એક એવું રેલવે સ્ટેશન જેને માત્ર મહિલાઓ જ ચલાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલમાં કેટલાય એવા રેલવે સ્ટેશન છે જે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે.
મહારાષ્ટ્ર સ્થિત માટુંગા સ્ટેશન એવું રેલવે સ્ટેશન છે જેનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરે છે.
અહીં સ્ટેશન મેનેજર ટિકિટ બુકિંગ ક્લાર્ક તકનીક ક્ષેત્ર સ્વચ્થતા બધી પ્રકારનું કામ માત્ર મહિલાઓ કરે છે. સાથે રેલવે સુરક્ષા દળના મહિલા કર્મચારીઓ કામ કરે છે.
2018માં આ સ્ટેશનનું નામ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
માટુંગા રેલવે સ્ટેશનની જેમ રાજસ્થાનના ગાંધીનગર જયપુર રેલવે સ્ટેશનને પણ સંપૂર્ણ રીતે મહિલા કર્મચારીઓ જ સંચાલિત કરે છે.
આ બંને સ્ટેશનને પણ વૈશ્વિક સ્તરે નામના મળેલી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આ બંને રેલવે સ્ટેશનની કામગીરીની નોંધ લીધી હતી.
આ સિવાય અજની રેલવે સ્ટેશન ચંદ્રગિરિ રેલવે સ્ટેશનને પણ મહિલા કર્મચારીઓ જ સંચાલિત કરે છે.
મહિલાઓને સશક્ત બનાવવા માટે ભારતીય રેલવેની આ પહેલ સરાહનીય છે જેણે હકીકતમાં મહીલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર















