માઉન્ટ એવરેસ્ટ પર જતા લોકોને મળમૂત્રને પૅક કરીને કૅમ્પમાં પરત લાવવા કેમ કહેવાયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નવીનસિંહ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
સત્તાવાર જાહેરાત અનુસાર માઉન્ટ એવરેસ્ટ પર ચડતા લોકોએ હવે પોતાનો મળ સાફ કરવો પડશે અને નિકાલ કરવા માટે તેને બૅઝ કૅમ્પમાં પાછો લાવવો પડશે.
પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના અધ્યક્ષ મિંગમા શેરપાએ બીબીસીને જણાવ્યું, "અમારા પર્વતોમાંથી દુર્ગંધ આવવા લાગી છે."
એવરેસ્ટના મોટા ભાગના ક્ષેત્રને આવરી લેતી મ્યુનિસિપાલિટીએ આ સંદર્ભે અમલમાં મુકાયેલાં ઉપાયરૂપી પગલાંના ભાગરૂપે આ નવા નિયમો રજૂ કર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
વધુ પડતા તાપમાનને કારણે એવરેસ્ટ કુદરતી હાજતે ગયા બાદ રહી ગયેલાં મળમૂત્ર સંપૂર્ણપણે કોહવાઈ જતાં નથી.
મિંગમા ઉમેરે છે કે, "અમને એવી ફરિયાદો મળી રહી છે કે ખડકો પર માનવમળ દેખાય છે અને કેટલાક પર્વતારોહકો બીમાર પડી રહ્યા છે. આ સ્વીકાર્ય નથી અને આ વાત અમારી છબિ ખરડે છે."
માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનો સૌથી ઊંચો શિખર છે અને એની નજીકના માઉન્ટ લોત્સે પર ચઢાણનો પ્રયાસ કરી રહેલા પર્વતારોહકોને બૅઝ કૅમ્પ પરથી જ મળમૂત્ર સંગ્રહ કરવાની થેલી (પૂ બૅગ) ખરીદવાનો આદેશ આપવામાં આવશે. તેમના પરત ફર્યા પછી " ફરી બૅગ તપાસવામાં આવશે".
વધુ ઊંચાઈ પર કચરાની સમસ્યા

ઇમેજ સ્રોત, BABU SHERPA
પર્વતારોહણની મોસમ દરમિયાન પર્વતારોહકો તેમનો મોટા ભાગનો સમય બેઝ કૅમ્પમાં ઊંચાઈ સાથે અનુકૂલન સાધવામાં પસાર કરે છે. ઊંચાઈએ શૌચાલય તરીકે અલગ તંબુ બાંધવામાં આવે છે, જેમાં મળમૂત્ર એકત્ર કરવા માટે નીચે બેરલ હોય છે.
પરંતુ એક વાર તેઓ તેમની કપરી મુસાફરી શરૂ કરે છે, ત્યારે સ્થિતિ વધુ મુશ્કેલ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગના પર્વતારોહકો અને સપૉર્ટ સ્ટાફ ખાડો ખોદવાનું વલણ ધરાવે છે. ઊંચાઈએ કેટલાંક સ્થળોએ ઓછો બરફ હોય છે, તેથી તમારે ખુલ્લામાં શૌચક્રિયા કરવી પડી છે.
માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડતી વખતે બહુ ઓછા લોકો તેમનાં મળમૂત્રને બાયોડિગ્રેડેબલ બેગમાં પાછા લાવે છે, જેનામાં ઘણાં અઠવાડિયાંનો સમય લાગી શકે છે.
આ પ્રદેશમાં એવરેસ્ટ અને અન્ય પર્વતો પર કચરો એક મોટી સમસ્યા છે. તેમ છતાં નેપાળી આર્મીની આગેવાની હેઠળ વાર્ષિક અભિયાન સહિત સફાઈ અભિયાનોની સંખ્યા વધી રહી છે.
'ખુલ્લામાં શૌચ'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિનસરકારી સંસ્થા સાગરમાથા પૉલ્યુશન કંટ્રોલ કમિટી (SPCC)ના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર છિરિંગ શેરપા કહે છે, "કચરો એ મુખ્ય મુદ્દો છે. ખાસ કરીને ઊંચાઈએ આવેલાં કૅમ્પોમાં કે જ્યાં સુધી તમે પહોંચી શકતા નથી. ત્યાં આ સમસ્યા વધુ છે."
જોકે, આ સમસ્યા અંગે કોઈ સત્તાવાર આંકડો અસ્તિત્વમાં નથી, છતાં તેમની સંસ્થાનો અંદાજ છે કે એવરેસ્ટના તળિયે આવેલા કૅમ્પ એક અને શિખર તરફના કૅમ્પ ચાર વચ્ચે લગભગ ત્રણ ટન માનવ મળમૂત્ર છે.
ચિરિંગ કહે છે, "તેમાંથી અડધો ભાગ સાઉથ કોલમાં હોવાનું માનવામાં આવે છે. જેને કૅમ્પ-4 તરીકે પણ ઓળખવામાં આવે છે."
એવરેસ્ટ પર અભિયાનોનું પણ આયોજન કરનારા આંતરરાષ્ટ્રીય પર્વતમાર્ગદર્શક સ્ટીફન કે. કે.એ જણાવ્યું હતું કે, દક્ષિણ કોલને "ખુલ્લા શૌચાલય" તરીકે ઓળખવામાં આવે છે.
7,906 મીટર (25,938 ફૂટ) ઊંચાઈ પર સાઉથ કોલ એવરેસ્ટ અને લોત્સે શિખરો સુધી પહોંચવાનો પ્રયાસ કરતા પહેલાં ક્લાઇમ્બર્સ બેઝ કૅમ્પ પર કામ કરે છે. આ વિસ્તાર ભારે પવનવાળો છે.
"ત્યાં ભાગ્યે જ બરફ હોય છે, તેથી તમને ચારે બાજુ માનવમળ દેખાશે."
ગ્રામીણ મ્યુનિસિપાલિટી દ્વારા અધિકૃત એસપીસીસી (SPCC) હવે માર્ચમાં શરૂ થનારી આગામી ક્લાઇમ્બિંગ સીઝન માટે અંદાજિત 400 વિદેશી ક્લાઇમ્બર અને 800 સપૉર્ટ સ્ટાફ માટે યુએસમાંથી મળમૂત્ર સંગ્રહ કરતી લગભગ 8,000 બૅગ ખરીદી રહી છે.
આ 'પૂ બૅગ્સ'માં રસાયણો અને પાઉડર હોય છે, જે માનવ મળમૂત્રને ઘન બનાવે છે અને તેને મોટા ભાગે ગંધહીન બનાવી દે છે.
એક પર્વતારોહી દરરોજ સરેરાશ 250 ગ્રામ મળમૂત્ર ઉત્પન્ન કરે છે. તેઓ સામાન્ય રીતે સમિટના પ્રયાસ માટે ઊંચાઈએ આવેલ કૅમ્પો પર લગભગ બે અઠવાડિયાં વિતાવે છે.
ચિરિંગ સમજાવે છે કે, "આનો આધાર લઈને અમે તેમને બે બૅગ આપવાની યોજના બનાવીએ છીએ. જેમાંથી દરેક બૅગ તેઓ પાંચથી છ વખત વાપરી શકે."
પર્વતોને સાફ રાખવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, BABU SHERPA
નેપાળના એક્સપિડિશન ઑપરેટર્સ ઍસોસિયેશનના પ્રમુખ ડાંબર પરાજુલી કહે છે, "આ ચોક્કસપણે એક હકારાત્મક બાબત છે અને અમે આને સફળ બનાવવા માટે અમારી ભૂમિકા ભજવીને ખુશ થઈશું."
તેમણે કહ્યું કે તેમની સંસ્થાએ સૂચન કર્યું હતું કે આને પહેલા એવરેસ્ટ પર પાઇલટ પ્રોજેક્ટ તરીકે લાવવામાં આવે અને પછી અન્ય પર્વતો પર પણ આ અમલમાં મુકાય.
મિંગમા શેરપા જેઓ 8,000 મીટરથી ઉપરના તમામ 14 પર્વતોને સર કરનાર પ્રથમ નેપાળી છે. તેમણે જણાવ્યું હતું કે માનવકચરાના સંચાલન માટે આવી થેલીઓનો ઉપયોગ અન્ય પર્વતો પર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નેપાળ માઉન્ટેનિયરિંગ ઍસોસિયેશનના સલાહકાર મિંગમા કહે છે, "પર્વતારોહકો માઉન્ટ ડેનાલી (ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા શિખર) પર અને ઍન્ટાર્કટિકામાં પણ આવી બૅગનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી જ અમે તેની તરફેણ કરી રહ્યા છીએ."
કેકે આંતરરાષ્ટ્રીય પર્વત માર્ગદર્શકનો સમાન સંદેશને સમર્થન આપતાં કહ્યું કે આ વિચાર પર્વતને સાફ કરવામાં મદદ કરશે.
નેપાળની કેન્દ્ર સરકારે ભૂતકાળમાં પર્વતારોહણના ઘણા નિયમો જાહેર કર્યા છે, પરંતુ તેમાંથી ઘણાનો યોગ્ય રીતે અમલ થયો નથી તેવી ટીકા થઈ રહી છે.
એક મુખ્ય કારણ જમીન પર સંપર્ક અધિકારીઓની ગેરહાજરી છે. સરકારી અધિકારીઓ બેઝ કૅમ્પમાં અભિયાન ટુકડીઓ સાથે હોય એવું અપેક્ષિત છે, પરંતુ તેમાંથી ઘણા લોકોની હાજર ન થવા બદલ ટીકા કરવામાં આવી છે.
પેસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના અધ્યક્ષ કહે છે કે, "કર્મીઓ હંમેશાં બેઝ કૅમ્પમાં હાજર નથી રહેતા જેથી તમામ પ્રકારની અનિયમિતતાઓ આચરવામાં આવે છે અને એમાં પરમિટ વિના અમારા પર્વતો પર ચડતા લોકોનો સમાવેશ થાય છે."
"આ બધું હવે બદલાશે. અમે એક સંપર્ક કાર્યાલય ચલાવીશું અને ખાતરી કરીશું કે ક્લાઇમ્બર્સ તેમનાં મળમૂત્રને પાછા લાવવા સહિતનાં અમારાં નવાં પગલાંનું અમલ કરે."














