મેળવી છે.

એક વાત સાચી છે કે ગુજરાતનું અર્થકારણ મજબૂત છે, પણ અમુક વિસ્તારો અને અમુક આસમાની આફતોમાં નબળાં કુટુંબો સુધી યોજના સીમિત પહોંચે છે, તે પ્રશાસનની કમી દર્શાવે છે, એમ કહી શકાય. જી -રામ-જી યોજના હેઠળ જ્યારે 125 દિવસ સુધી રોજગાર આપવાનો થાય, ગુજરાત આનો સીમિત લાભ જ લઈ શકશે. એટલે જ્યાં તાકીદની જરૂર હશે, ત્યાંય સરખી રીતે પહોંચી શકે કે કેમ તે શંકાસ્પદ રહે છે.

'પ્રજાની દૃષ્ટિ ભટકાડવાની ઊહ અને અપોહ'

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ગુજરાત, યુપીએ, એનડીએ, ભાજપ, મનરેગા, એક, 2005માં સંસદમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ નામે કાયદો પસાર થયો અને એ યોજના 'નરેગા' તરીકે ઓળખાઈ. ટૂંક સમયમાં જ એ યોજના મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA – મનરેગા) તરીકે ઓળખાઈ.
2025 એટલે, 20 વરસ બાદ, સંસદમાં કાયદામાં સુધારો કરી નવા નામ સાથે અવતરી છે.
આ યોજનાનું બિલ સંસદમાં 'વિકસિત ભારત – ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' નામે મુકાયું અને પસાર થયું. હવે એને જી – રામ – જી તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. (રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી પણ આપી દીધી છે.)

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

દેશના એક વિચારવંત વર્ગ અને કર્મશીલ વર્ગ રોજગાર ખાતરી યોજનાને ગરીબો અને વંચિતો માટેની રાજ્ય દ્વારા અપાતી સામાજિક સુરક્ષા યોજના તરીકે જુએ છે. હવે 125 દિવસના રોજગારની ખાતરી આપવાની વાત છે, ત્યારે આ વર્ગ તેને આવકારે જ છે, પણ એવી માંગણી પણ કરી રહ્યા છે કે આવી ખાતરી તો સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારે આપવી જોઈએ.

રોજગાર ખાતરી એક અધિકાર છે અને જો કેન્દ્ર સરકાર આમાં પાછાં પારોઠાં કરે તો તે બંધારણમાં આપેલા કામના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

આ મુદ્દે વિચારશીલ અને અર્થશાસ્ત્રીઓએ ચિંતન કરવું જોઈએ. સરકાર તરફી અર્થશાસ્ત્રીઓ દેશના અર્થકારણમાં જીડીપીની વાર્ષિક વૃદ્ધિને બિરદાવે છે અને મંતવ્યો રજૂ કરે છે કે ગરીબી ઓછી થવા પામી છે.

જો આવું હોય તો વૄદ્ધિ સાથે રોજગાર ખાતરી અને એ પણ 100થી વધારી 125 દિવસ એ એક વિરોધાભાસ છે.

આ સંદર્ભે મનરેગા યોજનાનાં મૂલ્યાંકનોમાં એક વાત સ્પષ્ટ તરી આવે છે કે ગામોમાં કુદરતી અને માનવસર્જિત હોનારતો કે નિયમિત ઉત્પાદન અને રોજગાર કારણસર ખોરવાય ત્યારે ખૂબ મદદરૂપ થાય છે. આ મુદ્દો સ્વીકાર્ય છે.

આવી ગરીબીને 'ઇંસિડેન્ટલ પૉવર્ટી' એટલે કે 'પ્રાસંગિક ગરીબી' કહેવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ઝડપી આર્થિક વિકાસ થાય અને જીડીપી સાત ટકાથી વધુ વરસો સુધી સતત વધે તો અર્થતંત્રનાં તમામ ક્ષેત્રે કાયમી રોજગારી વધવી જોઈએ. એના લીધે જેને માળખાગત ગરીબી કે વંચિતતા, જેને અંગ્રેજીમાં સ્ટ્રક્ચરલ પૉવર્ટી કહેવાય છે, એ ઘટી અને કાયમી રોજગારની તકો ઊભી થવી જોઈએ.

આજે દેશના અર્થકારણની માળખાકીય સ્થિતિ એવી છે કે જીડીપી વૃદ્ધિના સ્રોત મૂડી-ઘનિષ્ટ ક્ષેત્રો જેમ કે આઇ. ટી. (ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી), નાણાકીય સેવાઓ, ફૅક્ટરીમાં વધતા મશીનીકરણને લીધે વધતું ઉત્પાદન, વગેરે છે જે બહુ સીમિત અને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા રોજગાર વધારે છે. આજે કૄષિ અને સંલગ્ન ક્ષેત્રે 45 ટકા લોકો કામ કરે છે અને જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો માત્ર 17 ટકા છે. એટલે આ ક્ષેત્રના કામગારો ઓછી ઉત્પાદકતા ધરાવે છે. આ ક્ષેત્રમાં કામગારોના વેતન, મજૂરી કે વળતરમાં ખરેખરનો વધારો (મોંઘવારીના લીધેના વધારાને બાદ કરતા) લાંબા સમયથી સ્થગિત છે. આ સ્થિતિમાં મનરેગા હોય કે જી-રામ-જી, રોજગાર રાહત જ આપી શકે.

અર્થતંત્રની લાંબા ગાળાના ટકાઉપણાને પહોંચી શકે નહી. આર્થિક વૃદ્ધિ સમાવેશી ન હોવાથી રાજય હસ્તક્ષેપ કરી રોજગાર ઊભા કરે છે. એ ટકાઉ વ્યવસ્થા નથી. લક્ષણ મટાડતી દવા છે, રોગ મટાડી આરોગ્ય હાંસલ કરી શકે નહીં.

દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં સરકાર આ પક્ષની હોય કે તે, ગાંધીજીનું ગ્રામ સ્વરાજ હોય કે રામજીનું રામરાજ્ય કોઈને ન્યાય આપે તેવું નથી. આ ઉહ અને અપોહ તો પ્રજાની દૃષ્ટિ ભટકાડવાની લાગે છે.

નોંધ : લેખક 'ગૂજરાત વિદ્યાપીઠ'ના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. તેઓ જાણીતા ગાંધીવાદી અર્થશાસ્ત્રી છે. તેઓ ગાંધીવાદી વિચારધારા અને તેના અભ્યાસના અગ્રણી વિદ્વાનો પૈકીના એક ગણાય છે. અહીં વ્યક્ત થયેલા વિચારો લેખિકના છે, બીબીસી ગુજરાતી તેમના દૃષ્ટિકોણ સાથે સહમત હોય તે જરૂરી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન