મોહમ્મદ સિરાજ : પિતા રિક્ષા ચલાવતા, માતા ઘરકામ કરતાં, 'જાદુગર બૉલર'ની કહાણી

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૅપટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય બૉલર મોહમ્મદ સિરાજે દક્ષિણ આફ્રિકાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી છે.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી આફ્રિકાની ટીમે પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી છે.

મોહમ્મદ સિરાજે છ વિકેટ લીધી છે.

સિરાજે પહેલા એડન મારક્રમને વિકટ લીધી હતી, તે માત્ર બે રન બનાવી શક્યા હતા.

બાદમાં ડીન એલ્ગર, ટોની ડીઝોર્ઝી, ડેવિડ બેડિંઘમ અને માર્કો યાનસન પણ સિરાજના શિકાર બન્યા હતા.

ભારત પહેલી ટેસ્ટ હારી ગયું છે. આ મૅચ જીતીને તે 1-1થી સિરાજની બરાબરી કરવાની કોશિશમાં છે.

મોહમ્મદ સિરાજની કહાણી

હૈદ્રાબાદના એક ખૂબજ સામાન્ય પરિવારમાં ઉછરેલા મોહમ્મદ સિરાજના પિતા ઑટો ડ્રાઇવર હતા. તો માતા લોકોનાં ઘરનું કામ કરતાં હતાં.

1994માં જન્મેલા સિરાજને ક્યારેય ક્રિકેટ ઍકેડમી જવાની તક ન મળી.

નાની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરનારા સિરાજની રુચિ પહેલાં બૅટિંગમાં હતી. પણ બાદમાં તેમણે બોલિંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

તેમની લગન ત્યારે રંગ લાવી જ્યારે 2015માં 21 વર્ષની ઉંમરે હૈદ્રાબાદની રણજી ટીમ માટે તેમની પસંદગી થઈ. નવ મૅચમાં 18.92ની ઍવરેજથી તેમણે 41 વિકેટ લઈને તે જ વર્ષે ત્રીજા સૌથી સફળ બૉલર બન્યા.

બે વર્ષ રણજી ટ્રૉફીમાં રમ્યા બાદ સિરાજને 2017માં વધુ એક તક મળી. રણજીમાં પોતાના પ્રદર્શનના કારણે સિરાજ આઈપીએલ માટે ખેલાડીઓની નીલામીની રેસમાં આવી ગયા.

જ્યારે બેઝ પ્રાઇસથી 13 ગણી વધુ રકમ મળી

આઈપીએલની બોલી દરમિયાન સનરાઇઝ હૈદ્રાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે હોડ લાગી કે સિરાજને કોણ ખરીદે.

આખરે સનરાઇઝ હૈદ્રાબાદે તેમને ખરીદી લીધા. એ પણ લાંબી ચાલેલી બોલી બાદ તેર ગણી વધુ કિંમત પર. ત્યારે સિરાજની મૂળ રકમ 20 લાખ રૂપિયા રખાઈ હતી. પણ તેમને 2.6 કરોડ રૂપિયા મળ્યા હતા.

આઈપીએલ માટે પસંદગી પામ્યા બાદ સિરાજે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સપનું સાચું થવા જેવું છે. મોટી કિંમત પર પસંદગી પામ્યા બાદ સિરાજે કહ્યું હતું કે "આ મારી આશા બહારનું હતું. મને એવી બિલકુલ આશા નહોતી કે આટલી મોટી રકમ પર મારી પસંદગી થશે."

2017માં આઈપીએલમાં સનરાઇઝ હૈદ્રાબાદથી શરૂઆત કરનારા સિરાજે એ ટુર્નામેન્ટની છેલ્લી લીગ મૅચમાં ચાર વિકેટ લીધી હતી.

તેના પછીના જ વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરે તેમને ખરીદી જ લીધા. અને ત્યારથી તેઓ સતત આ ટીમ માટે આઈપીએલમાં રમી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ટી20 મૅચ

આઈપીએલમાં પહેલા વર્ષે રમ્યા બાદ પોતાની શાનદાર બોલિંગના કારણે થોડા જ મહિનામાં સિરાજે ભારતની ટી20 ટીમમાં જગ્યા બનાવી લીધી.

ન્યૂઝી લૅન્ડ વિરુદ્ધ તેમને તક મળી. તેમણે કૅપ્ટન કેન વિલિયમ્સનની પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ પણ લીધી. પણ મૅચમાં ઘણા મોંઘા સાબિત થયા.

સતત ત્રણ મૅચમાં સામાન્ય પ્રદર્શન બાદ તેમને આંતરરાષ્ટ્રીય ટી20માં રમવાની તક અંદાજે સાડા ત્રણ વર્ષ બાદ મળી. હજી પણ આંતરરાષ્ટ્રીય ટી20માં ભારતીય ટીમમાં તેમની જગ્યા નિયમિત નથી.

વનડેમાં સિરાજનું આ વર્ષ

સિરાજની જ્યારે 2019માં ભારતીય ટીમ માટે પસંદગી થઈ ત્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમમાં મુખ્ય બોલર હતા. તેથી મૅચમાં જ્યારે ત્રીજા ફાસ્ટ બોલરની જરૂર પડતી ત્યારે જ સિરાજને તક મળતી હતી.

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેન આંતરરાષ્ટ્રીય વનડે મૅચમાં ડેબ્યુ કરનારા સિરાજે પોતાની પહેલી જ મૅચમાં દસ ઓવરમાં વિકેટ લીધા વગર 76 રન આપ્યા. ત્યારે ત્રણ વર્ષ બાદ 2022માં તેમને બીજી વનડે રમવાની તક મળી.

યોગ્ય લાઇન અને લેન્થ પર સટીક બૉલથી સિરાજે વિપક્ષી ટીમના ટોચના બૅટ્સમૅનોને જ્યારે પરેશાન કરવાનું અને વિકેટ લેવાનું શરૂ કર્યું તો તેમની જરૂરિયાત વધતી ગઈ. અને તેઓ ગયા વર્ષેમાં ભારતીય ટીમ માટે લગભગ સતત રમી રહ્યા હતા.

અત્યાર સુધીમાં 29 મૅચમાં સિરાજ 53 વિકેટ લઈ ચૂક્યા છે. આ વર્ષે સિરાજનું એક અલગ જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તે આઈપીએલમાં સફળ રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી રમાયેલી 12 વનડે મૅચમાં તેઓ 29 વિકેટ લઈ ચૂક્યા છે.

સપનાનું વર્ષ

સિરાજ માટે આ સપનાનું વર્ષ છે. તેમણે એશિયા કપમાં ફાઇનલમાં પોતાની વનડે કારકિર્દીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આઈપીએલમાં 78 વિકેટ લીધી છે. તો આ લીગમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 19 વિકેટ લીધી. મોટે ભાગે શક્યતા છે કે આગલા વર્ષે આઈપીએલમાં 100 વિકેટ લેનારા ગણતરીના બૉલરમાં તેમનો સમાવેશ થઈ જાય.

21 ટૅસ્ટ મૅચમાં સિરાજના નામે જે 59 વિકેટ છે તેમાં 40 ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ જેવી ટીમો વિરુદ્ધ લેવાયેલી છે.

તો આ જ વર્ષે જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં જ્યારે ભારતીય બૅટ્સમૅન પૂર્ણતઃ નિષ્ફળ રહ્યા તો સિરાજે ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં ચાર વિકેટ લીધી જે પાંચ દિવસના મૅચના ફૉર્મેટમાં તેમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.

તેમણે આ પ્રદર્શનથી એ પણ જણાવ્યું કે તેમના બૉલ મોટી ટીમ વિરુદ્ધ કેટલા આક્રમક હોય છે.