પીએમ મોદીની એ ચાહત, જેમાં ઘણું લાગ્યું છે દાવ પર

મોબાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિખિલ ઈનામદાર
    • પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા, મુંબઈ

ભારતમાં સેમીકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અંદાજે દોઢ વર્ષ પહેલાં મોદી સરકારે અનેક પ્રકારની છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો અને એક રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરી હતી. પણ તેને પૂરી કરવા માટે ઉઠાવાયેલાં પગલાંમાં ઉતાવળ અને આયોજનનો અભાવ જોવા મળે છે.

અમેરિકાની એક મોટી કંપની માઇક્રૉને ગુજરાતમાં ઍસેમ્બ્લી અને ટેસ્ટ ફૅસિલીટીમાં ત્રણ અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી. તેના એક જ દિવસ બાદ તાઇવાનની કંપની ફૉક્સકૉને ભારતની કંપની વેદાંતા સાથે ચિપ બનાવવાના પ્લાન્ટ માટે કરાયેલા 19.5 અબજ ડૉલરના સંયુક્ત સાહસમાંથી પોતાનો હાથ ખેંચી લીધો.

મીડિયા રિપોર્ટનું માનીએ તો ઓછામાં ઓછી વધુ બે કંપનીઓએ રોકાણમાં પોતાના પ્લાન્ટ પર બ્રેક લગાવી દીધી છે.

મોદી સરકાર પોતાના 10 અબજ ડૉલરની લોભામણી ઑફરને લઈને ટેકનૉલૉજી ભાગીદારોના સંપર્કમાં છે. જેનાથી આ ઉદ્યોગને મજબૂત બનાવી શકાય.

મોબાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા સાથે ક્રિટિકલ અને ઈમર્જિંગ ટૅકનૉલૉજી (iCET) સમજૂતી હેઠળ સેમીકન્ડક્ટર સપ્લાયને યોગ્ય બનાવવા માટે સમજૂતી કરવામાં આવી છે. ત્યારબાદ ગયા અઠવાડિયે જાપાન સાથે પણ ભારતે એક એવા જ મેમૉરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યાં.

કાર્નેગી ઈન્ડિયામાં ફેલો કોનાર્ક ભંડારી કહે છે, "સારી નીતિ અને સબસિડીને કારણે સરકારના આ કાર્યક્રમને સારી શરૂઆત તો મળી છે, પણ હવે સમય આવી ગયો છે કે ભારતને આ ટેકનૉલૉજી ટ્રાન્સ્ફર કરાય. તો જ તે મૅન્યુફૅક્ચરિંગ હબની જેમ આગળ આવી શકશે."

તેઓ કહે છે, "કંપનીઓ ટૅકનૉલૉજી લઈને આવે કે નહીં, એ અનેક બાબતો પર નિર્ભર કરશે જેમકે બિઝનેસનો માહોલ, સ્થાનિક માર્કેટ, નિકાસની ક્ષમતા, મૂળભૂત માળખુ અને પ્રતિભા."

હાલની સ્થિતિ પર નજર કરીએ તો તેમાં કેટલીક વસ્તુઓ યોગ્ય સ્થિતિમાં દેખાય છે.

બીબીસી ગુજરાતી

ભારતને ક્યાં થયો ફાયદો?

પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીની સરકારે ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે, જેનાથી ઉત્પાદનમાં વધારો થઈ શકે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સેમીકન્ડક્ટર ચિપ આધુનિક જીવન અને આપણા ડિજિટલ લાઈફ માટે ઘણી મહત્ત્વની છે. નાનામાં નાના સ્માર્ટ ફોનથી લઈ મોટા ડેટા સેન્ટર સુધી તેનો ઉપયોગ થાય છે.

સેમીકન્ડક્ટર ટેકનૉલૉજીની ઇલેક્ટ્રૉનિક વ્હીકલમાં પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. આ ઉપરાંત એઆઈ ઍપ્લિકેશન્સમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ટેકનૉલૉજી કન્સલ્ટન્સી ડલૉઈટ કંપની અનુસાર ભારત વિશ્વમાં ચિપની માંગનો પાંચ ટકા પુરવઠો પૂરો પાડી શકે છે. વર્ષ 2026માં તે વધીને બમણો થવાની શક્યતા છે.

ભારતનું સ્થાનિક બજાર ઝડપથી વધી રહ્યું છે. પણ ચિપનાં નિર્માણનાં અનેક તબક્કા હોય છે. પ્રોડક્ટ ડેવલપમૅન્ટ ડિઝાઇન એટીપી (ફૅબ્રિકેશન, ઍસેમ્બ્લી, ટેસ્ટ, પૅકેજિંગ ) અને સપોર્ટ.

ડિઝાઇન ફંક્શનમાં ભારત મજબૂતી સાથે આગળ વધ્યું છે, પણ ઉત્પાદનમાં એકદમ શરૂઆતથી કામ કરવાની જરૂર છે.

ડલૉઈટમાં પાર્ટનર કાથિર થાંદાવરયન કહે છે, "વિશ્વભરમાં ચિપ ડિઝાઇનમાં કામ કરનારા 20 ટકા ભારતીય છે. 50 હજાર ભારતીયો આ કામ સાથે જોડાયેલા છે."

ઈન્ટેલ એએમડી અને ક્કાલકૉમ સહિત વધુ પડતી સેમીકન્ડક્ટર કંપનીઓના વિકાસનું કેન્દ્ર ભારત છે. આ સ્થાનિક એન્જિનિયરિંગ ટૅલેન્ટનો ઉપયોગ કરે છે.

પરંતુ આવનારા સમયમાં પ્રશિક્ષિત લોકોને જોડવા કંપનીઓ માટે મુશ્કેલ થઈ શકે છે. ડલૉઇટ મુજબ જો રોકાણ આવવાનું શરૂ થઈ જાય તો વૅલ્યૂ ચેનમાં અંદાજે અઢી લાખ લોકોની જરૂર પડશે તો તેના માટે ઍકેડૅમિક અને ઇન્ડસ્ટ્રી વચ્ચે યોગ્ય સમન્વય સાધવો જરૂરી છે.

આ માંગને જોતા સરકાર પોતાના 'ચિપ્સ ટૂ સ્ટાર્ટઅપ' સ્કીમ અંતર્ગત 85 હજાર એન્જિનિયર્સને ટ્રેનિંગ આપી રહી છે.

બીબીસી ગુજરાતી

ભારતની સ્થિતિ કેવી છે?

મોબાઈલ કાર્ડ

ઇમેજ સ્રોત, PIB

આ સિવાય લૉજિસ્ટિકમાં ગ્લોબલ રૅન્કિંગમાં સુધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દક્ષતામાં રૅન્કિંગના દૃષ્ટિકોણમાં સુધારો, વીજળીને યોગ્ય ગ્રિડ, સેમીકન્ડક્ટર ઉત્પાદન માટે મહત્ત્વના છે. જાણકારોનું માનવુ છે કે આ બધાને જ યોગ્ય કરીને ભારતે વિશ્વમાં પોતાની જગ્યા મજબૂત કરી છે.

જિયો પૉલિટિક્સ પણ ભારતના પક્ષમાં છે. કારણ કે અમેરિકાનું ધ્યાન પોતાના ઉદ્યોગોમાં સેમીકન્ડક્ટરની સપ્લાય ચેન માટે ચીન સિવાયનો અન્ય કોઈ દેશ શોધી રહ્યો છે.

થાંદાવરયણ કહે છે કે ભારત અમેરિકાનો મિત્ર દેશ છે. આઉટ સોર્સ સપોર્ટ ઇચ્છતી અમેરિકન કંપનીઓ માટે ભારત ચીનના વિકલ્પ તરીકે સામે આવી શકે છે.

પણ આ સંરક્ષણવાદી વેપાર નીતિ, ખાસ કરીને આરસીઈપી (રીજનલ કૉમ્પ્રહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ - સ્થાનિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી) જેવી બહુપક્ષીય વેપાર સમજૂતીમાં તેની ગેરહાજરી મોંઘી સાબિત થઈ શકે છે.

કોનાર્ક ભંડારી કહે છે, "જો ચીન સેમીકન્ડક્ટર કંપનીઓ ચીનમાંથી બહાર અન્ય કોઈ બીજા દેશમાં જવા માંગે છે તો તેમને વિયેતનામ જેવા દેશમાં વધુ ટેરિફના પરિવર્તનોમાંથી પસાર નહીં થવું પડે. એવું એટલા માટે છે કારણ કે એ દેશો વચ્ચે વધુ એકરૂપતા થવાની શક્યતા છે. જે એ જ ક્ષેત્રના વ્યાપાર કરાર હેઠળ આવે છે."

બીબીસી ગુજરાતી

ક્યાં છે અડચણો?

અશ્વિની વૈષ્ણવ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સામે સૌથી મોટો પડકાર ચીન નિર્માતાઓ માટે એક વૈશ્વિક વિકલ્પના સ્વરૂપમાં પોતાને સ્થાપિત કરવાનો છે. કારણ કે તેને કંપનીઓ વ્યવસાય માટે 'મુશ્કેલ' દેશ માને છે.

પોતાની સૉફ્ટવેર સ્કિલના માટે જાણીતા આ દેશમાં વાસ્તવમાં હાર્ડવેરની ક્ષમતાઓ નથી. ઉત્પાદન સૅક્ટરનું જીડીપીમાં યોગદાન છેલ્લાં કેટલાક વર્ષોમાં વધ્યું નથી.

જાણકારોનું કહેવું છે કે આ સ્થિતિને બદલવા અને પોતાના સેમીકન્ડક્ટર મિશનને સફળ બનાવવા માટે ભારતને "મૌલિક અને સ્થાયી સુધારા" કરવાની જરૂર પડશે.

અમેરિકામાં આવેલી ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી ઍન્ડ ઇનૉવેશન ફાઉન્ડૅશનમાં ઇનૉવેશન પૉલિસી વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન એજેલે બીબીસીને કહ્યું "આમાં જકાત, ટેરિફ, ટૅક્સ અને મૂળભૂત માળખાકીય ઉણપ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવી પડશે."

તેમના મુજબ "ભારત લાંબા સમય સુધી ચીન, યુરોપિયન સંઘ અથવા અમેરિકા જેવા દેશોની સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નહીં થઈ શકે. જો સેમીકન્ડક્ટર એટીપી અથવા ફૅબ્સને આકર્ષિત કરવું તેમની સૌથી મહત્ત્વની નીતિઓમાં સામેલ નહીં હોય."

"મુખ્યત્વે એવું એટલા માટે છે કારણ કે માત્ર ભારતની જ ઈન્સેન્ટિવની નીતિ નથી. અન્ય દેશો પણ એવું કરી રહ્યા છે. યુરોપીયન સંઘ અથવા અમેરિકા સાથે જોડાયેલા જૂથોની સબસિડી ઘણી વધું છે."

એજેલ અનુસાર, વધુ પડતી કંપનીઓ સમજ્યા વિચાર્યા વગર માત્ર સબસિડી માટે પોતાના ઑપરેશનને બીજા દેશમાં નહીં લઈ જાય.

"કારણ કે તેમની પાસે પૂરવઠો પૂરો કરનારા ભાગીદારો, ગ્રાહકો, લૉજિસ્ટિક્સ નેટવર્કની એક વર્તમાન સિસ્ટમ છે. જેને બીજા દેશમાં કે જ્યાં કાયદાઓ અલગ છે ત્યાં લઈ જવી મુશ્કેલ હોય છે."

જાણકારોનું કહેવુ છે કે ભારત જે સબસિડી આપે છે, તેને કંપનીઓ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.

હજી સબસિડી ચિપ-નિર્માણની વૅલ્ચૂ ચેનમાં દરેક તબક્કે અપાય છે. જેના કારણે દેશ પોતાની શક્તિ પર રમી શકે છે.

ઉદાહરણ તરીકે એન્જિનિયર્સ માટે ટ્રેનિંગ સ્કૂલોમાં રોકાણ કરી શકાય છે. ચિપ્સના વાસ્તવિક નિર્માણ સિવાય સેમીકન્ડક્ટર એટીપી અને ડિઝાઇન સપોર્ટમાં રોકાણ થઈ શકે છે.

એજેલે ચેતવણી આપતા કહ્યું કે કોઈ સરકારે માત્ર "ચમકતી વસ્તુઓ"ના ચક્કરમાં ન પડવું જોઈએ.

જોકે, આ પ્રતિસ્પર્ધામાં સામેલ થવું "દેશ માટે એક મોટી ટેકનિકલ છલાંગ" છે. અને સરકારની આ શ્રેણીમાં વધુ રોકાણ કરવાની કોશિશ કરવી એ યોગ્ય છે.

ભંડારીનું કહેવુ છે કે દેશમાં નિર્માણ સુવિધા ન હોવાના કારણે "ભારતના આયાતના ખર્ચ પર ગંભીર અસર" પડશે. કારણ કે ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન 100 અબજ ડૉલરના આંકડાને પાર કરી જશે.

બીબીસી ગુજરાતી

ઘણું બધું છે દાવ પર

સેમીકન્ડક્ટરના જુગાડમાં ભારતનું ઘણું બધું દાવ પર છે. શરૂઆતના દિવસોમાં કેટલીક ભૂલો થઈ છે. પણ કેટલાક વર્ષો મોડું થયા બાદ આખરે એક સમર્પિત નીતિ છે કે જે સાચી દિશામાં દેખાઈ રહી છે.

ભંડારી કહે છે, "અગાઉની ભૂલો તો સુધરવાની યોગ્ય તક છે ."

"ભૂ-રાજકીય સિતારાઓ મદદ માટે એકઠા થઈ ગયા છે. તૂટેલી સપ્લાય ચેનવાળી એક અસ્થિર દુનિયામાં ભારત ચાર રસ્તા પર ઊભો હોય તેમ દેખાય છે. એ ક્યાંતો હાર્ડવેર નિર્માણને વધારો આપવાના ગંભીર પ્રયત્નો કરી શકે છે, અથવા તો વધુ એક તકને છોડી શકે છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી