'અહીં કફન પણ નથી બચ્યાં',ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલા વધતાં હૉસ્પિટલોમાં મૃતકો અને ઘાયલોનો ધસારો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અદનામ અલ-બુર્શ, બીબીસી અરેબિક અને સીન સેડ્ડોન
- પદ, બીબીસી ન્યૂઝ
ચેતવણી : આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે.
મધ્ય ગાઝામાં અલ-અક્સા મસ્જિદ શહીદ હૉસ્પિટલ પાસે મૃતકોને ઢાંકવા માટે હવે કફન પણ નથી બચ્યાં.
મૃતદેહો બહારના આંગણામાં મુકવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે અને સંબંધીઓ શોકમાં રડતાં રડતાં ભાંગી પડે છે.
હૉસ્પિટલની અંદર, ડૉક્ટરો ઘાયલોની સારવાર કરવા અને ગંભીર રીતે ઘાયલોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે - પરંતુ દવા અને અન્ય સામગ્રીનો પુરવઠો દિવસેને દિવસે ઘટી રહ્યો છે.
બીબીસી અરેબિક રિપોર્ટરે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ડૉકટરો આગળના દર્દી તરફ જતા પહેલાં પ્રક્રિયાઓ પૂરી કરવા દોડી રહ્યા હતા અને ખૂબ જ ઝડપથી સારવાર કરવાની કોશિશમાં હતાં.
હૉસ્પિટલમાંથી રવિવારે બહાર આવેલી કેટલીક તસવીરો શૅર કરવી મુશ્કેલ છે કેમ કે તેમાં ખૂબ જ વિચલિત કરતી વિગતો છે. મૃતકોમાં ઓછામાં ઓછાં બે શિશુ હતાં.
હૉસ્પિટલ સ્ટાફના એક સભ્યએ જણાવ્યું હતું કે, "અમે હુમલો થયો ત્યારથી અહીં છીએ અને મૃતદેહો સંપૂર્ણ રીતે હૉસ્પિટલના યાર્ડમાં ભરાઈ ગયા છે, મૃતદેહો રેફ્રિજરેટરમાં ભરેલા છે, હૉસ્પિટલની ઇમારતની અંદર અને બહાર આવી જ સ્થિતિ છે."
"અમારી પાસે મૃતદેહો માટે પૂરતા કફન નથી કારણ કે સંખ્યા ખૂબ મોટી છે. બધા મૃતદેહો ટુકડાઓમાં આવી રહ્યા છે. અમે તેમને ઓળખી શકતા નથી કારણ કે મૃતદેહો વિકૃત અને કચડી નાખવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પરિસ્થિતિને "અસહ્ય" તરીકે વર્ણવી ઉમેર્યું: "આપણે પહેલાં જોયેલું બધું હોવા છતાં, આ એવાં દ્રશ્યો છે જે આપણે ક્યારેય જોયા નથી."
500 થી વધુ લોકોની સારવાર માટે માત 23 ડૉક્ટર્સ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલ-ગાઝા યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ્યું છે ત્યારે સમગ્ર પ્રદેશની હૉસ્પિટલોમાં એક જેવાં જ દ્રશ્યો જોવાં મળી રહ્યાં છે.
હૉસ્પિટલના એક ડૉક્ટર દ્વારા બીબીસીને મોકલવામાં આવેલા સંદેશા અનુસાર
ગાઝા સિટીના તેલ અલ-હવા વિસ્તારની અલ-કુદસ હૉસ્પિટલમાં, બોમ્બ વિસ્ફોટ નજીકની ઇમારતોમાં ઘાયલ થયેલા 500 થી વધુ લોકોની 23 ડૉકટરો અને નર્સોની ટીમે સારવાર કરતી હતી.
તેમણે વૉઇસ સંદેશમાં જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં આશ્રય લેનારા દર્દીઓ અને નાગરિકો "આતંકની સ્થિતિમાં" જીવી રહ્યા છે.
ડૉક્ટરે પોતાની સુરક્ષા માટે ઓળખ ન જાહેર કરી હતી.
આરોગ્યની વિકટ પરિસ્થિતિ વચ્ચે તેમણે "આપત્તિજનક" તરીકે વર્ણવ્યું કે, ડૉકટરોએ એ નક્કી કરવાનું હતું કે, પ્રથમ કોની સારવાર કરવી. બાકીના લોકોને કતારમાં રાખવામાં આવતા હતા.
ડૉક્ટરે કહ્યું, "ઘણા ઘાયલો સર્જરી માટે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા છે,"
નોર્વેજીયન સહાય સમિતિની કટોકટી ટીમના નોર્વેજીયન ડૉક્ટર અને કાર્યકર મેડ્સ ગિલ્બર્ટ દ્વારા તેમનો વૉઇસ મૅસેજ મોકલાવવામાં આવ્યો હતો.
તબીબી સ્ટાફ ઘણો ઓછો થઈ ગયો છે કારણ કે કેટલાક માર્યા ગયા છે અને અન્ય લોકો સ્થળ પર પહોંચી શકતા નથી. બાકીનો સ્ટાફ હવે તેમની ઇમારત 1,200 વિસ્થાપિત લોકો સાથે શેર કરે છે જેઓ ત્યાં આશ્રય લઈ રહ્યા છે.
ડૉક્ટરે કહ્યું કે, "અહીં વિવિધ ઈજાઓ સાથે 120 ઘાયલ લોકો છે, 10 દર્દીઓ વેન્ટિલેટર પર ICUમાં છે, અને અમારી પાસે લગભગ 400 ગંભીર હાલતના દર્દીઓ છે."
"અહીં લગભગ 1,200 વિસ્થાપિત નાગરિકો છે - આટલી મોટી સંખ્યામાં લોકોને ખસેડવા સરળ નથી તેથી અમે સ્થળાંતર ન કરવાનું નક્કી કર્યું."
ઇઝરાયલી સૈન્યએ ઉત્તરી ગાઝા પટ્ટીમાં દરેકને પોતાની સલામતી માટે વાદી ગાઝાની દક્ષિણ તરફ જવાની ચેતવણી ફરી વાર આપી છે.
ગાઝા શહેર વાદી ગાઝાની ઉત્તરે છે, જ્યારે દેર અલ-બાલાહ દક્ષિણમાં છે.
લાખો લોકો ગાઝાના દક્ષિણ ભાગોમાં ભાગી ગયા છે, પરંતુ હજારો વધુ લોકો ઉત્તરમાં તેમના ઘરોમાં જ રહી ગયા છે.
વીજળી ન હોવાથી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ પર જોખમ

ઇમેજ સ્રોત, MEDICAL AID FOR PALESTINIANS
ગાઝામાં હમાસ-નિયંત્રિત આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે હવાઈ હુમલાના ડઝનેક લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે છેલ્લા 24 કલાકમાં 320 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે, જે લક્ષ્યોમાં હમાસ અને તેના સહયોગી, પૅલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ દ્વારા ઉપયોગમાં લેવાતી ટનલ અને ચોકીઓનો સમાવેશ થાય છે.
ગાઝાની હૉસ્પિટલો પુરવઠા માટે રાહ જોઈ રહી છે. સહાયના ત્રણ નાના કાફલા અત્યાર સુધીમાં ગાઝામાં પ્રવેશવામાં સફળ રહ્યા છે.
ઍક્શનએડ પૅલેસ્ટાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુદ્ધ પહેલાં, દરરોજ લગભગ 500 સહાય ટ્રકો પ્રવેશતા હતા.
કેટલાક ખાદ્યપદાર્થો અને તબીબી પુરવઠો હોવા છતાં, સંઘર્ષ શરૂ થયો ત્યારથી ગાઝામાં કોઈ ઈંધણ પહોંચ્યું નથી. અત્રે નોંધવું કે હૉસ્પિટલો તેમની વીજળી માટે ઈંધણથી ચાલતા જનરેટર પર આધાર રાખી રહી છે.
રવિવારે યુનિસેફે ચેતવણી આપી હતી કે ઇન્ક્યુબેટર્સમાં 120 બાળકો જેમાં 70 નવજાત છે તે શિશુઓ પણ વેન્ટિલેટર છે – તે બેકઅપ જનરેટર સાથે જોડાયેલા મશીનો પર આધારિત છે જે ઇઝરાયલથી ગાઝાનો વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો ત્યારે મોકલવામાં આવ્યા હતા.
યુનિસેફના પ્રવક્તા જોનાથન ક્રિક્સે જણાવ્યું હતું, "અમારી પાસે હાલમાં 120 નવજાત શિશુઓ છે જેઓ ઇન્ક્યુબેટરમાં છે. તેમાંથી અમારી પાસે યાંત્રિક વેન્ટિલેશન સાથેના 70 નવજાત શિશુઓ છે. અને અલબત્ત આ તે છે જેમના વિશે અમે અત્યંત ચિંતિત છીએ,"
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના વરિષ્ઠ વ્યક્તિઓએ દાવો કર્યો છે કે, હમાસ ઈંધણના સ્ટોર્સને નાગરિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાને બદલે તેના પોતાના ઉપયોગ માટે સંગ્રહિત કરે છે.
જ્યારે પૅલેસ્ટિનિયનો માટે ચૅરિટી મેડિકલ એઇડ માટે ગાઝાના ડાયરેક્ટર ફિકર શાલટૂટે જણાવ્યું હતું કે, લડાઈના તાજેતરના રાઉન્ડમાં કેટલાંક બાળકોનો જન્મ પણ થયો છે.
તેમણે બીબીસીને કહ્યું, "તે વૉર્ડમાં એક 32-અઠવાડિયાનું બાળક છે જેને ડૉકટરો તેની માતાનું હવાઈ હુમલામાં મૃત્યુ થયું પછી અમે તેને બચાવવામાં સફળ રહ્યા."
"માતા અને આખો પરિવાર મૃત્યુ પામ્યો પરંતુ બાળક બચી ગયું છે."
તેઓ કહે છે કે, જો જનરેટર ચાલવાનું બંધ થઈ જાય તો, બાળક અને તે જ વૉર્ડમાં અન્ય લોકોનું મૃત્યુ નિશ્ચિત છે.
તેને ચાલુ રાખવા માટેના ઈંધણનો પુરવઠો ખૂબ જ ઓછો છે.














