You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેના અસલ સંઘર્ષને બતાવી શકે છે 'ફુલે'?
- લેેખક, નમ્રતા જોશી
- પદ, બીબીસી માટે
બોલીવૂડમાં તાજા વિવાદો વચ્ચે અનંદ મહાદેવનની 'ફુલે' બે અઠવાડિયાંના વિલંબ બાદ શુક્રવારે અંતે દર્શકો સુધી પહોંચી.
સામાજિક કાર્યકર્તા અને સમાજસુધારક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેની બાયૉપિકમાં તેમની ભૂમિકા પ્રતીક ગાંધી અને પત્રલેખાએ ભજવી છે. આ ફિલ્મ 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફુલેની 198મી જયંતી પર રિલીઝ થવાની હતી.
પરંતુ મહારાષ્ટ્રમાં હિંદુ મહાસંઘ, અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ અને પરશુરામ આર્થિક વિકાસ મહામંડળે બ્રાહ્મણોના કથિત અનુચિત ચિત્રણ પર આપત્તિ ઉઠાવી. એ બાદ રિલીઝને સ્થગિત કરી દેવી પડી અને નિર્દેશક પાસેથી ઘણાં સ્પષ્ટીકરણો માંગવામાં આવ્યાં હતાં.
આ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ પહેલાં ફિલ્મને યુ સર્ટિફિકેટ સાથે ક્લિયર કરી હતી. પરંતુ બાદમાં બોર્ડે મેકર્સને રિ-ઍડિટ કરવા કહ્યું. આ સાથે જ ઘણાં સંવાદો અને દૃશ્યોમાં પણ બદલાવ કરવા કહેવાયું. સીબીએફસી પર એવા આરોપ લાગ્યા કે તેણે સંગઠનોના દબાણમાં આવીને આવા નિર્દેશ આપ્યા છે.
બદલાવમાં - 'ઝાડુ હાથમાં હોય એવી એક વ્યક્તિ'ના દૃશ્યને 'સાવિત્રીબાઈ પર ગોબર ફેંકવા'ના દૃશ્ય વડે બદલવાનું કહેવામાં આવ્યું. કેટલાક સંવાદો જેમ કે 'જ્યાં શુદ્રોને ઝાડુ બાંધીને ચાલવું જોઈએ'ને 'સૌથી અંતર જાળવી રાખવું જોઈએ' અને '3000 વર્ષ પુરાણી ગુલામી'ને 'ઘણાં વર્ષ પુરાણી'થી બદલી દેવાયું.
જાતિવ્યવસ્થા વિશે એક વૉઇસઓવર હઠાવવા કહેવાયું. આ સાથે જ જાતિ સમૂહો અને શબ્દો જેમ કે 'મહાર', 'માંગ', 'પેશવાઈ' અને 'જાતિની મનુ વ્યવસ્થા'ને હઠાવવાનું કહેવાયું.
આ મામલો સેન્સર બોર્ડ દ્વારા સંધ્યા સૂરીની ફિલ્મ 'સંતોષ'ની રિલીઝ રોકવામાં આવી એના તરત બાદ સામે આવ્યો છે. તેમાં મહિલાઓ પ્રત્યે નફરત, ઇસ્લામોફોબિયા, જાતિ-આધારિત ભેદભાવ અને ભારતીય પોલીસની હિંસા બતાવાઈ છે.
આ જ કારણે સેન્સર બોર્ડમાં બ્રાહ્મણો અને સવર્ણોના પ્રભુત્વ પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે આવેલી ફિલ્મ પર ન થયો વિવાદ
આચાર્ય અત્રેની 1954ની મરાઠી ફિલ્મ મહાત્મા ફુલેના સબ્જેક્ટ જ્યોતિબા ફુલે રહ્યા છે. આ ફિલ્મે વિવાદોથી દૂર રહીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રપતિથી સિલ્વર મેડલ હાંસલ કર્યો.
શ્યામ બેનેગલની 'ભારત એક ખોજ' સિરીઝના એક એપિસોડમાં સદાશિવ અમરાપૂરકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્ય વાતો સિવાય તેમાં પછાત વર્ગો માટે સમાનતા, ન્યાય અને શિક્ષણ માટે મહાત્મા ફુલેના મિશનને દેખાડ્યું હતું.
પરંતુ એ ફિલ્મમાં એવા બદલાવ ન થયા જેવા 'ફુલે'માં થયા.
પરંતુ વાત જ્યારે મહાદેવનની ફુલેની થાય છે તો કલાકારની અભિવ્યક્તિની સ્વતંત્રતા સિવાય ઑથૉરિટીના નિયંત્રણ પર પણ ચર્ચા થાય છે.
ફિલ્મમાં ઍડિટની માગ ભારતમાં જાતિવ્યવસ્થાના ચાલુ સકંજાનો પુરાવો છે. જ્યાં કેટલાક શક્તિશાળી લોકોનાના આદેશને ન માત્ર વાસ્તવિકતામાં બલકે ફિલ્મના સંદર્ભમાં પણ મહત્ત્વ અપાય છે.
અને આપણે હજુ સુધી જાતિ આધારિત બર્બરતાની ઘટનાઓને અંગે વાત નથી કરી રહ્યા. ઉત્તર પ્રદેશના રામપુરમાં એક 11 વર્ષની વિકલાંગ દલિત છોકરી સાથે બળાત્કારની ઘટના એ સમયે જ ન્યૂઝમાં આવી જ્યારે ફુલે ફિલ્મ સમાચારમાં છવાયેલી છે.
ઊઠી રહ્યા છે આ સવાલ
તો એ સવાલ તો ઊભો થાય જ છે કે 19મી સદીનાં બે નાયકો જેમણે સામાજિક બદલાવ, બાળવિવાહ, જાતિ અને લિંગ આધારિત ભેદભાવ, મહિલાના અધિકારો અને તેમના શિક્ષણની જે લડાઈ લડી તેને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.
જ્યોતિબાના સપનાને ફિલ્મના ટ્રેલર સાથે જ સમજી શકાય છે, જેમાં કહેવાયું છે, "એક એવો સમાજ હોય, જેમાં કોઈ પ્રધાન નહીં, બધા સમાન હોય."
ક્રાંતિની પહલમાં બ્રાહ્મણવાદી વ્યવસ્થાને પડકારવાનું મુખ્ય હતું.
તો પછી આજના સમયના પ્રભાવશાળી બ્રાહ્મણોના કહેવા પર તેમના જીવનભરના કામનો જે સાર હતો, એને હઠાવવાની વાત કેમ થઈ?
આ જાતિ-આધારિત ઉત્પીડનના આખા ઇતિહાસને એકસામટો મિટાવવાની કોશિશ પણ છે.
હકીકતમાં મહાદેવનની લાંબી અને થોડી નીરસ ફિલ્મ બ્રાહ્મણોને જાતિવ્યવસ્થાના સંરક્ષક સ્વરૂપે દેખાડે છે.
જૉય સેનગુપ્તાએ ભેદભાવમાં વિશ્વાસ રાખનારા બ્રાહ્મણનું પાત્ર ભજવ્યું છે, જે દલિત જ્યોતિબાની પડછાઈને ખુદ પર પડવા નથી દેવા માગતા. આ સાથે જ દલિતોને સામુદાયિક કૂવામાંથી પાણી ભરવાથી પણ રોકી દેવાય છે.
ફુલે સમાજમાં વ્યાપેલા જાતિબંધનના વ્યાપને બ્રિટિશ શાસન સાથે જોડીને જોઈ શકે છે. તેઓ જણાવે છે કે કેવી રીતે અંગ્રેજોએ સામાજિક અસમાનતાઓનો ઉપયોગ વિભાજન અને શાસન કરવા સાથે વંચિતોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માટે કરાયો.
ફુલેએ આ પ્રયત્નોને સમજી લીધા. જોકે, તેમણે અન્યાયપૂર્ણ સામાજિક હકીકતને બદલવા માટે પ્રગતિશીલ અંગ્રેજી શિક્ષણપ્રણાલીની પણ ચતુરાઈથી ઉપયોગ કર્યો.
વિભાજિત દેખાય છે ફિલ્મ સમુદાય
ફિલ્મો બનાવાનાર સમુદાય પણ સેન્સર બોર્ડ પર નારાજગી વ્યક્ત કરતાં વિખેરાયેલો દેખાય છે.
ફિલ્મનિર્માતા ઓનિરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું, "આ કેટલી શરમજનક વાત છે કે સીબીએફસીને બ્રાહ્મણવાદી પ્રતિક્રિયા સામે નમવું પડ્યું. દલિતોની ભાવના અને ઐતિહાસિક સત્યનું કોઈ મહત્ત્વ નથી. આ સત્તાની સંરચનાને સમર્થન કરનારી યથાસ્થિતિને કોઈ પણ જાતના સવાલ વગર ચાલુ રાખવા જેવું છે."
પાછલા અઠવાડિયે ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર ફુલે અંગે બ્રાહ્મણો અને સેન્સર બોર્ડ વિરુદ્ધ સાધવામાં આવેલું નિશાન ફિલ્મ અને વિવાદ કરતાં પણ મોટું થઈ ગયું.
તેમણે લખ્યું, "ભાઈ જો જાતિવાદ ન હોત તો આ દેશમાં તેમને લડવાની જરૂર શું હતી? હવે બ્રાહ્મણોને શરમ આવી રહી છે કે તેઓ શરમમાં મરી રહ્યા છે, કે પછી એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે, જે અમે જોઈ નથી શકી રહ્યા."
આ અંગે ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી. જયપુરથી માંડીને ઇન્દોર સુધી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. બાદમાં કશ્યપે પોતાના ગુસ્સા માટે માફી માગવી પડી.
તેેમજ મહાદેવને દાવો કર્યો કે બ્રાહ્મણ ફિલ્મ જોયા વગર જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ટ્રેલરનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.
મિડ-ડે સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના સભ્યો સાથે મુલાકાત વિશે જણાવ્યું. અને કહ્યું કે તેમણે તેમને જણાવ્યું કે બ્રાહ્મણ અસલમાં જ્યોતિબાના મિશનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતા.
પરંતુ જે વાતે આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું એ છે ફિલ્મનિર્માતાનો પોતે બ્રાહ્મણ હોવાનો દાવો કરવો. તેમણે કહ્યું કે, "હું એક કટ્ટર બ્રાહ્મણ છું. હું મારા પોતાના સમુદાયને જ કેમ બદનામ કરીશ?"
આ એવો પણ મામલો છે કે એ ફિલ્મનિર્માતા જેઓ જાતિવ્યવસ્થાને ખતમ કરવામાં જીવન સમર્પિત કરનાર દૂરદર્શક પર ફિલ્મ બનાવી રહ્યો હોય અને એ જ સમયે પોતાની જાતિગત ઓળખ બતાવી રહ્યો હોય.
શું આપણે બધા પણ કહી શકીએ કે ભારતમાં જાતિવ્યવસ્થા નથી? મહાત્મા ફુલેનું નિરંતર પ્રાસંગિક રહેવું એ જ આ સવાલનો જવાબ છે.
(આ લેખકના અંગત વિચાર છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન