You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માત્ર એક જ શેરી અને તેમાં પણ 6000 લોકોની વસતી, કેવું છે આ ગામ?
આભમાં ઊંચે ઊડતાં પક્ષીઓની નજરે જુઓ તો આ દૃશ્ય રંગબેરંગી રેખાઓને જોડતી એક કડી જેવું લાગે છે.
પણ નજીકથી તમે મધ્ય યુરોપના દેશ પોલૅન્ડના નીચલા છેડે આવેલા માલોપોલ્સ્કા પ્રાંતના આ સુરમ્ય ગામને નિહાળી શકો છો.
'પોલૅન્ડના મોતી' તરીકે ઓળખાતા આ ગામનું નામ છે 'સુલોસ્ઝોવા' આ ગામની વચ્ચેથી એક મુખ્ય માર્ગ પસાર થાય છે અને તેની આસપાસ બનાવેલા ઘરોમાં છ હજાર લોકો રહે છે.
આ ગામ ઓજકોવ્સ્કી નેશનલ પાર્કમાં સ્થિત છે. જે ચૂનાના પથ્થરો માટે પ્રખ્યાત છે.
એરિયલ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે કે સુલોસ્ઝોવા ગામ ઓલકુસ્કા-ક્રાકોવ્સ્કા નામક નવ કિલોમિટર લાંબા રસ્તાની આજુબાજુમાં પથરાયેલું છે. ઘરોની પાછળ લોકોનાં ખેતર આવેલાં છે.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા ઘણા ફોટોઝ અને વીડિયો અનુસાર "આખું ગામ અહીં એક જ શેરીમાં રહે છે."
અહીં રહેવા જેવું શું છે?
આ પ્રશ્નનો જવાબ આપતા એક સ્થાનિક દુકાનદારે 'ડેઇલી મેઇલ'ને કહ્યું, "અહીં સમુદાયની સારી ભાવના છે."
તેમણે આગળ કહ્યું, "અમારી પાસે 'સ્ટ્રૉબેરી ડે' છે. જેમાં અમે બધા જ ભેગા થઈએ છીએ અને નવા પાકનો સ્વાદ માણીએ છીએ અને સંગીત તેમજ નાચગાન સાથે તેની ઉજવણી કરીએ છીએ. સાથે જ અમારી પાસે 'પૉટેટો ડે' પણ છે. તેમાં પણ અમે એવું જ કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુકાનદારે ઉમેર્યું, "પરંતુ તમામ નાનાં ગામ અને શહેરોની જેમ સુલોસ્ઝોવાના લોકોને પણ ગપ્પાં મારવા પસંદ છે અને અહીં મોટા ભાગના લોકો એક બીજાને ઓળખે છે."
આ શહેરમાં સહેલાણીઓને આકર્ષે તેવી જગ્યાઓમાં 'પિસ્કોવા સ્કાલા કૅસલ' મોખરે છે. જે 'ઈગલ્સ નૅસ્ટ' એટલે કે 'બાજના માળા' તરીકે ઓળખાય છે.
આ કિલ્લો ઓજકોવ્સ્કી નેશનલ પાર્કની હદમાં જ સુલોસ્ઝોવા ગામના છેડે આવેલો છે.
આ કિલ્લાને 14મી સદીમાં રાજા કાસિમિર તૃતિય ધ ગ્રેટ દ્વારા "નિડોસ ડી એગુઈલા" નામક મહેલની સંરક્ષણ શ્રૃંખલાના ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો.