ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: પાકિસ્તાન સામે ભારતે 6 વિકેટે મેળવ્યો વિજય, વિરાટ કોહલીની અણનમ સદી

ઇમેજ સ્રોત, Reuters
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં આજે ભારતનો સામનો પાકિસ્તાનની ટીમ સાથે હતો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન ભારત સામે 241 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને તેણે ભારતને જીત માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પાકિસ્તાન તરફથી સઉદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા જ્યારે કે ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ કુલદીપ યાદવે લીધી.
આ મૅચ દુબઈના ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
પાકિસ્તાની ટીમ ભારત સામે બેટિંગ કરતા 49.4 ઓવરમાં 241 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
મૅચમાં શરૂઆત સારી રહી. ઓપનિંગ બૅટ્સમૅન બાબર આઝર અને ઇમામ ઉલ-હકે મળીને પહેલી વિકેટ માટે 41 રન જોડ્યા.
મોહમ્મદ શમીની દિશાહીન બૉલિંગને કારણે પણ પાકિસ્તાનની આ શરૂઆત આસાન કરી. શમીએ પહેલી જ ઓવરમાં પાંચ વાઇડ ફેંક્યા હતા.
ભારતીય ટીમને પહેલી સફળતા હાર્દિક પંડ્યાએ અપાવી હતી. જેમણે 9મી ઓવરમાં બીજા બૉલે બાબર આઝમને વિકેટકીપર કે. એલ. રાહુલના હાથે કૅચ આઉટ કરાવ્યા.
બાબરે 26 બૉલમાં 23 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોક્કા પણ સામેલ હતા. પછી ઇમામ ઉલ-હક દસ રને અક્ષર પટેલના રૉકેટ થ્રો પર રનઆઉટ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝવાન અને શકીલની ભાગેદારી

ઇમેજ સ્રોત, ANI
બે વિકેટ પડ્યા બાદ કૅપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલે પાકિસ્તાનની પારીને સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનોની ભાગેદારી થઈ.
શકીલે આ દરમિયાન ચાર ચોક્કાની મદદથી 63 બૉલમાં પોતાની અર્ધસદી પૂર્ણ કરી.
જોકે, આ શતકીય ભાગેદારીને અક્ષર પટેલે તોડી. તેમણે રિઝવાનને બોલ્ડ કર્યા. રિઝવાને ત્રણ ચોક્કાની મદદથી 77 બૉલમાં 46 રન બનાવ્યા.
હાર્દિક પંડ્યાએ સઉદ શકીનને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી. શકીલે 76 બૉલમાં 62 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોક્કા સામેલ હતા. પછી તૈયબ તાહિર ચાર રને રવીન્દ્ર જાડેજાના બૉલમાં બોલ્ડ થયા. પાકિસ્તાને માત્ર 15 રનમાં ત્રણ વિકેટો ખોઈ.
કુલદીપ યાદવની કમાલ

ઇમેજ સ્રોત, ANI
ચાઇનામૅન કહેવાતા કુલદીપ યાદવે આજે કમાલની બૉલિંગ કરી. તેમણે પાકિસ્તાની ટીમના ઉપ કપ્તાન સલમાન અલી આગાને 19 રને, શાહીન આફ્રીદીને શૂન્ય રને પેવેલિયન ભેગા કર્યા. આ બંને વિકેટ તેમણે બે બૉલમાં લીધી. જોકે તેઓ હૅટ્રીકથી વંચીત રહ્યા. તે વખતે પાકિસ્તાનનો સ્કોર 200 રનમાં સાત વિકેટ હતો. નસીમ શાહ પણ કશું કરી ન શક્યા અને તેઓ પણ 14 રન બનાવીને કુલદીપ યાદવનો શિકાર બન્યા.
એક તરફ પાકિસ્તાનની વિકેટ પડતી હતી ત્યાં ખુશદિલ એક છેડો સાચવીને રમી રહ્યા હતા. તેમણે 38 રનની પારી રમીને પાકિસ્તાનનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો. તેમણે બે છગ્ગાની મદદથી 39 બૉલમાં 38 રન બનાવ્યા. ખુશદિલને હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં આઉટ કર્યા.
કુલદીપ યાદવે ત્રણ, હાર્દિક પંડ્યાને બે, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












