ભારત ટૅક્સી : ઓલા, ઉબરની સામે ટક્કર ઝીલવા ભારત સરકારે લૉન્ચ કરેલી કૅબ સર્વિસ કેટલી સસ્તી હશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જસપાલસિંહ
- પદ, બીબીસી
ક્યાંક બહાર જવાની ઉતાવળ હોય અને કોઈ કંપનીની ઍપ મારફતે ટૅક્સી કે રિક્ષા બોલાવો ત્યારે ઍપ પર સામાન્ય કરતાં વધુ ભાડું બતાવે. આવું તમારી સાથે પણ ઘણી વાર બન્યું હશે.
જો તમારે તમારા ગંતવ્ય સ્થાને પહોંચવાની ઘણી ઉતાવળ હોય તો તમે આ વધુ ભાવે પણ ટૅક્સી કે રિક્ષા બોલાવી લેશો. પરંતુ ઘણી વાર તમારે તમારું આખું આયોજન બદલું પડે છે.
તેમજ તમે એવું પણ નોંધ્યું હશે કે આવી રીતે બોલાવાયેલી ટૅક્સી કે રિક્ષામાં જ્યારે તમે બેસો છો ત્યારે ડ્રાઇવર કંપની દ્વારા વધુ પડતું કમિશન કાપી લેવાની કે તેમની લેણી રકમ સમયસર ન ચૂકવવાની ફરિયાદ કરતા હોય છે.
તેમજ એવી પણ ફરિયાદ કરાતી હોય છે કે વધુ માગને કારણે વધેલા ભાડાને કારણે થતી વધારાની આવકનો લાભ ડ્રાઇવર કે કારના માલિક સુધી પહોંચતો નથી.
એવામાં બજારમાં 'ભારત ટૅક્સી' ઍપ નામની નવી કૅબ એટલે કે ટૅક્સી બુકિંગ ઍપ શરૂ થવા જઈ રહી છે.
આ ઍપ ઉપર જેની વાત કરાઈ એ બંને મુશ્કેલીઓનું સમાધાન શોધ્યાનો દાવો કરે છે.
આ ઍૅપ 'સહકાર ટૅક્સી' નામક એક બહુરાજ્ય સહકારી સંસ્થા થકી ભારત સરકારે લૉન્ચ કરી છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ અંગે બુધવારે પંચકુલામાં વાત કરતાં કહ્યું, "હાલ બજારમાં ટૅક્સી સર્વિસ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે, પરંતુ તેનો ફાયદો ડ્રાઇવરોને સ્થાને માલિકો સુધી પહોંચી રહ્યો છે. સહકાર મંત્રાલયની પહેલ અંતર્ગત બધો નફો ડ્રાઇવર ભાઈઓ સુધી પહોંચશે. આની સાથે જ, ડ્રાઇવરોને વીમા જેવી સુવિધાઓ પણ મળશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલમાં ભારત ટૅક્સી ઍપ અંગે ઉપલબ્ધ તમામ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે

ભારત ટૅક્સી શું છે?

ઇમેજ સ્રોત, sahkar-taxi.in
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 2 ડિસેમ્બરે લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં ભારત ટૅક્સી ઍપ અંગે જવાબ આપ્યો.
તેમણે કહ્યું, "સરકાર સહકારી સોસાયટી દ્વારા સંચાલિત મોબિલિટી ઍપ લૉન્ચ કરી રહી છે. આ ઍપ દેશનાં કૉમર્શિયલ વાહનોના ડ્રાઇવરોનું ખાનગી કંપનીઓ પરનું અવલંબન ઘટાડશે."
"આ ઍપ સહકાર ટૅક્સી કોઑપરેટિવ લિમિટેડ દ્વારા ચલાવાશે જે એક બહુરાજ્ય સહકારી સોસાયટી છે. આ ઍપનું નામ ભારત ટૅક્સી ઍપ હશે."
સહકાર ટૅક્સી કોઑપરેટિવની વેબસાઇટ મુજબ એ નૅશનલ કોઑપરેટિવ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા પ્રમોટેડ છે.
આની સાથે જ તેને અમૂલ, નાબાર્ડ અને ઇફ્ફકો જેવી ભારતની સૌથી ખ્યાત સહકારી સંસ્થાઓ પૈકી સાતનું સમર્થન હાંસલ છે.
ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માહિતી પ્રમાણે 25 ડિસેમ્બર સુધી આ ઍપ સાથે 20 લાખ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ ઍપ ઍપલ iOS અને ઍન્ડ્રોઇડ ડિવાઇસમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

આ ટૅક્સી સર્વિસ ઍપ કેવી રીતે અલગ તરી આવે છે?

ઇમેજ સ્રોત, @MinOfCooperatn/X
આ ટૅક્સી સર્વિસની ઍપ નવા વર્ષે દિલ્હી ખાતે પાઇલટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ થઈ રહી છે. એ પછી, એ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૉન્ચ કરાશે.
ભવિષ્યમાં આ ઍપ આખા દેશમાં લાગુ કરવાની યોજના છે. આ ઍપ મારફતે, માત્ર ટૅક્સી જ નહીં, પરંતુ રિક્ષા અને બાઇક પણ બુક કરી શકાશે.
આ ઍપની મુખ્ય વાતો નીચે મુજબ છે :
- આ ઍપ સાથે નોંધણી કરાવનારા ડ્રાઇવરો પાસેથી કમિશન પેટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. દરેક રાઇડના પૈસા ડ્રાઇવરને જ મળશે.
- કોઑપરેટિવ સોસાયટીનો આખો નફો ડ્રાઇવરોમાં જ વહેંચી દેવાશે.
- આ ઍપ પર બતાવતું ભાડું હંમેશાં એકસરખું જ રહેશે અને એ પારદર્શી રીતે નક્કી કરાશે.
- વરસાદ, વધુ ટ્રાફિકના કલાકો જેવા સમયગાળામાં પણ ભાડું સમાન જ રહેશે. તેનો અર્થ એ થયો કે અન્ય મોબિલિટી ઍપ્સની માફક વધારાનું ભાડું નહીં વસૂલાય.
- 24x7 ગ્રાહક સેવા ઉપલબ્ધ હશે. આ ઍપનું સર્વિસ મૉડલ ગ્રાહકો અને ડ્રાઇવરોની સવલતને ધ્યાને રાખીને તૈયાર કરાયું હોવાનો દાવો છે.

સુરક્ષાની વ્યવસ્થા કેવી રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટૅક્સી મારફતે ટ્રાવેલ કરતી વખતે સુરક્ષા એક મોટો મુદ્દો હોય છે, ખાસ કરીને મહિલાઓ માટે.
સહકારી ટૅક્સી કોઑપરેટિવ લિમિટેડની વેબસાઇટ મુજબ, આ ઍપ સાથે સંકળાયેલી ટૅક્સીમાં લોકેશનની નોંધ માટે જીપીએસ હશે.
દિલ્હીમાં સહકાર ટૅક્સી કોઑપરેટિવ લિમિટેડ સુરક્ષા વ્યવસ્થા માટે દિલ્હી પોલીસ સાથે હાથ મિલાવ્યા છે.

આ ઍપ અંગે પ્રશ્નો શું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપૉર્ટ વર્કર્સના પ્રમુખ પ્રશાંત ભાગેશ સાવર્ડેકરે આ ઍપ અંગે કેટલીક ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું, "જો સરકાર એવી ઍપ લાવી રહી છે કે જેનાથી બધી કમાણી ડ્રાઇવર પાસે જ રહેશે, તો એ અમારા માટે સારું છે. જોકે, આપણે એ જોવું પડશે કે આ કોઑપરેટિવ સોસાયટી કોણ ચલાવી રહ્યું છે."
"અમે સરકારને પણ એ વાત પૂછી કે શું આ સંસ્થા સરકાર સાથે સંકળાયેલી છે, તેમણે આનો જવાબ નામાં આપ્યો. તેમણે કહ્યું કે, 'અમે સોસાયટી બનાવશું અને બીજું બધું ડ્રાઇવરો જ સંચાલિત કરશે', સરકારે આ સોસાયટીના અધિકારીઓ તરીકે અન્ય કોઑપરેટિવ સંસ્થાના લોકોની નિમણૂક કરી છે."
પ્રશાંત ભાગેશ કહે છે કે સરકાર પક્ષેથી હજુ પારદર્શિતાનો અભાવ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે, સહકાર ટૅક્સી કોઑપરેટિવ લિમિટેડના ચૅરમૅન જયેન મહેતા છે. આની સાથે તેઓ ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી પણ છે.
તેઓ કહે છે કે, "ઓલા અને ઉબેર જેવી કંપનીઓએ અગાઉ અમને ઘણી બધી સવલતો આપી, અને બાદમાં તેમણે ફેરફાર ચાલુ રાખ્યા. કમિશનના દર બદલ્યા. શરૂઆતમાં, તેમણે અમને ઓછામાં ઓછો ધંધો કરાવવાનું વચન પણ આપેલું, પરંતુ ધીમે ધીમે બધું ઘટતું ગયું."
પ્રશાંત પ્રમાણે, ભારત ટૅક્સી મૉડલ કેટલું સફળ સાબિત થશે એ કહેવું હજુ મુશ્કેલ છે. હાલ, લોકોમાં પોતાની શાખ ઊભી કરવી એ તેમના માટે એક પડકાર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












