જ્ઞાનવાપી: વ્યાસ ભોંયરામાં કઈ કઈ આઠ મૂર્તિ છે? પૂજા કેવી રીતે કરાય છે?

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, વારાણસીથી

1993 સુધી પંડિત સોમનાથ વ્યાસ જ્ઞાનવાપીના દક્ષિણમાં આવેલા ભોંયરામાં પૂજા કરતા હતા. હિંદુ પક્ષ પોતાની અરજીઓમાં આ ભોંયરાને વ્યાસજીનું ભોંયરું પણ કહે છે.

વારાણસીની જિલ્લા અદાલતના ચુકાદા પછી ત્યાં હવે કોર્ટે નિમણૂક કરેલા રિસીવરે (વારાણસીના ડીએમ) પૂજા અને રાગ-ભોગ ફરીથી શરૂ કરાવ્યાં છે.

કોર્ટે આ પૂજા શરૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. જોકે, જિલ્લા વહીવટીતંત્રે આદેશ મળતાનાં કલાકોની અંદર જ મોડી રાત્રે (પહેલી ફ્રેબુઆરી) પૂજા શરૂ કરાવી હતી.

બીબીસીએ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને વારાણસીના વહીવટીતંત્ર પાસેથી સમજવાની કોશિશ કરી કે કેવી રીતે ભોંયરું ખોલાવીને પૂજા શરૂ કરાઈ.

રાત્રે પૂજા કેમ શરૂ કરવામાં આવી?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

વારાણસી એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું કે ભોંયરું ખોલાવીને પૂજા શરૂ કરાવવામાં કેટલાક પડકારો હતા.

વહીવટીતંત્ર અનુસાર, “કોર્ટના આદેશ અનુસાર માત્ર એ જ મૂર્તિઓની પૂજા કરવાની હતી જે આ ભોંયરામાં મળી હતી.”

પૂજા માટે વહીવટીતંત્રને આ મૂર્તિઓને ટ્રેઝરીમાંથી બહાર કાઢવાની હતી. તે માટે આ મૂર્તિઓની ઓળખ કરવાની હતી. મૂર્તિઓની ઓળખ માટે એએસઆઈના રિપોર્ટમાં છપાયેલી તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મૂર્તિઓની પહેલા લેવાયેલી તસવીરોની સહાયથી ઓળખ કરીને તેને બહાર કાઢવામાં બે-ત્રણ કલાક લાગ્યા. વહીવટીતંત્રે આઠ મૂર્તિઓની ઓળખ કરી અને તેની પૂજા માટે ટ્રેઝરીથી ભોંયરા સુધી પહોંચાડી.

સામાન્ય રીતે કાશી વિશ્વનાથ કૉરિડૉરમાં 20-30 હજાર શ્રદ્ધાળુ હોય છે. વહીવટીતંત્રે પોતાની કાર્યવાહી કરવા માટે આખા કૉરિડૉરને ખાલી કરાવો પડ્યો જેમાં થોડોક સમય લાગ્યો.

વારાણસીના ડીએમ અને પોલીસ કમિશનરે કાશી વિશ્વનાથ મંદિર પ્રબંધન પાસેથી અને નજીકની ચેતગંજ પોલીસ ચોકી પાસેથી ફિડબૅક મેળવીને નક્કી કર્યું કે તંત્ર દ્વારા જાળી કાપવાનું કામ કર્યા પછી પૂજા મોડી રાત્રે કરવામાં આવશે.

પૂજા સમયે માત્ર વહીવટીતંત્ર અને ટ્રસ્ટના લોકો જ હાજર હતા

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ANI

જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, રસ્તો બનાવવા માટે લોખંડનો બેરિકેડ કાપીને ત્યાં લોખંડનો એક દરવાજો લગાડવામાં આવ્યો.

તંત્રનું કહેવું છે કે રસ્તો પહેલાંની જેમ જ અત્યારે પણ બંધ છે પણ હવે ફિક્સ બેરિકેડની જગ્યાએ દરવાજો લગાડવામાં આવ્યો છે.

ભોંયરામાં અંધારું હોવાને કારણે ત્યાં લાઇટોની વ્યવસ્થા કરાઈ. ભોંયરું બંધ હોવાને કારણે તેમાં ભેજની સમસ્યા પણ હતી.

વહીવટીતંત્રે ધાર્મિક કાર્યોના જાણકારો પાસેથી એ વાતની પણ સલાહ લીધી કે જો કોઈ જગ્યા ઘણા દિવસથી બંધ હોય તેવી જગ્યાએ કેવી રીતે પૂજા કરી શકાય.

વહીવટીતંત્રે કહ્યું કે કાશી મંદિરના પૂજારી ઓમપ્રકાશ મિશ્રાએ જ પૂજા શરૂ કરાવી હતી.

વારાણસીના વહીવટીતંત્રનું કહેવું છે કે જ્યારે ભોંયરામાં પ્રવેશ કરીને પૂજા કરાઈ ત્યારે સોમનાથ વ્યાસનો પરિવાર કે આ મામલામાં અરજી કરનાર કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતી.

કઈ કઈ મૂર્તિઓની પૂજા કરવામાં આવી?

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદની બહાર પોલીસ તૈનાત છે.

આ ભોંયરામાં મળી આવેલી આઠ મૂર્તિની પૂજા કરવામાં આવી હતી.

આ મૂર્તિઓ પહેલેથી જ સરકારની ટ્રેઝરીમાં રાખવામાં આવી હતી. આ મૂર્તિઓને ટ્રેઝરીમાંથી કાઢીને ભોંયરામાં લાવવામાં આવી.

તેમાં પથ્થર વિનાના શિવલિંગના બે અરઘ, એક ભગવાન વિષ્ણુની મૂર્તિ, ભગવાન હનુમાનની બે મૂર્તિ, એક ગણેશ ભગવાનની મૂર્તિ, એક નાનો પથ્થર છે જેના પર રામ લખેલું છે અને ગંગાજીનો મકર છે.

વહીવટીતંત્રે જણાવ્યું કે આ મૂર્તિઓમાંથી એક પણ મૂર્તિ પૂર્ણ નથી, બધી ખંડિત છે.

ભોંયરાનો કોઈ દરવાજો ન હતો

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વારાણસીના વહીવટીતંત્ર અનુસાર, ભોંયરામાં અંદર જવું સરળ હતું, કારણ કે તેનો કોઈ દરવાજો ન હતો.

જ્યારે 2022માં કોર્ટ કમિશનરનો સર્વે થયો હતો ત્યારે તેમાં સૌથી વધારે આ ભોંયરાનો સર્વે કરવામાં આવ્યો હતો.

આ એ જ કમિશનનો સર્વે હતો જેમાં હિંદુઓએ મસ્જિદમાં વજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો.

એએસઆઈએ જ્યારે પોતાનો સર્વે શરૂ કર્યો તો તેમણે ભોંયરાની માટી હટાવવાનું કામ કર્યું. ભોંયરામાં હજી લાકડીઓ પણ પડી છે. તંત્રના કહેવા પ્રમાણે 1993 સુધી અહીં પૂજા થતી હતી.

જોકે, જ્યારે આ ભોંયરાનું બેરિકેડિંગ કરવામાં આવ્યું ત્યારે આ ભોંયરાની બે ચાવી હતી.

એક ચાવી સોમનાથ વ્યાસ પાસે રહેતી અને બીજી ચાવી વહીવટીતંત્ર પાસે.

સોમનાથ વ્યાસ વર્ષમાં એક વખત રામાયણના પાઠ કરાવતા, જેના માટે તેઓ વહીવટીતંત્ર પાસેથી અલગથી પરવાનગી લેતા હતા. તેઓ લાકડીઓ કાઢીને ટેન્ટ લગાવતા અને રામાયણના પાઠ કર્યા પછી ફરીથી અંદર રાખી દેતા.

બાદમાં સોમનાથ વ્યાસના નિધન પછી આ બંધ થઈ ગયું, ચાવીઓ ખોવાઈ ગઈ અને ભોંયરાનો લાકડાનો દરવાજો તૂટી ગયો.

વહીવટીતંત્રના મતાનુસાર આ ભોંયરું 35થી 40 ફૂટ લાંબું અને 25થી 30 ફૂટ પહોંળું છે. તેમાં પાંચ ચેમ્બર છે. એક ચેમ્બરમાં માટી ભરેલી છે અને બાકીની ત્રણ ચેમ્બર ખુલ્લી છે. પાંચમી ચેમ્બર દીવાલથી બાંધેલી છે અને એએસઆઈનું કહેવું છે કે ત્યાં એક કૂવો છે. આમ, જો એમ માની લઈએ કે દક્ષિણમાં ત્રણ ભોંયરાં હતાં, તો આ વચ્ચેનું ભોંયરું છે.

એક જ પૂજારીને અંદર જવાની પરવાનગી

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, Getty Images

આ ભોંયરાની અંદર માત્ર એક જ પૂજારીને જવાની પરવાનગી છે.

શરૂઆતમાં સાફ-સફાઈ અને લાઇટ લગાડવા માટે લોકો ગયા હતા. તે રાત્રે મૂર્તિઓને મૂકીને આરતી કરવામાં આવી. આજે પણ એક જ પૂજારી અંદર જઈને પૂજા કરે છે.

જે બેરિકેટિંગ કાપીને જે દરવાજો લગાડવામાં આવ્યો છે તે સવારે પહેલી આરતીના સમયે 3:30 વાગ્યે ખૂલે છે. રાતની 10:30ની આરતી પછી તે બંધ થઈ જશે.

જે શ્રદ્ધાળુઓ પૂજા જોવા માગે છે તે માત્ર એક દરવાજાથી જ અંદર જોઈ શકે છે પણ દરવાજાની અંદર પ્રવેશવાની મનાઈ છે.

કેવી રીત પૂજા થઈ રહી છે?

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ANI

આ ભોંયરામાં કેવી રીતે પૂજા કરાઈ રહી છે તે જાણવા માટે બીબીસીએ કાશી વિશ્વનાથ ટ્રસ્ટના સીઈઓ વિશ્વભૂષણ મિશ્રા સાથે વાત કરી.

વિશ્વભૂષણ મિશ્રાએ કહ્યું કે જે રીતે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાનો કાર્યક્રમ થાય છે તેવી જ રીતે ભોંયરામાં પણ પૂજા કરવાનું કામ ટ્રસ્ટ કરે છે.

ભોંયરામાં સવારે અઢથી સાડા ત્રણ વચ્ચે મંગળાઆરતી કરવામાં આવે છે. બપોરે અગિયારથી એક વાગ્યા વચ્ચે ભોગઆરતી કરવામાં આવે છે, ભગવાનને ભોજન કરાવવામાં આવે છે. સાંજે ચાર વાગ્યે એક આરતી કરવામાં આવે છે.

સાંજે સાત અને આઠ વાગ્યા વચ્ચે સપ્તર્ષિ આરતી થાય છે અને અંતિમ આરતી રાત્રે અગિયાર અને સાડા અગિયાર વચ્ચે કરવામાં આવે છે.

કોર્ટના આદેશ મુજબ મંદિરમાં રાગ-ભોગની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

આ વિશે સમજાવતા મંદિર ટ્રસ્ટના સીઈઓ વિશ્વભૂષણ મિશ્રા કહે છે, “રાગ-ભોગનો મતલબ છે કે કાયદાકીય રીતે દેવતાને એક બાળસ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. એ હિસાબે તેમને ભોગ ચડાવવામાં આવે છે, કપડાં બદલવામાં આવે છે. ઉપરાંત તેમનો શણગાર કરાય છે, તેમની સેવા કરવામાં આવે છે.”