ભૂકંપની થોડી સેકંડો પહેલાં ઍન્ડ્રોઇડ ફોનમાં ઍલર્ટ મળશે, ગૂગલે આ કેવી રીતે શક્ય બનાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટૉમ ઑઘ
- પદ, બીબીસી ફ્યૂચર
ઇતિહાસમાં પહેલો મોબાઇલ ફોનકૉલને 50 વર્ષ પહેલા કરાયો હતો જેને અડધી સદી જેટલો સમય થઈ ગયો છે, અને એ ટેકનૉલૉજી જેને તમે તમારા ખિસ્સામાં લઈને ફરો છો, એ હવે ભૂકંપને ડિટેક્ટ કરતી વિશ્વની સૌથી મોટી સિસ્ટમ બનાવવામાં મદદરુપ થઈ રહી છે.
25 ઑક્ટોબર – 2022ના રોજ કૅલિફૉર્નિયાના ખાડી વિસ્તારમાં 5.1ની તીવ્રતનો ભૂકંપ આવ્યો હતો.
સદ્ભાગ્યે એની તીવ્રતા એટલી ભયંકર નહોતી પણ એ વિસ્તારમાં રહેતા જે લોકોએ એને અનુભવ્યો એના રિપોર્ટ્સની સંખ્યા વધુ હતી. એમાં કોઈ નુકસાન નહોતું થયું. પણ એ ભૂકંપ એક અલગ રીતે મહત્ત્વનો હતો. કેમ કે કંપન શરૂ થયું એ પહેલાં ઘણા લોકોના ફોનમાં એની ઍલર્ટ આવવા લાગી હતી.
એથીય વધુ ઘણાને ભૂકંપ ડિટેક્ટ કરવામાં આ ફોન મદદરુપ થયા હતા.

કેટલા સમય પહેલા ઍલર્ટ મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે અને યુનિવર્સિટીના સંશોધકો સાથે મળીને ગૂગલ એક સિસ્ટમ વિકસાવી રહ્યું છે, જે ભૂકંપ આવ્યાની કેટલીક સૅકન્ડ પહેલાં એનું ઍલર્ટ મોકલી શકે.
આ ખૂબ ટૂંકો સમય હોઈ શકે પણ એમાં સુરક્ષિત સ્થળ નીચે શરણું લઈ શકાય. એટલા સમયમાં ટ્રૅન ધીમી કરી શકાય, વિમાનનું ટૅક-ઑફ અને લૅન્ડિગ પણ રોકી શકાય તથા પુલ અથવા ટનલમાં પ્રવેશતી કારોને બહાર જ રોકી શકાય.
આ સિસ્ટમ જ્યારે મોટો ભૂકંપ આવે ત્યારે લોકોના જીવ બચાવી શકે છે.
એ સિસ્ટમ બે સ્રોતમાંથી ડેટા વાપરે છે. પ્રાથમિક સ્તરે સિસ્ટમ 700 સિસ્મોમિટર ડિવાઇસ જે પૃથ્વીના ભૂકંપીય આંચકાનો ડેટા જેને યુએસજીસ, કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી અને યુનિવર્સિટી ઑફ બર્કલી દ્વારા રાજ્યમાં ગોઠવવામાં આવ્યા છે તેમાંથી મળતો ડેટા અને રાજ્ય સરકાર દ્વારા ગોઠવાયેલા સિસ્મોમિટરમાંથી મળતો ડેટા ઉપયોગમાં લે છે. (આ ઉપરાંત અમેરિકાના બે રાજ્યો ઓરેગોન અને વૉશિંગ્ટનમાં ગોઠવાયેલા સિસ્મોમિટર્સ પણ જે શેકએલર્ટ તરીકે જાણિતી સિસ્ટમને ડેટા પૂરો પાડે છે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ગૂગલ સામાન્ય લોકોના ફોનને સાંકળી લઈને વિશ્વનું સૌથી મોટું ભૂકંપ ડિટેક્શન નેટવર્ક તૈયાર કરી રહ્યું છે.

'પ્રકાશની ઝડપે મળતું ઍલર્ટ'

ઇમેજ સ્રોત, iStock
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૂગલની એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમથી ચાલતા મોટાભાગના સ્માર્ટફોનમાં ઍક્સેલરોમિટરની સર્કિટ હોય છે, જે ફોનના હલનચલનને ડિટેક્ટ કરે છે, જેનાથી ફોનને લૅન્ડસ્કેપ કે પોર્ટ્રેટ મોડમાં સ્ક્રીન રાખવાની સુવિધા મળે છે કે યુઝર કેટલાં પગલાં ચાલ્યાં એની માહિતી મળે છે.
આ સેન્સર ખૂબ સંવેદનશીલ હોય છે અને એક નાના સિસ્મોમિટર તરીકે પણ કામ કરે છે. ગૂગલે એક સુવિધા તૈયાર કરી છે જે ભૂંકપની પ્રાથમિક તરંગો (પ્રાઇમરી વેવ્સ (પી વેવ)) જેવી લાક્ષણિકતા ધરાવતા તરંગોને ફોન ડિવાઇસ સેન્સ કરી લે છે અને પછી આવો ડેટા એન્ડ્રોઇડ અર્થક્વેક ઍલર્ટ સિસ્ટમને આપમેળે જ મોકલે છે.
આ પ્રકારે હજારો અને લાખો ફોનનો ડેટા એકત્ર થાય તો જાણી શકાય છે કે, ભૂકંપ આવી રહ્યો છે તો કયા સ્થળે આવી રહ્યો છે. ત્યારબાદ સિસ્ટમ તે એ વિસ્તારમાં રહેલા ફોનને સંભવિત ભૂકંપ વિશે વહેલી ચેતવણી આપતી ઍલર્ટ મોકલે છે. રેડિયો સિગ્નલ ભૂકંપીય તરંગો કરતાં વધુ ઝડપથી ગતિ કરતા હોવાથી ભૂકંપના કેન્દ્રબિંદુથી દૂર રહેલા વિસ્તારોમાં ભૂકંપની ઍલર્ટ ધ્રુજારી શરૂ થાય તે પહેલાં મળી જાય છે.
ઍન્ડ્રોઇડના એક સૉફ્ટવેર ઇજનેર માર્ક સ્ટોગેઇટ્સ અનુસાર, “અમે ભૂકંપની ગતિની સ્પર્ધા પ્રકાશની ગતિ સાથે કરી રહ્યા છીએ, (ફોનનાં સિગ્નલ્સની ગતિ પણ લગભગ પ્રકાશની ગતિ જેટલી જ હોય છે.) સદનસીબે પ્રકાશની ગતિ ભૂકંપની ગતિ કરતાં ઝડપી છે.”
નવી તકનિકે ભૂંકપ પહેલા આપ્યું ઍલર્ટ

ઇમેજ સ્રોત, REUTERS/RONEN ZVULUN
આવી તકનિક ખાસ એવા વિસ્તારોમાં મદદરૂપ થઈ શકે છે, જ્યાં મોંઘાં સિસ્મોમિટર નથી લગાવી શકાતાં. એવા દૂર્ગમ વિસ્તારોમાં ફોનની મદદથી ઍલર્ટ મેળવવામાં મદદ થઈ શકે છે.
ઑક્ટોબર-2022માં ગૂગલના ઇજનેરોએ સૅન ફ્રાન્સિસ્કોના ખાડી વિસ્તારમાં જોયું કે કેન્દ્રબિંદુથી ભૂકંપીય તંરગો જ્યારે આગળ વધ્યા ત્યારે ઘણાં ફોનમાં ભૂકંપના ડિટેક્શનનો ડેટા સક્રિય થઈ ગયો હતો.
તાજેતરમાં એપ્રિલ-2023માં 4.5ની તીવ્રતાનો ભૂકંપ કૅલિફૉર્નિયાના ટ્રેસ પિનોઝ પાસે આવ્યો ત્યારે શેકઍલર્ટ સિસ્ટમે એને ડિટેક્ટ કરી લીધો હતો.
વિશ્વમાં લગભગ 16 અબજ જેટલા મોબાઇલ હોવાનો અંદાજ છે, જેમાંથી 3 અબજથી વધુ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલે છે. હવે અર્થક્વૅક ઍલર્ટ્સ સિસ્ટમ ભૂકંપની સંભાવના ધરાવતા 90 કરતાં વધુ દેશોમાં ઉપલબ્ધ છે. આ 90 દેશોમાં પાકિસ્તાન, બર્મા (મ્યાનમાર), નેપાલ સામેલ છે, પરંતુ ગૂગલે ભારતમાં આ સેવા હજી સુધી ઉપલબ્ધ નથી બનાવી.













