IPL ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ Vs ચેન્નઈ સુપરકિંગ્સ, શુભમન ગિલની ધૂંઆધાર સદી, હાર્દિક પંડ્યાએ કહ્યું 'ગિલ બનશે સુપરસ્ટાર'

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલ બીજી ક્વૉલિફાયર મૅચ

ગુજરાત ટાઇટન્સ (233/3)

શુભમન ગિલ (129 રન), સાઈ સુદર્શન 43 રન (રિટાયર્ડ હર્ટ)

મુંબઈ ઇન્ડિયન્સ (171/10)

સૂર્યકુમાર યાદવ (61 રન), તિલક વર્મા (43 રન)

મોહિત શર્મા (2.2 ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ)

ગુજરાત ટાઇટન્સની ટીમ 62 રનથી જીતી, ફાઇનલમાં પહોંચી

ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટૉસમાં વરસાદને કારણે વિલંબ થયો પરંતુ આની પહેલાં હાર્દિક પંડ્યા વારંવાર પિચનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.

ટૉસ રોહિત શર્માએ જીત્યો અને હાર્દિક પંડ્યાને બૅટિંગ કરવા કહ્યું, પરંતુ પાવરપ્લેમાં તેના ઓપનિંગ બૅટ્સમૅન જે રીતે બૅટિંગ કરી રહ્યા હતા ત્યારે લાગ્યું કે 'ચેઝિંગ માસ્ટર' કહેવાતી ગુજરાત ટાઇટન્સ મુશ્કેલીમાં છે.

પરંતુ પછી ઍન્ટ્રી થઈ શુભમન ગિલની અને થોડી જ વારમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ..

રિદ્ધિમાન સાહા આઉટ થયા તો સાઈ સુદર્શન આવ્યા. એક તરફ સાઈ સુદર્શન તો બીજી તરફ બે સદી ફટકારી ચૂકેલા શુભમન ગિલ.

તેમણે ગિયર શિફ્ટ કર્યું અને પછી તેમના બૅટમાંથી જે રીતે રન નીકળ્યા તેની પર દિગ્ગજ ક્રિકેટરો પણ ફિદા થઈ ગયા.

બીબીસી ગુજરાતી

ગિલના ક્રિકેટની કમાલ

શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુભમને પહેલાં તો ફાફ ડુપ્લેસીને પાછળ છોડીને અને આ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બૅટર બની ગયા અને તેમણે માત્ર 33 બૉલ પર અરધી સદી ફટકારી હતી.

અરધી સદી જેમ જ પૂરી થઈ તેમ જ શુભમન ગિલના બૅટમાંથી રનોનો વરસાદ થવા લાગ્યો. તેમણે ચોક્કા અને છગ્ગા વરસાવ્યા અને માત્ર 16 રનમાં જ તેમણે પોતાનો સ્કોર 100 સુધી પહોંચાડી દીધો.

129 રન પર શુભમનની ઇનિંગ્સ જ્યારે પૂર્ણ થઈ ત્યારે તેઓ આઉટ થવા પર હતાશ દેખાયા. 10 છગ્ગા ફટકારી ચૂકેલા શુભમન ગિલ અંત સુધી પિચ પર રહેવા માગતા હતા. ગિલ આઈપીએલ પ્લેઑફની એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાવાળા બૅટ્સમૅન બન્યા.

મૅચ ખતમ થયા બાદ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ શુભમનની ઇનિંગ્સના વખાણ કર્યા હતા. હાર્દિક પંડ્યાએ કહ્યું, ''ગિલ એકદમ સ્પષ્ટ છે. તેમની આ ખૂબી અને તેમનો આત્મવિશ્વાસ શાનદાર છે. પોતાની ઇનિંગ્સ દરમિયાન ગિલ ક્યારેય ઉતાવળમાં ન દેખાયા. એવું લાગી રહ્યું હતું કે તેઓ દરેક બૉલ પર પ્રહાર કરી રહ્યા હતા. તેઓ ફ્રેન્ચાઇઝી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સુપરસ્ટાર બનશે.''

ગુજરાત ટાઇટન્સે ગત વર્ષેજ આઈપીએલ રમવાનું શરૂ કર્યું છે અને શુભમન ગિલ ત્યારથી જ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા છે.

ગત વર્ષે ગિલ ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી બની ગયા.

ગિલે ગત વર્ષે આઈપીએલમાં ચાર અરધી સદી સાથે કુલ 483 રન બનાવ્યા છે, જ્યારે તેમની આગળ માત્ર ચાર રનના અંતરથી ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા છે.

બીબીસી ગુજરાતી

શુભમન ગિલના શિરે ઑરેન્જ કૅપ

બીબીસી ગુજરાતી

હવે આઈપીએલની આ સીઝમાં શુભમન ગિલ અત્યાર સુધી 841 રન બનાવી ચૂક્યા છે અને ફાફ ડુપ્લેસીને પાછળ છોડીને હવે ઑરેન્જ કૅપ તેમના શિરે સજશે.

આઈપીએલની આ સીઝનમાં હવે સૌથી વધારે રન બનાવવાના મામલામાં શુભમન ગિલ ત્રીજા સ્થાને છે. કોઈ એક સીઝનમાં તેમનાથી વધારે રન વિરાટ કોહલી (2016માં 973 રન) અને જૉસ બટલર (2022માં 863 રન) બનાવ્યા છે.

શુભમન ગિલની ઇનિંગ્સ બાદ ટીમ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્મા પણ તેમને ગળે મળ્યા.

આ વર્ષે જાન્યુઆરીમાં ગિલની સાથે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ 212 રનની પાર્ટનરશિપ કરી ચૂકેલા કૅપ્ટન રાહિતે આ મૅચ બાદ શુભમન ગિલની ઇનિંગ્સના વખાણ કર્યા.

રોહિત માટે ગિલની ઇનિંગ્સ શુભ સંકેત

ગિલની ઇનિંગ્સ રોહિત શર્માની સાથે-સાથે ટીમ ઇન્ડિયા માટે પણ શુભ સંકેત છે કારણ કે આવતા મહિને લંડનમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં ભારતીય ટીમ રમવાની છે.

તે મૅચમાં ગિલનું ફૉર્મ પ્રથમ વખત ચૅમ્પિયનશિપ જીતવામાં મહત્ત્વનું પુરવાર થઈ શકે છે.

જોકે આ વર્ષે અત્યાર સુધી ગિલ ખૂબ સરસ રમી રહ્યા છે. જો માત્રે ટેસ્ટ મૅચની વાત કરીએ તો જે ટેસ્ટ મૅચ તેઓ રમ્યા છે તેમાં તેમણે 51.33ની સરેરાશે 152 રન ફટકાર્યા છે.

ગત પાંચ મહિનામાં ગિલ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં રન બનાવી રહ્યા છે. કુલ તેમણે આઠ સદી ફટકારી છે. તેઓ આ વર્ષે બેવડી સદી પણ ફટકારી ચૂક્યા છે.

બીબીસી ગુજરાતી

શુભમનની રેકૉર્ડ તોડ ઇનિંગ્સ

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, ANI

પોતાની આ ઇનિંગ્સ સાથે જ શુભમન ગિલે એક સાથે કેટલાક રેકૉર્ડ બનાવ્યા છે.

  • આઈપીએલની આ સીઝનમાં ત્રીજી સદી છે.
  • કોઈ એક સીઝનમાં ત્રણ સદી ફટકારનારા ત્રીજા ખેલાડી છે, આ સિદ્ધિ વિરાટ કોહલી અને જૉસ બટલરના નામે પણ છે.
  • આ આઈપીએલના પ્લેઑફમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે.
  • આની પહેલાં પ્લેઑફનો સૌથી વધુ સ્કોર વિરેન્દ્ર સહવાગ (ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ 122 રન)ના નામે છે.
  • આ આઈપીએલમાં કોઈ પણ બૅટ્સમૅને બનાવેલો બીજો સૌથી મોટો સ્કોર છે.
  • ગિલે ઋષભ પંતને (128* રન) પાછળ છોડ્યા. આઈપીએલમાં કોઈ પણ ભારતીય બૅટ્સમૅનનો સર્વાધિક સ્કોર કે એલ રાહુલ (132*)ના નામે છે.
  • આઈપીએલના પ્લેઑફમાં સહી બનાવનાર શુભમન ગિલ સાતમા ખેલાડી છે.
બીબીસી ગુજરાતી

ફાઇનલમાં ધોનીની ટીમ સામે ટક્કર

હવે ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં રવિવારના પોતાનો ખિતાબ બચાવવા માટે ચેન્નઈ સુપરકિંગ્સ સામે અમદાવાદમાં જ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલ રમશે.

ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે. આ ટીમની પાસે બૅટિંગ લાઇનઅપમાં સૌથી પહેલાં તો શુભમન ગિલ જ ઊભા છે જે 851 રનનો જંગી સ્કોર કરી ચૂક્યા છે.

હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, વિજય શંકર, સાઇ સુદર્શન અને રાશિદ ખાન જેવા બૅટ્સમૅન્સ ધરાવતી આ ટીમ પાસે બૅટ્સમૅનની લાંબી યાદી છે.

ત્યારે મોહમ્મદ શમી (26 વિકેટ) અને રાશિદ ખાન (25 વિકેટ) છે. જે આઈપીએલના પર્પલ કૅપની રેસમાં ટોચના બે બૉલર છે. ત્યારે 19 વિકેટ લઈ ચૂકેલા મોહિત શર્મા પણ છે જે પહેલાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં હતા.

જોકે પ્રથમ ક્વૉરિફાયર મૅચમાં જે રીતે ચેન્નઈ સુપરકિંગ્સે ચેઝ માસ્ટર તરીકે ઓળખાતી હાર્દિક પંડ્યાની ટીમને માત્ર 172 રન પણ બનાવવા નહોતા દીધા તેનાથી એ કહેવું મુશ્કેલ છે કે કઈ ટીમ વિજેતા બનશે પરંતુ જે ટીમ તે દિવસે નિયંત્રિત રહીને રમશે અને દરેક વિભાગમા સારું પ્રદર્શન કરશે, જીત તેની જ થશે. સાથે જ એ પણ ભૂલવું જોઈએ નહીં કે ચેન્નઈ સુપરકિંગ્સ પાસે કૅપ્ટન કૂલ ધોની પણ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી